SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ : ભેળા પાષાણ, ખેલ્યાં દ્વાર पुच्छ मते ! जहिच्छते केसिं गोयम मब्बधी । तओ केसी अणुन्नाले गोयम इणमब्बवी ॥ २१ કેશીકુમાર શ્રમણે શ્રી ગૌતમને કહ્યું: “હે મહાભાગ! હું આપને કંઈકે પૂછવા માગુ છું. આ સાંભળી શ્રી ગૌતમે કહ્યું: “ભગવન્! આપને જે પૂછવું હોય તે પૂછે. આ રીતે રજા મેળવીને કેશીકુમાર શ્રમણે શ્રી ગૌતમને આમ કહ્યું આ ઉપરથી એકબીજાને એક બીજા પર કે પૂજ્યભાવ અને કેટલે સરળતાપૂર્ણ વ્યવહાર છે તે સ્વયમેવ સ્પષ્ટ થઈ જાય છે. સમય થઈ ગયે છે તેથી વિશેષ વિસ્તારમાં ઊતરતે નથી. પણ આ બંને પ્રભુની પ્રભુતા શાસ્ત્રીય ગાથાઓમાંથી સમજાઈ જાય છે. તપ અને જન્મ વિશ્વ વંદનીય જગતપિતા ભગવાન મહાવીરની વાણી જગતના જીવોના કલ્યાણ માટે જીવનવિશુદ્ધિને પરમ મંગલ માર્ગ સૂચવે છે. શુદ્ધિ વગર સ્વરૂપનિષ્ઠા અથવા પરમાત્મભાવની ઉપલબ્ધિ સર્વથા અશકય છે. મન એ જ જગત છે. મનન કરવાની શક્તિ એ મનનો ધર્મ છે. મનઃ શુદ્ધિ કમિક રીતે આત્મશુદ્ધિની દિશાની મંગળ યાત્રાને શ્રીગણેશ છે. મનના બળ ઉપર જ આ સંસાર છે. મનને મારવાથી, મનથી વિનિર્મિત સંસાર પણ મરી જાય છે. એટલે મનની શકિતને ઓછી આંકવા જેવી તે નથી જ. આત્મશુદ્ધિને પાવન પ્રારંભ તે લકત્તર જીવનને સંસ્પર્શની કે સારાયે જીવનના રૂપાન્તરણની વાત રહી. આમ છતાં, આત્મશુદ્ધિની પૂર્વની ભૂમિકા રૂપે મનઃ શુદ્ધિ અતિ અનિવાર્ય છે. મન એક મનુષ્ઠાન કાર વા ક્ષઃ સામાન્યતયા મન જડ છે; છતાં જ્યાં સુધી આત્મા સમજણના ઘરમાં ન આવે, એટલે કે તેને સ્વરૂપપલબ્ધિ ન થાય, ત્યાં સુધી ઇન્દ્રિય ઉપર મનનું સ્વામિત્વ હોય છે. એટલે આત્મા ઉપર પણ તેનું સાર્વભૌમત્ર વર્તાતું હોય છે. TTT TT જાવંતે, તત્રા નિવારિત – એટલે ગુણે ગુણોથીજ જન્મે છે અને તેમાંજ લય પામે છે. આ ન્યાયે ઈન્દ્રિય અને મન બને ભૌતિક છે. બંને પુદ્ગલેનીક રચનાઓ છે. પદગલિક દષ્ટિએ પણ બનને સજાતીય છે, એટલે ઈન્દ્રિ અને મનને પરસ્પર આકર્ષણ રહે તે સ્વાભાવિક છે. ઈન્દ્રિયોથી મન જે વિલગ રહે, તે ઈન્દ્રિયે કાર્યકારી બની શકતી નથી. તેથી સંસારમૂલક દરેક પ્રવૃત્તિના કેન્દ્રમાં મન પ્રધાનતા ભેગવે છે. ઉપર બરાબર જ કહ્યું છે કે, મન જ સંસારનું મૂળ છે અને મન જ બદલાઈ જાય તે જ મેક્ષની મંગળ યાત્રા શક્ય બને છે. આ વિધાનથી મનની શકિતની વિશેષતા દેખાઈ આવે છે. મનનું અનિયમન અથવા અનિયંત્રિત મન સંસારમૂલક છે તે મનને સંયમ મોક્ષનું સાધતમ નિમિત્ત છે. મનની
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy