SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર સાગરને તીર : રર૧ ન જોતાં હોવાથી તેની કશી જ પ્રત્યક્ષ અસર તેમનાં માનસ પર થતી નથી. એટલે તેઓ ભારે નિશ્ચિતતા અનુભવતા હોય છે. બાળક પણ છાત્રાલયના ગમતા કે અણગમતા નિયંત્રણને, ઇચ્છાઓ કે અનિચછાએ, સ્વીકાર કે અસ્વીકારની વૃત્તિથી, સ્વીકાર કે અસ્વીકાર વચ્ચે ઝૂલતે હોય છે. ત્યાં તેને ફરજિયાત વહેલી સવારે ઊઠવું પડે છે. સામાયિક અથવા સંધ્યા વંદન કરવું પડે છે. ચાને પ્રતિબંધ હોય એટલે ચા પીવા મળતી નથી. કસરત પણ ફરજિયાત હોય એટલે કસરત પણ ફરજિયાત કરવી પડે છે. પરંતુ જ્યારે રજાઓ પડે છે અને છાત્રાલયને છોડી તે ઘેર આવે છે, ત્યારે છાત્રાલયના આખા વર્ષ સુધી પાળેલા નિયમેની તેનાં જીવન ઉપર કશી જ અસર દેખાતી નથી. ઘેર આવતાંવેંત વહેલા ઊઠવાનું તે ભૂલી જાય છે. સામાયિક કે સંધ્યા વંદનની તે વાત જ કરતું નથી. સામાયિકાદિ નિયમને તે સાવ તે કેરે મૂકી દે છે. કસરતને કેરે મૂકી દે છે. ચા પીવાની તે જાણે તેની હંમેશની ટેવ હોય તેમ ઊઠતાંવેંત તે પીવા લાગે છે. જેમનાં બાળકે છાત્રાલયમાં ભણતાં હશે, તેમને આવો અનુભવ અવશ્ય થતે જ હશે. કારણ માણસ કંઈ માટીને પિંડે નથી. કુંભાર માટીના પિંડાને જે આકાર આપવા માંગે તે આપી શકે છે. ત્યારે બાળકને માટે તે જે ઘાટ તેનાં મનને તમે આપવા ઇચ્છતા હો તે પ્રથમ તે તેના મનમાં ઊતરે જોઈએ. તમે ઈચ્છતાં હું એ વાત જે બાળકના મનમાં ઊતરે નહિ, અને પરાણે તેના પર તમારા વિચારે લાદવા જશે તે છેડે વખત ભલે તે તમારા કહ્યા પ્રમાણે કરશે, પરંતુ આગળ જતાં, તે પરાણે લાદવામાં આવેલા તમારા વિચારોના પ્રત્યાઘાતે તેના માનસ પર પડયા વગર રહેશે નહિ. માટે જ સર્વ પ્રથમ માનસિક સહકારની અગત્યની જરૂર હોય છે. પ્રાયઃ આપણાં બધાંનું મન ખાબોચિયાનાં પાણી જેવું હોય છે. ખાબોચિયાનું પાણી ઉપરથી ભારે શાંત, સ્વચ્છ, અને નિર્મળ દેખાય છે, પરંતુ ભૂલેચૂકે પણ જે એક પથરે અંદર નખાઈ ગયે, તે ખાબોચિયાનું અસલી સ્વરૂપ તરત જ પ્રગટ થયા વગર રહેશે નહિ. ખાબોચિયાના ગંદવાડને પ્રગટ કરવા માટે બીજા કશા જ સાધનની જરૂર નહિ રહે. ખાચિયાને ગંદવાડ જે અંદર સમાયેલું હતું, તે તરત જ પિતાનાં નગ્નસ્વરૂપે પ્રગટ થઈ જાય છે. આજ સુધી આપણાં મને પણ ઘણે કચરો અને ઉકરડો સંઘરેલ છે. મનના અંતઃ સરેવરમાં છૂપાએલી આ ગંદકી, બહારની વસ્તુઓ સાથે સંબંધમાં આવતાં જ અભિવ્યક્ત થયા વગર રહેતી નથી. કોઈ આપણને કટુ શબ્દ કહે કે આપણું ક્રોધને પારે તરત જ અણધારી રીતે ઉપર ચઢી જાય છે. ક્રોધ શું બહારથી આવે છે? બહારના આ શબ્દોએ તે માત્ર આપણામાં પ્રચ્છન્ન રૂપે રહેલી આ ગંદકીને બહાર કાઢવા માટેના એક નિમિત્તની જ ગરજ સારી છે. ક્રોધનાં મૂળ જે મનમાંથી સદંતર ભૂંસાઈ ગયાં હોય, મનમાં તેના કશા જ અવશેષે ન રહ્યાં હોય તે ગમે તેવા સંજોગે ઉપસ્થિત થાય તે પણ ક્રોધને આવિર્ભાવ પામવાને પ્રસંગ આવતું નથી. ભગવાન શ્રી મહાવીર સ્વામી'ઉપર ગોશાલકે તેજલેશ્યા છોડી. તે જેલેશ્યા છેડનાર ગોશાલક કરતાં
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy