SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર અને મમતા, નાનકડા રાક્ષસનું શરીર બનાવી, વાસ કરીને પડી હેાય છે. એટલે સંસારથી નાસવાના આપણા પ્રયત્નમાં પણ સંસારના જ પડછાયાની આપણને એથ મળે છે. સંસાર પ્રાયઃ છૂટત નથી. આ રીતે સંસાર સતત આપણી પાછળ જ પડયા છે. આપણે આપણી જાત ઉપર ચાહે તેટલા નિયંત્રણા અને નિયમના મૂકીએ, છતાં નિયમનેા અને નિયત્રાની આધીનતામાં પણ સંસાર પોતાની જગ્યા, પોતાનું સ્થાન, સુરક્ષિત મનાવી લે છે. માણસ ઘર છેોડી મદિરમાં જાય, ધન છોડી ધનો આશ્રય લે, પદ્મા મૂલક મમતાના ત્યાગ કરી પરમાત્માની ભકિત તરફ વળે, પરંતુ એ બધી મનની ચાલાકી છે. મન એકમાંથી કંટાળી બીજાને આશ્રય અવશ્ય શોધે છે પરંતુ તેમ કરતાં તે મરી જતું નથી. ન મરવા માટેના જ તેના આ બધા મરણિયા પ્રયાસો છે. અનેક જાતની ઊથલપાથલા, ઝ ંઝટો અને નકામી પીડાઓના લાંબે વિસ્તાર ઘટાડી, ભલે તે આશ્રમના આશ્રય શાધે, પરંતુ આશ્રમમાં પણ અનેક ધમાલા અને ઊથલપાથલા ઊભી થાય તેવું વાતાવરણ સર્જવામાં મન કશી જ કમી રાખવાનુ નથી. મનના તે સ્વભાવ છે. મનને માર્યા વગર સર્વોત્તમ સત્તા હાથમાં આવે તે પશુ તે નકામી છે. મન મરી ગયા પછી જ તે સવેાત્તમ સત્તા બંધનરૂપ થતી નથી. આખું જગત તે મનના વિસ્તાર છે. સંસારની મૂળભૂત ગંગોત્રી મન છે. મનને સ ંકેલવાની સાથે સંસાર સ'કેલાઈ જાય છે. મન અને સંસાર એમ બે ભિન્ન શબ્દો ભલે રહ્યા, હકીકતે તે અને એક જ છે સંસારને નાના કરવા છતાં સંસારનુ મૂળ જે મન છે, તેને મારવાના પ્રયત્ન ન કર્યાં, તે તે નાના સંસારમાં પણ અનેક ઝઘડા ઊભા થયા જ કરવાના. આ નાના બનાવેલે સંસાર પણ એક દિવસ ખારી થઇ જશે. આપણને એમ જ થઇ જશે કે મારે આવા સંસાર ન જોઇએ. સ્વધર્મનાં આચરણ કરવા માત્રથી કે યમનિયમનાં પાલનથી, વ્રતાદિ અનુષ્ઠાન કરવા માત્રથી કે કઠોર દૈહિક અનાચારા (કઠણ ક્રિયા)થી અથવા તે। કના પસારા ઘટાડી નાખવા માત્રથી અનાસકિત કેળવાતી નથી કે બ્યામેાહ બુદ્ધિ આમૂલ વિલય પામતી નથી. અનાસકિત કેળવવા મનેામય પ્રયત્ના અપેક્ષિત છે. આ સત્યને સમજવા એક નાનકડા દાખલા પર્યાપ્ત થઈ પડશે. આપણે આપણા તાકાની બાળકથી કેટલીક વાર કંટાળી જતાં હાઈએ છીએ. બાળકના જીવનને ઘડવાની કળાની સાધારણ આવડત પણ કેટલાક માબાપા પાસે હાતી નથી. બાળકો તેમને માટે માથાના દુઃખાવા જેવા થઇ ગયાં હાય છે. એક તરફ ખાળા તરફની સહજ મમતા માબાપનાં હૃદયમાં હોય છે ત્યારે બીજી તરફથી તેમનાં માઝા મૂકતાં તોફાના ભારે કંટાળો આપે છે. આવાં બાળકોને પોતાની પાસેથી દૂર ખસેડવા સિવાય, માબાપ પાસે બીજો વિકલ્પ ભાગ્યે જ રહે છે. કોઇ સારા ગણાતા છાત્રાલયમાં તેઓ પોતાના બાળકને મૂકી દે છે. તેમને એ રીતે સુધારવાના તે સાષ અનુભવે છે. પોતાની નજરથી દૂર ગયેલાં બાળકો જે કાંઈ કરતા હાય છે, તે માખાપ પ્રત્યક્ષ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy