SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને જપ : ૨૪૧ આ વિશિષ્ટ શક્તિને ગીતાએ દ્રિાણિ પુરાહુરિનિદ્રશેખ્યઃ પર મન:” આ શબ્દોમાં વર્ણવી છે. અર્થાત્ બાહ્ય પદાર્થો કરતાં ઇન્દ્રિયે શ્રેષ્ઠ છે અને ઇન્દ્રિય કરતાં મને શ્રેષ્ઠ છે. આ કથનની પાછળ ભારે રહસ્ય રહેલું છે. બાહ્ય દેખાતા જગતમાં એટલે કે પદાર્થોમાં આપણને આકર્ષવાની કે વિકર્ષવાની કઈ જ ક્ષમતા સ્વભાવતઃ હોતી નથી. બાહ્ય પદાર્થો તે સદા પોતાના સ્વરૂપમાં જ અવસ્થિત હોય છે. પદાર્થ ન બંધનું કારણ છે કે ન મેક્ષનું. બંધ અને મોક્ષનું જગત આપણું નિર્માણ છે. આપણામાં તેમની ઉત્પત્તિ અને સ્થિતિ છે. ઈન્દ્રિયોના વ્યાપારમાં જ્યાં સુધી મનને સંક૯પ વિકપાત્મક સમીચીન સંગ ન થાય ત્યાં સુધી ઊઘાડી આંખે કે ઊઘાડે કાને પણ કાંઈ દેખાય કે સંભળાય નહિ. પદાર્થોમાં સારા નરસાણાની, ઈષ્ટ અનિષ્ટતાની કે આકર્ષણ વિકર્ષણની જે રાગદ્વેષાત્મક ભાવનાઓ મન જોડી રાખે છે તે જ બંધન છે. તે જ તેનું કાર્ય છે. બુદ્ધિવડે કરેલા નિશ્ચયનો અમલ કેમ કરે તેને જે સંકલ્પ-વિકલ્પાત્મક વિચાર કરે “સાપુ વિવાQારમાં મનઃ – તે મનનું કાર્ય છે. મનના જ વિવિધ પરિણમનની તે વિવિધ રચનાઓ છે. “કચવાયાંરિમા યુદ્ધિ: મનોવ્યાપારમ” – અર્થાત્ બુદ્ધિ વ્યવસાય કરનાર એટલે સારાસારને વિચાર કરી, નિશ્ચય કરનાર અને મન તે પછી વ્યવસ્થા કરનાર પ્રવર્તક ઈન્દ્રિય છે. બુદ્ધિ વ્યવસાયાત્મક અને મન વ્યાકરણાત્મક છે. એટલે જ કહ્યું છે કે “મન : પૂર્વ સમાવત'– મનથી પવિત્ર થએલું આચરણ કરવું જોઈએ. માનસિક પ્રસન્નતા, સૌમ્ય સ્વભાવ, મૌન એટલે મુનિ જેવી વૃત્તિ રાખવી, મોનિગ્રહ અને સર્વ જગતના જીવેના કલ્યાણની મંગલ કામના એ માનસ તપ છે. | મન સદા અરીસાની જેમ નિર્મળ અને સ્વચ્છ હોવું જોઈએ. અરીસો જે ચેક અને શુદ્ધ હોય તે જ તેના સંસર્ગમાં આવતાં પદાર્થોનું પ્રતિફલન પણ નિર્મળ હોય છે. અરીસે જે ધૂળ કે રજથી સંસ્કૃષ્ટ હશે તે તેમાં પ્રતિબિંબ યથાર્થ પડવાની શક્યતા નથી. મને બહુ પ્રભાવી વસ્તુ છે. આત્મામાં અપરિમિત સામર્થ્ય અને અનંત જ્ઞાન ગુણની ગરિમા હોવા છતાં, તેની ઉપર જ્યાં સુધી મનનું સામ્રાજ્ય છવાયું છે ત્યાં સુધી, આત્માની આત્યંતિક શુદ્ધતા અશકય છે. दानं, श्रुत, ध्यान तपोडर्चनादि, वृथामनो निग्रहमन्तरेण । भवेत्पर मानसमेवजन्ताः . ससारचक्र भ्रमणैक हेतुः ।। અર્થાત્ જ્યાં સુધી જીવ મનને નિગ્રહ ન કરે ત્યાં સુધી કિલષ્ટતમ કાયકલેશ કે ધમ ક્રિયાઓ પણ નિષ્ફળ જાય છે. મનનું નિયમન સંયમનું મૂળ છે, ધર્મને પામે છે, સદાચારનું સ્થાન છે. અને આત્મકલ્યાણનો માર્ગ છે. તેથી કવિ કહે છે કે, વિશિષ્ટ દાન, અસાધારણ પ્રતિભા સંપન્ન શાસ્ત્રાધ્યયન, કિલષ્ટતમ ધ્યાન, કઠેર તપશ્ચર્યા અને ભગવત્ પૂજારૂપ આ બધી સન્ક્રિયાઓ મને નિગ્રહ વગર ફળવતી બનતી નથી. મનઃ સંયમન વગરની બધી ક્રિયાઓ માત્ર કાય-કલેશ જ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy