SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર આ મહામુનિઓને સૂર્ય અને ચંદ્ર કરતાં કરેડે સૂર્યોને આંતરિક દિવ્ય પ્રકાશ ઉપલબ્ધ છે. પરંતુ તે બધાને, અંતે તે શબ્દોના માધ્યમથી જ અભિવ્યક્ત કરી શકાય. શબ્દો તે માત્ર વસ્તુ સ્થિતિને બતાવવા સંબંધેના સામાન્ય સંકેતને જ નિર્દેશ કરી શકે છે. અંતતિના દિવ્ય પ્રકાશની સાક્ષાત્ અનુભૂતિ સિવાય આ સત્યના જીવંત દર્શન થઈ શકતાં નથી. આ બંને મહાપ્રભુએ પિતાની દિવ્ય ચેતનામાંથી જે જ્ઞાનગંગેત્રી પ્રવાહિત કરશે તેના ભાવે અવસરે. સંસાર સાગરને તીર સંસાર ભયાનક છે. આ સત્ય તરફ વખતે વખત બધા શાએ યથાયોગ્ય સંકેત કર્યા છે. જ્યારે નેમિનાથ ભગવાન તેણેથી પરણ્યા વગર પાછા ફરે છે અને રાજેસતી પણ બીજા કોઈ સાથે વિવાહ કરવાને બદલે, દીક્ષાને સંકલ્પ કરે છે ત્યારે શ્રીકૃષ્ણ તેને આશીર્વાદ આપતાં સંસારની ભયાનક્તાને ખ્યાલ આપતાં કહે છે “સંસાર ના ઘરે તરફ હું ” આ સંસાર ભયંકર સાગર સમાન છે. હે કેચે ! આ સંસારસમુદ્રને તું સત્વર તરી જા.” સંસારને આ રીતે સમુદ્ર સાથે સરખાવવામાં ભારે રહસ્ય રહેલાં છે. સમુદ્રમાં પણ ચારે કેર જ્યાં નજર નાખે ત્યાં પાણી સિવાય ભાગ્યે જ કશું જોવા મળે છે. સંસારની પણ બરાબર સમુદ્ર જેવી જ સ્થિતિ છે. જેમ સમુદ્ર ક્યાંય પાણીથી શૂન્ય નથી તેમ તમે ગમે ત્યાં જાઓ, બધે જ સંસાર ભરેલ છે. કહેવાતા જગતને આશ્રય છેડી કઈ જંગલમાં ચાલ્યા જાય, તે ત્યાં પણ પડછાયાની માફક સંસાર તેની પાછળ પાછળ દોડતે જ આવવાને. આ પ્રસંગે એક નાનકડી કથા યાદ આવે છે. એક દિવસ એક માણસ પોતાના ઘરની રજ બજની જંજાળથી કંટાળી ગયે. ઘરમાં રજને જ કઈને કઈ ચીજની માંગણી ઊભી જ હેય. કેઈક દિવસ પત્નીને સ્વભાવ અનુકૂળ ન આવે, તે કેઈક દિવસ છોકરાઓ કંટાળે આપતાં હોય. પરિણામે ઘરનું વાતાવરણ તેને મૂંઝવણભર્યું લાગવા માંડયું. અને એક દિવસ ઘરને છે તે સંન્યાસી થઈ ગયો. સંન્યાસ લીધા પછી તે એક આશ્રમમાં રહેવા લાગ્યા. ત્યાં પણ માણસની કતાર એક યા બીજા બહાને તેની પાસે આવવા લાગી. કે પુત્ર પ્રાપ્તિને માટે મંત્ર તંત્ર કે દોરાધાગાની શેધમાં તેની પાસે આવતા તે કઈ ધનપ્રાપ્તિને માટે લક્ષમીજીને પ્રસન્ન કરવાના ઉપાયે શેધવાના હેતુથી તેની પાસે આવવા લાગ્યા. જેટલાં માણસો તેટલાં જ તેમનાં જુદાં જુદાં દુઃખો હતાં. કઈ માનસિક દુઃખથી સંતપ્ત હતું, તે કઈ શારીરિક દુઃખથી પીડિત હતું. તે વિચારવા લાગ્યા કે, આવી મૂંઝવણથી કંટાળીને તે હું સંન્યાસ સ્વીકારી આશ્રમમાં આવ્યું, અને અહીં પણ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy