SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કારોનું પરિબળ મનુષ્ય જાણ્યે અજાણ્યે પ્રતિ ક્ષણ સક્રિય હોય છે. ગણ ગણાય નહિ એટલી ક્રિયાઓ જીવ સતત કર્યા જ કરે છે. તેને કઈ હિસાબ રાખવા પ્રયત્ન કરે છે તેમાં તેને નિષ્ફળતા જ સાંપડે. સૂકમ ક્રિયાઓને કઈ પાર જ હેતું નથી. એટલે સૂક્ષ્મ ક્રિયાઓની વાત એક બાજુ મૂકીએ અને સ્થૂલ ક્રિયાઓના હિસાબ તરફ દષ્ટિપાત કરીએ તે પણ તે બધી ક્રિયાઓને સાચે મેળ મેળવો મુશ્કેલ થઈ જાય છે. રોજની ક્રિયાઓમાં પણ ખાવું, પીવું, ઊંઘવું, બેસવું, ફરવું, કરી કરવી, લખવું, બેલવું, વાંચવું વગેરે સ્થૂલ કિયા તે સૌની જાણીતી છે. આ ઉપરાંત શેખચલ્લીના હવાઈ વિચારોથી પણ માણસ મુક્ત નથી. દરેકની જુદી જુદી અનેકરંગી અને વિવિધલક્ષી મહત્વાકાંક્ષાઓ હોય છે. તેના અગણિત પ્રકારે છે. સહુના માનસિક સ્વપ્નાઓ પણ સરખાં હતાં નથી. દરેક વ્યક્તિનાં માનસિક સ્વપ્નાઓ સ્વપ્નની જેમ પ્રતિ ક્ષણ બદલતાં રહે છે. અમાયા-માયા, રાગ-દ્વેષ, માન-અપમાન, પ્રેમ-ઘણા સુખ અને દુઃખના વિવિધરંગે જુદા જુદા પરિવેષમાં જુદી જુદી રીતે જોવા મળે છે. આ બધી ક્રિયાઓ જીવન ઉપર સંસ્કારની એક આછી, પાતળી, જાડી અને અટલ છાપ અથવા રેખા અંકિત કરે છે “શા યા વિજયા તા તા ૮થતી” એટલે ક્રિયાઓ વય નથી. દરેક ક્રિયા પિતાપિતાની ફલશ્રુતિ અને નિષ્પત્તિનું નિર્માણ કરે જ છે. આપણું આખું જીવન ખરી રીતે આપણે કરેલી વિવિધરંગી ક્રિયાઓના સરવાળા રૂપેજ છે. સંસ્કારો બધાજ સબળા દેતા નથી તેમજ બધા નબળા પણ હેતા નથી. જીવન સબળા અને નબળા સંસ્કારોને એક કષાગાર છે. આપણે બહુ દૂરની દેટ હમણાં મૂકી દઈએ, દીર્ઘકાલીન અતીતના ઇતિહાસમાં દષ્ટિપાત કરવાની વાત એક બાજુ મૂકીએ અને વિચારીએ તે આપણું બાળપણ જ આપણને સ્મૃતિગેચર છે ખરું? તિણુતમ મેઘાશકિત અને પારદર્શી પ્રજ્ઞાશકિત ધરાવતી વ્યકિતને પણ પિતાના બાલ્યકાલીન સંસ્કાર કે ક્રિયાઓની સમૃતિ ભાગ્યે જ હોય છે. કદાચ હોય તે પણ તે સ્મૃતિ એટલી બધી અધૂરી, અપૂર્ણ અને અસ્પષ્ટ હોય છે કે, તેને સ્મૃતિ તરીકે સ્વીકારવામાં પણ આપણે તૈયાર નથી હોતાં. મને વૈજ્ઞાનિકે કહે છે કે, સ્મૃતિને વધારેમાં વધારે સતેજ કરવામાં આવે તે પણ તે ભાગ્યે જ ત્રણ ચાર વર્ષની ઉમરની પહેલાંના કાળમાં ડેકિયું કરી શકે છે, અને ચાર વર્ષની ઉપરની ઉમરના સંસ્મરણો પણ બહુ ચમક્તાં કે તાજાં હતાં નથી. જેમ પાટીનું લખાણ ભૂંસાઈ જાય છે તેમ બચપણની યાદિએ માનવીય માનસની સ્મૃતિમાંથી ભૂંસાઈ જાય છે. જ્યારે વર્તમાનકાલીન આ જીવનની, એટલે કે પાંચ પચ્ચીસ વર્ષ પહેલાંની ક્રિયાઓ વિષેની સ્મૃતિની પણ જયારે આ સ્થિતિ છે ત્યારે પૂર્વભવના સંસ્કારોના સંસ્મરણોની વાત કરવી એ જ અસ્થાને છે. પૂર્વ જન્મના સંસ્કારો તે છેક ભૂંસાઈ ગયા હોય છે. પ્રાયઃ જીવ તે ભવની સ્મૃતિ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy