SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ : ભેઘા પાષાણુ, બોલ્યાં દ્વારા કયાંય ગંદુ થતું નથી. સ્વચ્છ પાણીમાં પડતું સૂર્યનું પ્રતિબિંબ જેટલું તાજું અને સ્વચ્છ હોય છે તેટલું જ તાજું અને સ્વચ્છ તે ગંદા પાણીમાં પડે ત્યારે પણ હોય છે, પ્રતિફલન કદી ગંદુ હેતું નથી. પાણી ગંદુ હોય તે પણ તેથી મૂળ પ્રતિબિંબ પર તેની કશી જ અસર થતી નથી. પાણીમાં જે સૂર્યનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે, જે છાયા પડી રહી છે, તે તે તાજી અને સ્વચ્છ જ હોય છે. આ જે અનુભવ છે, આ જે ઘટના છે, તે એક ક્રાંતિકારી અનુભવ છે, એક ક્રાંતિકારી ઘટના છે. એને નિષ્કર્ષ એ છે કે, ખરાબમાં ખરાબ ગણુતી વ્યકિતમાં પણ જે ચૈતન્ય પ્રભુ, પરમાત્મા બિરાજિત છે, તે હંમેશાં શુદ્ધ અને સ્વચ્છ છે. પાપીમાં પાપી માણસની અંદર પણ જે પરમાત્માનું પ્રતિબિંબ છે, તે એટલું જ શુદ્ધ અને સ્વચ્છ છે, જેટલું તે પુણ્યાત્માની અંદરમાં છે. આજ સુધી જે આત્મદર્શનનું એક ઝાંખું આવરણ હતું, કે જેનાથી પરમાત્માના દર્શન દુર્લભ થયા હતા, તે આજે પ્રાકૃતિક સૌંદર્યથી ઊભા થયેલા નૂતન વાતાવરણના નિમિત્તમાં સુલભ બન્યા ! જે દરવાજો બંધ હતો તે આજે આમ આકસ્મિક ખુલી ગયે ! કવિવરને બ્રહ્મની સાક્ષાત્ ઝાંખી થઈ ગઈ ! કવિવર ઘેર પહોંચ્યા ત્યારે તે વૃદ્ધ માણસ હંમેશની માફક દરવાજા ઉપર બેઠો હતો. કવિવરે તેને છે. આજે કવિવરને તેને જરાપણ ભય નહોતું. તેને જોતાં ન તેમનાં હૃદયમાં કઈ કંપન થયું, ને મનમાં કઈ વિમાસણ જન્મી કે ન પગે કઈ લથડિયું ખાધું. રોજના કરતાં આજની સ્થિતિમાં ભારે અંતર હતું. કવિવર પિતાના સ્વાનુભવને આગળ વર્ણવતાં કહે છે, હું કંઈ પણ કહું તે પહેલાં જ તે વૃદ્ધ બોલી ઊઠે : “વારુ, આજે મને લાગે છે કે તે ખરેખર જાણ્યું છે! આજે તને ભગવદ્ દર્શનની ઉપલબ્ધિ થઈ છે. પરમાત્માનાં દરવાજાને આજે તેં ખટખટાવ્યા છે. આજે તને બ્રહ્મને સાક્ષાત્કાર થયે છે ! તારા પગની મસ્તી, તારે આંતરિક આનંદ, તારા સંગીતના સ્વરે અને તારું નૃત્ય, આ બધું આ વાતની સાક્ષી પૂરે છે.” આમ કહી તે વૃદ્ધ મને પ્રેમથી ભેટી પડે. તેની આંખમાં આનંદનાં આંસુ છલકાઈ આવ્યાં. પ્રેમથી મને ભેટતાં તેણે કહ્યું: ‘તારી આજની મસ્તી જ, તારી આ જાણકારીની ચાડી કરે છે. મારી દષ્ટિથી તે તું આજ જ પુરસ્કારને પાત્ર થયે છે.” કહેવાય છે કે, આ લકત્તર મસ્તી, આ અપ્રતિમ અને દિવ્ય આનંદની ધુન, રવીન્દ્રનાથને ત્રણ દિવસ સુધી લગાતાર રહી. ત્રણ દિવસ સુધી જાણે તે લકત્તર જગતમાં જીવી રહ્યા ! બ્દ મૂળુ મેયર' નાં તેમને દર્શન થયાં. સો જેમાં પિતાનું જ પ્રતિબિંબ નિહાળવા તેઓ સક્ષમ થયા. પોતાનામાં આખા જગતનું પ્રતિબિંબ અને બધામાં પોતાનું પ્રતિફલન હવે તેમને માટે સહજ થઈ ગયું. જો કે તેમને મળતું તેનામાં તેમને શુદ્ધ ચૈતન્યના, પરમાત્માના દર્શન થતાં અને તે તેને ભેટી પડતા. ઘરનાં માણસ અને પરિવારને લાગ્યું કે રવીન્દ્રનાથ ગાંડા થઈ ગયા છે. પરંતુ તે વૃદ્ધ પુરુષે સૌને આનંદભર્યા હૈયે જણાવ્યું કે, તમે જરાયે ગભરાશે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy