SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર્થનાની પ્રભુતા ઃ ૧૯૩ નહિ તમે માને છે કે આ પાગલ થઈ ગયું છે તેથી બધાને હૈયે લગાડે છે, અને દરેકને પરમાત્મા માની ભેટે છે. પણ ના, એમ નથી. હા, આજસુધી તે પાગલ હતા, કેમકે પરમાત્મ દર્શનથી તે વંચિત હતો, પણ આજે તે તેને પરિપૂર્ણ ખજાને મળે છે. આજે સર્વ ભૂતમાં તે એને જોઈ રહ્યો છે કે જેનાં દર્શન વગર, તે જે કાંઈ ગાઈ રહ્યો હતો તે બેકાર હતું, ઉછીનું હતું, મૃત હતું, વાસી હતું, પિતાના અનુભવનું ફળ કે પરિણામ નહોતું. કૃતિ અને સ્મૃતિઓમાંથી સંઘરેલી તકબંદી માત્ર હતી. એની જ્ઞાન ગંગેત્રીમાંથી ઉદ્ભુત સ્વયંના સરે નહોતા. બીજાનાં ગીતને, બીજાનાં સંગીતને તે પિતાનું માની બેઠે હતું. આજે એનાં જીવનમાં સાચા સંગીતને જન્મ થયે છે. માટે આનંદે ! લાપસીના આંધણ મૂકે ! રવીન્દ્રનાથ કહે છે કે હું ધીમે ધીમે મારી જાતને નિયમન અને સંયમમાં લાવી શો. ખરેખર, જે પારદશી પ્રજ્ઞાથી સર્વ ભૂતેમાં સ્વયંને જોઈ શકે છે અને સ્વયંમાં સર્વ ભૂતેને જોઈ શકે છે, તે જ સાચા અર્થમાં વિદ્વાન છે અત્રે પણ આત્મસાક્ષાત્કારને વરેલા બે મહાપુરુષોનું મિલન થયું છે. શ્રી ગૌતમસ્વામી વિનય ધર્મને અનુસરી પિતાના કરતાં વરિષ્ઠ કુળમાં જન્મેલા એવા શ્રી કેશીકુમાર શ્રમણ પાસે તિન્દુક વનમાં પિતાના શિષ્ય સમુદાય સાથે પધારે છે. શ્રી કેશીકુમાર શ્રમણ શ્રી ગૌતમસ્વામીના પિતાના શિષ્ય સંપદા સહિતના શુભાગમનને કે મીઠે આવકાર આપે છે તે શાસ્ત્રોના જ શબ્દમાં અવલકવા પ્રયત્ન કરીએ. તદનુસાર– केसीकुमार समणे गायम दिस्समागयौं। पडिरूव पडिवत्तिं सम्मां संपडिवज्जइ ॥ શ્રી ગૌતમને પિતાની શિષ્ય પરિષદા સહિત પિતાને ત્યાં આવતાં જોઈ ગૌતમ માટે શેભે એવા યચિત્ત સત્કારથી તેમને અને તેમના પરિવારને સત્કૃત કર્યા. આ તે બંને મહર્ષિઓ છે. ઉત્તમ આચાર, વિચાર અને પ્રધાન જ્ઞાનને વરેલા છે. વિનય એ ધર્મનું મૂળ છે એ સત્યને માત્ર સમજ્યા જ નથી, જીવી પણ જાણ્યું છે. એટલે જ ગૌતમસ્વામીએ પોતાના વિનયમૂલક કર્તવ્યને બજાવવા પહેલ કરી. અને તેને ઉચિત જવાબ, મીઠો આવકારે, યાચિત સત્કાર, શ્રી કેશીકુમાર શ્રમણ તરફથી તેમને મળે. આ આપણી અધ્યાત્મ પ્રધાન આર્ય સંસ્કૃતિનાં હાર્દને સ્પર્શનારી મીઠી ઘટના છે. શ્રુતિ પણ અતિથિઓમાં દેવોના દર્શન કરવાની નિશ્ચિત ભલામણ કરે છે. શ્રતિ કહે છે “અતિથિ મા” અતિથિમાં તેત્રીસ કેટિ દેવનાં દર્શન તુલ્ય લાભ માની તેના સત્કારની ભલામણ કરે છે. તેના ઉચિત સત્કારની જે અવગણના કરે તે “સ તો કુછત૬ હત્યા કુળમારાજ જતિ” તેમ અતિથિને કશી જ હાનિ થતી નથી. અતિથિ તો પિતાને ઉચિત આદર સન્માન ન કરનાર આતિથેયનાં પાને લઈ તે ચાલ્યો જાય છે અને તેને પોતાના પાપે આપી જાય છે. આ નીતિશાસ્ત્રનું કથન છે. સોરઠને કવિ પણ કહે છે –
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy