SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વારા તેમજ શરીર આત્માથી આત્યંતિક ભિન્ન પર પદાર્થ છે એવી ભાવનાને ઉદય, તે જીવને જે તે પુરુષાર્થ ન કહેવાય. અનંત પદાર્થોમાં અટવાએલી પિતાની ચિત્તવૃત્તિને આત્મામાં સ્થિર બનાવવી અને આત્મા સાથે નિકટને સંબંધ ધરાવતા શરીરની સાથેના અનાદિ સંબંધને તિલાંજલિ આપી દેવી, તે એક વિશિષ્ટ તપ જ છે. અને તેથી જ કાત્સર્ગ તપની ગણત્રી આત્યંતર તપમાં છે. મેહ, મમતાદિ વિભાવે ભલે આત્મજન્ય રહ્યા પણ આત્માની સ્વભાવદશાના બોધક તે નથી જ. માટે જે આત્માને સહજ સ્વભાવ કે અવસ્થા ન હોય તેમાંથી મતિ-વ્યાપારને અટકાવી, તેને સ્વભાવ (આત્મિક ગુણો)માં સ્થાપવા એ જ વ્યુત્સર્ગ તપ છે. | ગીતાકારના તપનું તાત્પર્ય પણ પાંતજલ યુગ પ્રમાણે અરણ્યમાં જઈ શરીરની કૃશતા કરવી એવા સંકુચિત અર્થમાં મર્યાદિત નથી, પરંતુ વ્યાવહારિક જીવન અને આશ્રમ ધર્મોના નિર્વાહ પૂર્વક અનુરૂપ પવિત્રતા તેમજ કર્તવ્ય જાગૃતિ રાખી સ્વ-પરનું હિત સાધન કરવું, એ જ તપ શબ્દથી અભીષ્ટ છે. એટલે જ મન, વચન અને કાયાની પવિત્રતાને તપમાં અંતર્ભાવ કરેલ છે. તેમની દ્રષ્ટિમાં દેવ, આત્મસ, ગુરુ, વિદ્વાન, તેમજ વડીલેનું પૂજન અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસાનું આરાધન કરવું એ કાયિક તપ છે. સાધકની સાધનામાં ગુણાધિકે પરત્વેની સન્માનવૃત્તિ માનને ઉપશમમાંથી પાદુર્ભુત થાય છે. માનને ઉપશમ એ એક જાતનું તપ છે. પવિત્રતા અને સરળતા વગર ધર્મનાં બી આરોપિત થતાં નથી, એટલે સાધકને આ બન્ને ગુણે શ્રમથી મેળવ્યું કે કેળવ્યે જ છૂટકે છે. બ્રહ્મચર્ય અને અહિંસા જેમ આંતરિક વિકારોના અભાવરૂપ અધ્યાત્મગુણો છે, તેમ તે શરીર સાથે સંબંધિત શરીરના ધર્મો કે ક્રિયાઓ પણ છે. શારીરિક બ્રહ્મચર્યનું પાલન પણ આત્યંતર શુદ્ધિનું સાધકતમ કારણ છે. તે કારણે ગીતાકારે આ બધાં તપ કાયિક્તપમાં ગણાવ્યાં છે. આ બધી ક્રિયાઓ શરીર ચેષ્ટામાંથી જન્મ લે છે, એટલે આ ધર્મોનું મૂળ કારણ શરીર સંચરણ છે. શારીરિક ક્રિયાની પ્રધાનતા અને પવિત્રતા જ કાયિક તપ છે. આપણું હૃદયમાં પ્રભુના નામને જાપ જે અવિરત ચાલ્યા કરશે તે પછી દેશે દૂર થઈ જશે, પાપ નાસી જશે અને દુષ્કર્મોનું અંધારું હટી જશે. ભકતો તે સદા એમ જ કહે છે કે રામના નામ આગળ ટકી શકે એવું ધીંગું કે દાંડ પાપ જ કયાં છે ? વળી આગળ કહે છે કે, તારાથી થાય તેટલાં પાપ કર, તને સદર પરવાનગી છે; પરંતુ રામનામનું અને તારા પાપનું એકવાર તું ધીંગાણું થાવા દેજે ! રામના નામમાં આ જન્મમાં તે શું, અનંત જન્મના પાપ એક જ ક્ષણમાં બાળીને ખાક કરવાનું સામર્થ્ય છે ! રાત્રિના ભયંકર અને અનંત અંધારાને કઈ ઉલેચવા પ્રયત્ન કરે, અથવા તેની સાથે કુસ્તીએ ચઢે, તે તેથી અંધારાનું કંઈ જવાનું નથી; હજારે પ્રયત્નો પછી પણ અંધારું તો જેમ છે તેમજ રહેવાનું છે. તેને દૂર કરવાનો કે હઠાવવાનો
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy