SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર સાગરને તીર : ૨૧૯ એક યા બીજા રૂપમાં અશાંતિ અને અસમાધિ તે ઊભી જ છે. એટલે આ સ્થાનને છોડી જ્યાં એકાંત શાંતિ અને શૂન્યતા હોય ત્યાં હું ચાલ્યો જાઉં. આમ તેણે વિચાર તે કર્યો, પણ તે ભૂલી ગયો કે, સંસારનો સંબંધ કેઈ સ્થાન, વસ્તુ કે વ્યકિત સાથે નથી. સંસાર પિતાનાં જ મનની રચના છે. જ્યાં સુધી મન સક્રિય છે ત્યાં સુધી ગમે તે ઠેકાણે તે પિતાનો સંસાર અવશ્ય ઊભું કરી લેવાનું છે. મનના અભાવમાં સંસારને અભાવ છે. મન પિતાને જીવતું રાખવા માટે ઠેઠ સુધીના મરણિયા પ્રયાસ કર્યા જ કરવાનું અને જ્યાં સુધી મન એક યા બીજા વસ્તુને આશ્રય લઈ જીવતું રહેશે ત્યાં સુધી ગમે તેટલાં પરિવર્તન પછી પણ સંસાર પોતાનાં સ્વરૂપમાં યથાવત્ આવીને ઊભે જ રહેવાને. ઘણી વખત માણસે સંસારની ભીડને અશાંતિનું મૂળ માની એકાંત ગુફાને આશ્રય લે છે. સ્થાનના પરિવર્તનથી પિતાને શાંતિ અને સમાધિનાં દર્શન થશે, અને સંસારના ભયે વિલય પામશે, એમ માની મનનાં પરિવર્તન માટે તે કશે જ શ્રમ કરતું નથી. પરિણામે એકાંત ગુફાના નિર્જન નિવાસમાં પણ તેની વેંતભરની કેપીનમાં સંસાર ભારોભાર ભરાય જાય છે. નાનકડી એવી લંગોટી પણ તેની માયામમતાનું સર્વસ્વ થઈ બેસે છે. જેમ રૂપિયાની એક નાનકડી નેટમાં, ચેકના કે ડ્રાફટના સામાન્ય દેખાતા કાગળમાં, હજારે રૂપિયા ભરેલા હોય છે તેમ નાનકડી લંગેટીમાં પણ કેન્દ્રીભૂત બનેલી પાર વગરની મમતા ભરેલી હોય છે. વિસ્તારને સંકેચવાથી કે ફેલાવાને ટૂંકાવવા માત્રથી સંસાર નાને કે ઓછો થઈ જતું નથી. દસ ત્રીસાંશ કહે કે એક તૃતિયાંશ, કહેવા પ્રકાર ભલે જુદે છે, પણ વાસ્તવમાં બંને એક જ છે. ઘર અને વનના અવલંબનથી સંસાર અને તેના અભાવને કઈ સંબંધ નથી. સંસારને સંબંધ સ્થળને બદલે આસકિત અને મમતા સાથે હોય છે. આસકિતના અભાવમાં ઘર પણ વન છે અને મમતાના સદુભાવમાં વન પણ ઘર બની જાય છે. એવું પણ બને છે કે, હિમાલયની શાંત પ્રશાંત ગુફાને આશ્રય લેનાર કહેવાતે સંન્યાસી સંસારથી ભલે હજાર ગાઉ દૂર ચાલ્યા ગયે હેય, છતાં તેનાં માનસમાં જગતમાં ઘટતી ઘટનાઓની અસર હલચલ ઉપજાવ્યા વગર રહેતી નથી. બીજાના યશ અને અપયશને સાંભળી તેની સારી નરસી અસરથી તે મુક્ત રહી શકતો નથી. સંસારથી તે દૂર ગયો હોવા છતાં સંસારમાં ઘટતી ઘટનાઓના પ્રત્યાઘાતો તેના માનસમાં જે સ્પંદને ઊભાં કરશે, તેનાથી તે પ્રભાવિત થયા વગર રહેશે નહિ. પુરાણોમાં વાર્તા છે કે, રાક્ષસો પાસે એવી એવી તે ઘણી વિદ્યાઓ હતી કે જેથી તેઓ કયારેક મોટા શરીરમાંથી નાનું શરીર બનાવી લેતા અને કયારેક નાનાં શરીરમાંથી મોટું શરીર બનાવી લેતા. આમ ભલે શરીર નાનું હોય કે મેટું, આખરે તો તે રાક્ષસ જ છે. તેમ કુટુંબ પરિવારના વિસ્તારને સંકેચી, ઘરની મમતાને છેડી, વિસ્તારને ઘટાડી, સંસારને ટૂંક કરવા આપણે ભલે પ્રયત્ન કરીએ, પણ તે સંકેચાએલા વિસ્તારમાં પણ વિસ્તૃત જગતની વિસ્તૃત માયા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy