SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ર : મેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર છે. માટે જીવને સંસાર પરિભ્રમણનું મૂળ અને પારમાર્થિક કારણ એક મન જ છે. તેથી જ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું : चञ्चल हि मनः कृष्ण, प्रमाथि बलवदृढम् । तस्याह' निग्रह मन्ये, वायोरिव सुदुष्करम् ।। હે કૃષ્ણ! મન બળવાન, દઢ અને શરીર ઈન્દ્રિઓમાં ક્ષોભ ઊપજાવનારૂં ચંચળ છે. તેથી તેને વશ કરવું, એ વાયુને રોકવા જેવું અત્યંત કઠિન હું તેને માનું છું. અર્જુનની મન સંબંધેની માનસિક મૂંઝવણને જવાબ આપતાં કૃષ્ણ કહે છે असंशयं महाबाहो मनो दुनिग्रहं चलम् । अम्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ।। હે મહાબાહ ! મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે એમાં સંશય નથી. પરંતુ છે અર્જુન ! અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે તે વશ કરી શકાય છે. મનને નાથવાના પ્રયત્નમાં માણસ થાપ ખાઈ જાય છે. તેના ઉપર અંકુશ મૂકવા જતાં જીવ પિતે જ તેને અંકુશમાં આવી જાય છે, પરંતુ મનને નાથવાને જીવ જાગૃતિપૂર્વક સતત અભ્યાસ કરે અને ક્ષણે ક્ષણ નિષ્ઠાપૂર્વક જ્ઞાન અને વૈરાગ્યવૃત્તિ વધારતે રહે, તે એક દિવસ મન આત્માના ચરણોમાં આળોટતું થઈ જાય. આ જ વિશિષ્ટ જાતનું મસ્ત છે. મનમાં ઉદ્વેગને આવિર્ભાવ ન થાય તે પ્રકારે સત્ય, પ્રિય, હિતકર ભાષણ કરવું તેમજ શાસ્ત્રને સ્વાધ્યાય કરે એ વાચિક તપનાં લક્ષણ છે. હિત, મિત અને પ્રિય બોલવું એ વાણીનું તપ છે. વાણી બે ધારી તલવાર છે. તે કાપવાની અને રક્ષણ કરવાની અને કામગીરી બજાવી શકે છે. વાણી વિષ અને અમૃત બનેને ભાગ ભજવી શકે છે. દ્રૌપદીના “આંધળાના દીકરા આંધળા જ હોય”– એ એક જ શબ્દ મહાભારત ઊભું કર્યું. ઝવના શીર્થgnતા ” એટલે નિરર્થક શબ્દ પ્રયોગ કરી ભાષાને વેડફવી, તે બ્રહ્મચર્યના ભંગ કરતાં પણ ભયંકર છે. એટલે ના પૂતાં ત વા એમ મનુએ મનુસ્મૃતિમાં કહેલ છે. શરને શય્યા ઉપર સૂતેલા ભીષ્મ શાંતિપર્વ અને અનુશાસન પર્વમાં યુધિષ્ઠિરની સામે ધોની યથા યેગ્ય મીમાંસા કર્યા પછી પ્રાણ છોડતા પહેલાં, નિષ્પત્તિરૂપે જણાવેલ કે“ પુ તિર્થ 8: સત્ય હી ઘરમ વસ્ત્ર હે યુધિષ્ઠિર ! સત્યમાં તમારે યત્ન કરે. સત્ય એ જ પરમ બળ છે. બધા ધર્મોની એ ફલશ્રુતિ છે. મનુસ્મૃતિકારે તે વાણીનાં સંબંધમાં ભારે સુંદર ઉપદેશ આપે છે. | સર્વ વ્યવહાર વાણીથી ચાલે છે, અને વિચાર એ વાણીનું મૂળ છે. એકબીજાના વિચારો એક બીજાને સમજાય, એ માટે વાણ જેવું બીજું કઈ પરમ સાધન નથી. આવી વાણીની જે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy