SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ અને કમ નિર્જરા થવાને સાચો માર્ગ શોધે છે. એવી જ રીતે આલોચનાનું પણ કેટલું બધું મહત્ત્વ છે? આંતરિક દેનું દર્શન કરાવનાર તેમને દૂર કરનાર, દરેક પાપનું જાગૃતિપૂર્વક સ્મરણ કરી દરેક પાપના માટે હૃદયપૂર્વક પશ્ચાતાપ કરી ક્ષમાની વાંછના કરવાની મહાન વાત આપણને અહિં પ્રાપ્ત થાય છે. “સમતાગ અને દ્વન્દાતીત ધર્મ અને “પ્રભુતાને સાક્ષાત્કાર” આ ખડા તે અતિ મનન કરવા જેવા છે. બૌદ્ધિક સમજ ભાગ્યે જ પ્રાણ સ્પર્શતી હોય છે. ઉપલક રીતે બુદ્ધિ અનેક કષાય અને દે અગ્રાહ્ય કરવા કે તજવા નિર્ધાર કરે છે અને છતાંય આ જ કષાય અને આ જ દે મન ઉપર સવાર થઈ જાય અને અગ્રાહ્ય કે તજવા ગ્ય નિર્બળતાઓમાં મન લપેટાઈ જાય તો ત્યારે તેને તાત્વિક રીતે વિચાર કરતાં, બુદ્ધિનું શું સાચું મૂલ્ય છે તેની માનવને પ્રતીતિ થાય છે. બુદ્ધિપૂર્વક કરેલા નિર્ણયે પણ અનાદિના સંગના રને કારણે કે સંસારની વિષમ પરિસ્થિતિની ભૂમિકામાં ક્ષણજીવી બની જાય છે અને ફરીથી મન બુદ્ધિએ કરેલ નિર્ણય ત્યાગીને ચક્રાવામાં પડે છે. સંસારની અસારતાનું અહિંયા કેટલું માર્મિક નિદર્શન છે? તે જ પ્રમાણે, “આપણું શાસ્ત્ર” ખંડમાં માનવ વ્યક્તિત્વમાં રહેલી ધારવાળી અને તીક્ષણ શૂળ સંબંધી પ. પૂ. મહારાજ સાહેબે સરળ અને સચોટ ભાષામાં સુંદર નિરૂપણ કર્યું છે. માન, અહંકાર, નિંદા મદ, ક્રોધ ઈત્યાદિ શૂળ જ્યારે અન્ય દ્વારા માનવને સ્પર્શે ત્યારે તેની ધારદાર ચેટ તેને લાગે. પણ તે જ માનવ ભૂલે છે કે તેના પોતાના દ્વારા આજ શૂળને ઉપગ થાય ત્યારે તેની ધારે અન્યને કેટલીક પીડા ઊપજાવતી હશે? અહિંસાના વ્રતનું મહાસ્ય સમજતા મુમુક્ષુ જીવને કલ્પના પણ થતી નથી કે તેના વર્તનના, વાણના, અને વ્યવહારના આવા દે દ્વારા, અનેક જીવને દુઃખ ઉત્પન્ન થાય છે અને તેથી જૈનશાસને સમજાવ્યા મુજબની પારાવાર હિંસા થાય છે. શાંતિ અને સમાધિ ચાહતા મુમુક્ષુ જીવે તે પ્રથમ આવા હિંસક વર્તનમાંથી મુકિત મેળવવી ઘટે છે. “સ્વયંભૂ પરમ તત્વના ખંડમાં તો પૂ. મહારાજ સાહેબે એ પરમ સત્ય સમજાવ્યું છે કે જેનું નિર્માણ થાય છે તેને નાશ થાય છે અને એક માત્ર આત્મતત્વ સ્વયંભૂ છે. તેને યથાર્થ સ્વરૂપમાં પીછાની મુમુક્ષુ જીવનું કર્તવ્ય તે તેની મુક્તિ માટે પુરુષાર્થ કરવાનું જ રહે છે. જૈનશાસનના સિદ્ધાંતનું વિશેષ અધ્યયન, મનન કરી, શાસ્ત્રની વિશેષ સમજણ વાંચ્છતા મુમુક્ષુઓ માટે પણ આ સંહિતામાં અદૂભૂત જ્ઞાન પડયું છે. “નય નિરુપણ “નયવાદ” “સપ્તભંગી” નિક્ષેપ,” “પ્રમાણુવાદ ઈત્યાદિ શિર્ષકના ખંડે જ્ઞાનના ભંડાર છે અને તેમાં વિદ્વાન ગ્રંથના તારતમ્યનું તલસ્પર્શી રસદર્શન છે. તે જ પ્રમાણે જ્ઞાનની વિવિધતા અને પ્રભુત, જ્ઞાનેનું સૌંદર્ય, પ્રમાણેનું ઐશ્ચર્ય, આગમ-શબ્દ-પ્રમાણ અને દેહાસકિત અન્યાય સિદ્ધાંતને પ્રકાશમાં આણે છે. અજ્ઞાની જીવ, શરીરને સર્વસ્વ માની દેહ પ્રત્યેની આસકિતને કારણે, દેહને ટકાવવા અનેક પ્રયત્ન કરે છે. ઘણા બધા મૂંગા જીવે ઉપર જેના કૂર પ્રયોગથી જે દવાના ગુણેને નિર્ણય થાય છે તેવી ઔષધિનું સેવન કર્યું છે, અને સાત્વિક
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy