SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર મૃત્યુના બેભાન કાળમાં ત્યાં જ મૂકી આવે છે. મૃત્યુની અંતિમ ક્ષણ સુધી જાગૃત રહેનાર, પિતાના મૃત્યુને બીજાનાં મૃત્યુની જેમ સાક્ષાત્ જેનાર, પિતાના મૃત્યુને સાક્ષી થઈ શકનાર, વિરલ જ્ઞાતા, દષ્ટા આત્મા મૃત્યુના સમયે સતત સાવધાન, પ્રસન્નચિત્ત, અને જાગૃત હોય છે. એવી વિરલ વ્યકિતને પિતાનાં પૂર્વ ભવનાં સંસ્મરણે સ્મૃતિગોચર થાય ખરાં, પરંતુ એવા આત્માઓ તે અબજેમાં કઈ એકાદ બે, ગણ્યા ગાંઠયા જ હોય. એવી એકાદ બે વ્યકિતની ઉપસ્થિતિ અપવાદ રૂપેજ સ્વીકારી શકાય. તે નિયમ બની શકે નહિ. એટલે જ આપણે જેવા સામાન્ય કેટિના અને તે પૂર્વભવ હતું કે કેમ, તે વિષે પણ શંકા ઉદ્ભવતી હોય છે. નિષ્કર્ષ એ છે કે, પૂર્વભવની વાત પણ વધારે પડતી છે. આપણે આપણા આ જન્મને જ જરા સૂદ્ધમતાપૂર્વક વિચાર કરીએ, તે પણ જણાઈ આવશે કે, જેટલી ક્રિયાઓ આપણી સ્મૃતિમાં આપણને સંગ્રહીત થઈ છે તેટલી જ ક્રિયાઓ કરી આપણે બેસી ગયેલાં હોઈએ એમ નથી રહેતું. આપણને જેટલી ક્રિયાઓ યાદ છે, અથવા તેની જાગૃત સ્મૃતિ છે તે કરતાં પણ ઘણી વધારે ક્રિયાઓ આપણે કરી હોય છે, વધારે જ્ઞાન પણ મેળવ્યાં છે. પરંતુ તે બધામાંથી મોટા ભાગની ક્રિયાઓ અને જ્ઞાને, કશા જ સંસ્કારે મૂક્યા વગર જ મરી પરવાર્યા હોય છે. બહુજ ઓછી ક્રિયાઓ કે જ્ઞાનના સંસ્કારની છાપ આપણું જીવન ઉપર અંક્તિ થાય છે. પ્રતિ દિવસની ક્રિયાઓને જ હિસાબ તૈયાર કરવા પ્રયત્ન કરીએ અને દિવસમાં આચરેલી તે બધી ક્રિયાઓને રાત્રિમાં સંભાળપૂર્વક સ્મૃતિને વિષય બનાવીએ, તે પણ દિવસની બધી ક્રિયાઓ યાદ આવે જ એ ચેકક્રસ નથી. જે ક્રિયાઓ બહાર તરી આવનારી હોય છે તે જ પ્રાયઃ દષ્ટિ સામે રહે છે. બહાર તરી આવતી પ્રભાવી ક્રિયાઓની અસર ઉપજાવનારી મેટી મેટી વાતના સંસ્કારની છાપ જ મનમાં ઊંડી ઊતરી જાય છે. પ્રત્યેક દિવસના આવા સંસ્કારને લઇ, જે અઠવાડિયા પછી તારણ કાઢીશું, તે એમાંથી પણ કેટલીયે વાતે સરી જતી હોય છે અને અઠવાડિયા દરમિયાનની ડી બહાર તરી આવતી મોટી મોટી વાતે જ બાકી રહી જાય છે. જેમ સમય ગાળે લાંબે થતો જાય છે, તેમ ક્રિયાઓ અને જ્ઞાનેની સંખ્યામાં પણ અસાધારણ વૃદ્ધિ થતી જાય છે. પરંતુ મનની પાસે સંસ્કારધન ગણી શકાય એવી સિલક બહુ નજીવી બાકી રહેલી હોય છે. કિયાએ અને જ્ઞાને જેટલી ઝડપથી આવ્યાં, તેટલી જ ઝડપે વિલય પણ પામે છે અને અવશિષ્ટ પાંચ દસ દઢ સંસ્કારે જ સંસ્કાર સંપત્તિરૂપે અવસ્થિત રહે છે. અનેક સંસ્કારોના સરવાળા બાદબાકી કરતાં કંઈક જ તદ્દન ચોકખીચટ અને માપસરની સિલક બાકી રહે છે. જેમ વેપારી કરેડની ખરીદી અને વેંચાણ કરે છે, પરંતુ છેવટે સરવૈયામાં જે વધે તે તેની મૂડી ગણાય છે તેમજ એટલી મહેનત અને કરોડોની ઉથલપાથલ પછી પણ જે કંઈ ન વધે, તે તેની છાતી બેસી જાય છે. આ જ રીતે જીવનના સરવાળા અને બાદબાકીની પણ આવી જ કંઈક પ્રક્રિયા છે. મૃત્યુની અંતિમ ક્ષણે જે માણસની વૃત્તિ ખાવાની વસ્તુ પર અટવાઈ ગઈ તે જીવનનાં સરવૈયામાં સ્વાદના સંસ્કાર બલવત્તર થઈ ઉપસી આવે છે. અન્નની વાસના તેના આખા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy