SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કારોનું પરિબળ : ૨૩૭ જીવનની કમાણી થઈ ગણાય. મરતી વખતે પિતા, પુત્ર, માતા કે સ્ત્રી અથવા સંતાનોની સ્મૃતિ સતાવવા માંડે તે સ્વજને વિષેના સંસ્કારની ઊંડી છાપની સાબિતી થઈ. બાકીના જે અસંખ્ય કર્મો અને જ્ઞાન હતાં તે બધાં ગૌણ થઈ ગયાં. - ગણિત શાસ્ત્રમાં અપૂર્ણાંકના દાખલાઓ તે તમે ભણ્યા હશે. આ દાખલાઓના આંકડાઓ એવા તે મોટા અને અટપટા હોય છે કે, અપૂર્ણાંકથી અપરિચિત માણસ તે આ દાખલાઓને જોઈને જ ગભરાઈ જાય. તેને સ્પર્શવા પણ તે પ્રયત્ન ન કરે. પરંતુ ગણિતમાં રસ ધરાવતા બાળકને ખબર હોય છે કે, આ તો માત્ર આંકડાની માયાજાળ છે. આ દેખાતા મોટા મોટા આંકડાઓને સંક્ષિપ્ત અને સંક્ષિપ્તતમ બનાવતાં જઈએ, તે છેવટમાં જવાબ એક અથવા બે આંકડાને બહુ જ ના આવે. એ જ રીતે જીવનમાં સંસ્કારના અનેક આંકડાઓ રહી અથવા ઓછા પ્રભાવી બની, સૂર્યના પ્રકાશમાં જેમ તારાઓ છુપાઈ જાય છે તેમ જોરાવર અને કદાવર સંસ્કારના અસરકારક પ્રભાવમાં નબળી ક્રિયાઓ અને જ્ઞાનના સંસ્કાર પ્રાયઃ છુપાય જાય છે. આવા જ્ઞાન અને ક્રિયાઓની અસર નહિવત્ બની જાય છે. જીવનની અંતિમ નિષ્પત્તિ મીઠી અને સુવાસિત નીવડે તે માટે જીવનની અમુક જ ક્ષણો કામ નથી આવતી, પરંતુ આખા જીવનની મહેનત તે દિશા માટેની હોય, તો જ મૃત્યુની ક્ષણમાં ઇચ્છિત નિષ્પત્તિ ક્રિયાન્વિત થતી જણાય છે. આપણે ઈચ્છતા હોઈએ કે મારા મૃત્યુ સમયે અમુક જ સંસ્કારે ઉપર તરી આવે, તે તે ઈચ્છિત સંસ્કારને કેન્દ્રમાં રાખી, તે સંસ્કારની પરિપુષ્ટિ માટે, આખા જીવનને પ્રવાહને સંસ્કાર મૂલક બનાવવા નિતાંત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. જે વાતનો અભ્યાસ રાત અને દિવસ ચાલુ રહેતું હોય તેની પ્રબળતમ અસર મન અને પ્રાણે ઉપર થયા વગર રહેતી નથી. પાપમાં સતત પરોવાયેલા મનને મૃત્યુની અંતિમ ક્ષણમાં પણ પ્રભુનાં નામનું સ્મરણ થતું નથી. કામની સાથે જે રામનું નામ રમતું હશે અને દરેક કામમાં રામનું અસ્તિત્વ અનુભવાતું હશે, તે જ મૃત્યુની ક્ષણે રામનું નામ અચૂક યાદ આવશે. અન્યથા ફેફાંજ ખાંડવાનાં રહ્યાં. સારા સંસ્કારને સતત આગ્રહ રાખી, તેને કેળવવા સતત પ્રયત્ન કર જોઈએ. સારા સંસ્કાર માત્ર ઉપરની સપાટી સુધી જ અસર નથી કરતા, પરંતુ પ્રાણેને પણ તે આંદલિત કરે છે, પ્રાણને જગાડે છે. માટે સારા સંસ્કારની કેળવણીની સતત કાળજી અનિવાર્યતઃ જરૂરી છે. વહેલા ઊઠવાથી શું લાભ ? મોડા ઊઠીએ તે શી હાનિ ? એવી ખોટી ગડમથલમાં પડવાને જે નિરર્થક પ્રયત્ન કર્યો તે, મન એકદમ કહ્યા બહાર થઈ જશે. મન ઉપરનું આપણું નિયંત્રણ ચાલ્યું હશે, અને મન અણછાજતી છૂટ લેવા મંડી જશે અને છેવટે તેનું પરિણામ તે આપણને જ છેતરનારૂં નીવડશે. સંસ્કૃતમાં એક કવિએ એક નાનકડી પરંતુ અસરકારક વાત તરફ સૌનું લક્ષ્ય ખેંચ્યું છે. તદ્દનુસાર– ક્ષણ વાવ, વિમર્થગ્ન ચિત્તત ! क्षणत्यागे कुतो विद्या कणत्यागे कुतो धनम् ।।
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy