SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કારોનું પરિખળ : ૨૩૯ શકર સ્વભાવથી જલધારાથી પ્રસન્ન થનારા દેવ છે. વિષ્ણુ અલંકાર પ્રિય છે અને બ્રાહ્મણેાને લાડવા સિવાય બીજા મિષ્ટાન્ન તરફ રૂચિ હાતી નથી. તે પછી નાનાં કાણાંમાંથી એક એક ટીપુ પાણી પાડવાની ક્રિયા પાછળનું રહસ્ય શું ? તમારામાંથી કાઇ શંકરના ભકત હાય અને છતાં જો તે ન સમજાવી શકે, તેા મારે તે મારી રીતે તેના રહસ્યમાં ઊતરવા પ્રયત્ન કરવા જ રહ્યો. હું માનું છું ત્યાં સુધી, જળને એકદમ એક સામટું રેડી દેવાથી કમ સફળ થતુ નથી. ઝડપથી કરવામાં આવેલી ક્રિયાની પાછળ કશી જ અસર રહેતી નથી. ટીપેટીપે જે સતત ધાર • થાય છે, તેનું જ નામ આરાધના અને ઉપાસના છે. એક સરખા સંસ્કારની એક સરખી સતત ધારા ચાલવી જોઈએ. સંસ્કારોની દિવ્ય ધારા, શકરના જલાભિષેકની માક, સતત વહેતી રહેવી જોઇએ. આવે। અખંડ પ્રવાહ જ જીવનમાં પ્રભાવાત્પાદક અને છે. ડાકટરે આપેલા દવાના ડાઝને જો એક સામટા એક જ ક્ષણમાં લઇ લેવામાં આવે તે તે દવા લેવાનેા હેતુ પાર પડે નહિ. જેમ ક્રમિક રીતે લેવામાં આવતા ડોઝ જ શારીરિક પ્રકૃતિની વિકૃતિને દુર કરી સંસ્કૃતિના આવિર્ભાવ કરે છે, તેમ ક્રમિક અને સતત પોષાતા સંસ્કારની છાપ જ જીવન ઘડતરમાં અગત્યના ભાગ ભજવે છે. વડલા ઊભા ધનુ' મૂળ વિનય છે. ધમ તે સંસ્કારાનું મૃત સ્વરૂપ છે. માટે સંસ્કારો મેળવવા અહીંનાં વિસર્જનની અને વિનયનાં સર્જનની તૈયારી હાવી જોઇએ. વિનયમૂલક ધર્મોંમાંથી સંસ્કારરૂપ વટ વૃક્ષના આવિર્ભાવ થાય છે. મને કલકત્તાના મેટાનિકલ ગાર્ડનના એક વડલાનુ સ્મરણ થઇ આવે છે. તે વડલાની લગભગ દોઢસા શાખાએ છે. એકસો પચાસ હાય, એવા તે વડલા છે. તેનાં મૂળને શોધવું જ મુશ્કેલ થઇ પડયું છે. એક વડવાઇ જમીનમાં ધસે ત્યારે એક વડવાઇ ત્યાં ફૂટે. આ રીતે આ વડલાએ, વિષ્ણુના વામનમાંથી વિરાટ રૂપની માફક, પેાતાની વિરાટતા પ્રગટાવી છે. શાસ્ત્રકાર આ જ વાતને સમર્થિત કરતાં કહે છે કે, વિનયરૂપ મૂળ જો પુષ્ટ હશે તેા જ તેમાંથી આવિર્ભાવ પામેલુ' વૃક્ષ મોક્ષરૂપ ફળની નિષ્પત્તિ ઉપજાવી શકશે. અન્યથા વિનયરૂપ મૂળના અભાવમાં વૃક્ષ ધરાશાયી થઈ જશે. मूलाउ खंधपभवा दुमस्त खंधाउ पच्छा समुर्विति साहा । साहापसाहा विसहति पत्ता तओવૃક્ષનું મૂળ જો મજબૂત હશે તે તેમાં સ્કંધ, શાખા, પ્રશાખા, ફૂલ ફળ અને મધુર રસની નિષ્પત્તિ થશે. ધનું મૂળ વિનય છે. તે ખરાખર દૃઢ હશે, તેા તેમાંથી નિષ્પન્ન થતા ગુણા મેક્ષપદની ઉપલબ્ધિમાં અસરકારક સહાયક બનશે. કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામી અને સત્સંસ્કારાની પ્રભુતાના ધણી છે. તેમનામાં રહેલા વિનયાદિ ગુણેાની વરિષ્ઠતા તે તેમના વિનયમૂલક વ્યવહારોમાંથી જ જણાઇ આવે છે. વળી આ ગાથાઓ પણ તેમના આ ગુણ્ણાની સમ્યક્ પુષ્ટિ પણ કરી આપશે જ. पुच्छामि ते महाभाग ! केसी गोयम मब्बवी । केसिं गोयमो इणमब्बवी ॥ तओ २०
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy