________________
જીવન પ્રત્યે દુર્લક્ષ વધતું જાય છે. માનવ શરીરને શણગાર જેમ વધતો જાય તેમ મનની નિર્બળતા, બુદ્ધિની સ્વચ્છતા, હૃદયનું સૌંદર્ય અને આત્માને શણગાર ઘટતું જાય અને બંધન મુક્ત દશા પ્રાપ્ત કરી, નિર્જરા થવાને અનુપમ આનંદ દૂર દૂર હડસેલાતે જાય. ક્રિયા અને કર્મ સરખા હોય છતાં ભાવનાના ભેદને લીધે તેમાં પણ ઘણે ફેર ન પડી જાય છે. પરેપકાર અને પરમાર્થ અર્થે તેમજ નિઃસ્વાર્થ ભાવે થયેલા કર્મ, અને અનેક પ્રકારના રાગ દ્વેષ અને વાસનાગ્રસ્ત કર્મો વચ્ચે ભેદ રેખા અતિ અગત્યની છે. અને આવા છેદનીય કર્મોનું પ્રભુત્વ ઘટાડવા મુમુક્ષુ જીવેએ કાર્યરત બનવું જોઈએ તે પૂ. મહારાજ સાહેબને સંદેશો મિતભાષી પ્રવચનમાં મુમુક્ષુઓને પ્રાપ્ત થાય છે. સંસારી જીવના મહત્ત્વાકાંક્ષી જીવનના અનેક પાસાંઓને સ્પર્શની મહત્વાકાંક્ષા, ભવાટવીની ભ્રમજાળના નિરંતર બંધનમાં લપેટી રાખનાર મહત્વાકાંક્ષા, મુમુક્ષુ માટે વિષવૃક્ષની મધલાળ સિદ્ધ થયેલી મહત્વાકાંક્ષા, આત્માના પરમ સુખધામ પ્રત્યેની યાત્રામાં હંમેશાં તીવ્ર રીતે અવરોધક બને છે. અને તેથી જ મનને પેલે પાર પડેલું સત્ય અને સુખ ગ્રહણ કરવામાં જેટલો વિલંબ થાય તેટલી આત્માની ઊર્ધ્વ ગતિ વિલંબમાં પડે છે અને તેટલા પૂરતી, સ્વરૂપની ઉપલબ્ધિની યાત્રા પણ વિલંબમાં પડે છે. જેમ યજ્ઞમાં અગ્નિનું પ્રાધાન્ય છે તેમ જીવનયજ્ઞમાં પણ કષાયરુપ અગ્નિનું પ્રાધાન્ય છે. અને આ કષાયરુપ અરિન, સ્વરુપ દષ્ટિનું, આત્માના સૌંદર્યનું, ચૈતન્ય માધુરીનું જલન કરી રહેલ છે તેવું સાદું સત્ય પણ અસંખ્ય મુમુક્ષુ જી સમજી શકતા નથી. યાત્રા કરવી અને તીર્થધામોની મુલાકાત લેવી એ સંસારને અવિરત ચાલતે ક્રમ છે. પૂ. મહારાજ સાહેબે કહ્યું છે તે મુજબ, તીર્થ એટલે એક એવી જગ્યા કે જ્યાંથી અનંત અને અસીમમાં છલંગ મારી શકાય અને તેથી જ જેમણે આવા તીર્થોનું નિર્માણ કર્યું તેવા તીર્થકર પ્રભુને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. સાચા અર્થમાં, મુમુક્ષુ જીવ તીર્થયાત્રા કરી, અનંત અને અસીમમાં કેમ સરખી રીતે છલાંગ મારી શકાય તેની પ્રેરણા પ્રાપ્ત કરે છે, અને તેથી જ તીર્થધામનું મહત્ત્વ જૈન સમાજે સરખા અર્થમાં સ્વીકાર્યું છે.
સમ્યગ્દર્શનને મહિમા—આ ખંડનું લખાણ તે પરમ પાવનકારી છે. અન્ય ના સંદર્ભમાં નિરાળા એવા મુમુક્ષુ જીવ માટે આ ખંડમાં અદભૂત સુધાનું રસપાન છે. આત્મા સ્વભાવે શુદ્ધ, બુદ્ધ, નિરંજન અને નિરાકાર છે, પરંતુ અનેક પ્રકારના મેહ, માયા, ઈત્યાદિ સંસારના વિષચક્રમાં આ આત્માનું વરુપ વિસરાઈ જવાય છે અને તેથી આત્મા વિભાવમાં ચાલ્યા જાય છે. ભૌતિક વૈભવ, સમૃદ્ધિ અને સાધનામાં રાચતે માનવ એ વાત ભૂલી જાય છે કે આ બધું પરિવર્તનશીલ છે. રાજા રંક બની જાય છે અને અતિ તંદુરસ્ત માનવ બિમારીને કારણ કૃશ બની જાય છે. માત્ર નથી પલટાતે આત્મા, કે જે જ્ઞાન પિંડ અને દ્રષ્ટા છે. તેનું ચૈતન્ય રવરુપ અને આત્માનું ખરું રવરુપ પ્રાપ્ત કરેલ આત્મા, સદા શાંત, પ્રશાંત અને સમભાવના એક રસમાં રાચતો હોય છે અને આવી સ્થિતિ પ્રાપ્ત કરનાર આત્માને સ્વર્ગના