SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ સુખ કે નરકના દુઃખો સ્પર્શ કરી શકતા નથી. માયાવી સંસારની અનેક અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓમાં ડુબેલ હોવા છતાં આત્મા તેનાથી અલિપ્ત રહી શકે છે, અને આવી સ્થિતિ નિર્જરા થવામાં અલૌકિક સહાય આપે છે. અને તેથી જ બહુ પુણ્યના પ્રતાપે પ્રાપ્ત થયેલ માનવદેહ એળે ન જાય અને આત્માનું સત્ય સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે પુરુષાથી મુમુક્ષુ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા અહર્નિશ કર્તવ્યશીલ બને, તેવી પાવક પ્રેરણા એ આ ખંડની મહત્તા છે. સંપદા એ વિપદા છે, એ સત્ય સમજવું કેટલું બધું કઠીન છે. “સૌને એ અનુભવ છે અને છતાંય તત્કાલીન લાભ, સુખ, સગવડ, ઈત્યાદિ બાબતમાં મેહગ્રસ્ત બની જીવને સંપત્તિ પ્રાપ્ત કરવાની પળોજણ લાગુ પડેલી હોય છે. રાજા શ્રેણિકના સામ્રાજય સામે પોતાના સામાયિકની બદલીને નકારનાર પૂણિયા શ્રાવક અને જ્ઞાનવલ્કમય કે જેણે પિતાની બે પત્નીએ વચ્ચે સંપત્તિ વેંચવાની દરખાસ્ત કરી અને તે દરખાસ્ત એક પનીએ સ્વીકારી પરંતુ જે બીજી સુજ્ઞ પત્નીએ નકારી–આ બે દષ્ટાંતે સુજ્ઞ મુમુક્ષુ છે માટે અત્યંત ચિંતન પ્રેરક છે. તે પછી સાધુ પુરૂષની શી સંપદા હશે ? બ્રહ્મચર્ય. પરંતુ બ્રહ્મચર્ય એટલે શું ? માનવ અને પશુઓમાં પડેલી કામવાસનાને જ માત્ર બ્રહ્મચર્ય સાથે સંબંધ હશે કે તેના વિશાળ અર્થમાં અન્ય બાબતે પણ અભિપ્રેત હશે ? પૂ. મહારાજ સાહેબના શબ્દમાં વિચારીએ તે બ્રહ્મચર્યને અર્થ એ થાય છે કે બ્રહ્મ જેવી ચર્યા, એવી જ રીતે જીવવું કે જાણે પરમાત્માજ જીવી રહ્યા છે. બ્રહ્મચારીના જ સ્વરુપમાંજ પરમાત્માની બધી ચર્યાના દર્શન કરી શકાય. તેનું બોલવું, ચાલવું અને દરેક ક્રિયા પરમાત્માની સાક્ષી પૂરે એવાં હોય છે. “કેવા વિરાટ અર્થમાં બ્રહ્મચર્યનું પૂર્ણ સ્વરુપ સમાયેલું રહે છે ? કેટલી બધી પાવનકારી ચર્ચા અહીં સંકલિત થયેલ છે. માનવ જીવનના પ્રત્યેક પ્રકારના વિકાસમાં મનની ગતિ, મનને વ્યવહાર, મનની ચંચળતા અગત્યને ભાગ ભજવે છે. આધ્યાત્મિક વિકાસમાં તે બહુધા મન પ્રગ વિશિષ્ટ અગત્ય ધારણ કરે છે અને છતાંય વાણીની જેમ આત્મા, સદા મનને માટે અવિષય છે. મનને અર્થ જ વિચારવાની ક્ષમતા થાય છે. જ્યારે જ્ઞાન તે બીજી સ્લૌકિક વસ્તુ છે. જ્યાં જ્ઞાન હોય છે ત્યાં વિચારીને કામ કરવાની કોઈ જરૂરત રહેતી નથી. “જ્ઞાનમાં જેને જીવવું હોય, જ્ઞાન જેને ઉપલબ્ધ થયું હોય તેના માટે મનની જરૂર નથી. જ્ઞાનથી ચેતના થાય છે અને તેથી મનરૂપી ઘડે જે ભારે દુષ્ટ છે, ઉન્માર્ગે જવા ટેવાયેલે છે, એ ધેડા ઉપર લગામ રાખવામાં જરા જેટલી ગફલત રાખવી ચાલી શકે એમ નથી. શાસ્ત્રજ્ઞાન અને અનુભવી આત્મજ્ઞ પુરુષના આત્મસાક્ષાત્કારના સંકેતેના આધારે જે મનરૂપી ઘેડાની લગામ હાથમાં આવી જાય તે પછી મનરૂપી ઘેાડાને કઈ દિશામાં વાળવે તેને આધાર આપણું હાથમાં હોય છે. પૂ. મહારાજ સાહેબે અહિંયા મુમુક્ષુ જીવને પ્રતિપળ પીડતી મનની ચંચળતા ઉપર વિજય મેળવવાની સહેલી અને સરળ ચાવી બતાવી છે. તેવી જ રીતે “આત્માનું એશ્ચર્ય, “સાધકતા અને આગના લેખા ખા’ ‘સાધનામાં આગમોને ઉપકાર, “આગમ અને અમૃતત્વ, આ બધા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy