SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર્થનાની પ્રભુતા : ૧૯૧ અને એક દિવસ જ્યારે તે વૃદ્ધના પ્રશ્નનું હું સમાધાન કરી શકશે, ત્યારે મારા આનંદને પાર ન રહ્યો. મારા મનને ભાર હળવો થઈ ગયો. હું હળ ફૂલ જે થઈ ગયા. મારે ભય હવે અદશ્ય થઈ ગયે. વરસાદના દિવસે હતા. અષાઢ મહિને હતે. પહેલે જ જોરદાર વરસાદ આવ્યો હતો. નદીઓ ઊભરાઈ ખાડાઓ ભરાઈ ગયા હતા. નદી, સરોવર, તળાવ છલકી ઊઠયાં હતાં. આજુબાજુ, સર્વત્ર, જ્યાં જ્યાં ખાડાઓ હતા, ઊંચીનીચી જગ્યા હતી, ત્યાં બધે પાણી ભરાઈ ગયું હતું. દેડકાંઓના ટર ટર અવાજથી દિશાઓ ગૂંજવા લાગી હતી. કવિવર રવીન્દ્રનાથ વહેલી સવારે ઊઠયા. કવિનું કાવ્યમય હદય હતું. પ્રભુતા પ્રગટ થવાના સાધનો ઉપલબ્ધ હતાં. તેમાં પ્રકૃતિનાં સૌંદર્યને સહકાર મળે. વર્ષાના કારણે જાણે વાતાવરણ જીવતું થયું હતું. વાદળાંઓને ગડગડાટ, વીજળીના ચમકારા, પ્રથમ વરસાદને કારણે આવતી માટીની ગંધ, વનસ્પતિઓની પ્રફુલલતા, પક્ષીઓને કિલકિલાટ–પછી તે પૂછવું જ શું? કવિવર રવીન્દ્રનાથને પ્રાણ બહાર જવા તલસી ઊઠશે. જતાં પહેલાં, તે વૃદ્ધ ખુરશી લગાવી દરવાજા પર બેઠે તે નથી ને તે જોઈ લીધું. વૃદ્ધ દરવાજા પાસે બેઠે ન હતે. સંભવ છે આવી વહેલી સવારે તે જાગ્યે પણ ન હોય! વૃદ્ધને દરવાજા પર ન જોતાં રવીન્દ્રનાથ સમુદ્ર તરફ, સમુદ્રના પ્રાકૃતિક દશ્યનું અવલોકન કરવા ઝડપથી ભાગ્યા. સમુદ્રને કાંઠે ઊભા રહ્યા. અચાનક વાદળાંઓની વચ્ચેથી સૂર્યદેવે દર્શન આપ્યા. સમુદ્રમાં તેનું પ્રતિબિંબ પડ્યું. સૂર્ય સમુદ્રમાં ઝબકવા લાગે. કવિવર રવીન્દ્રનાથે સૂર્યના દર્શન કર્યા, તેના પ્રતિફલનના પણ દર્શન કર્યા આ સૂર્યદર્શને કવિવર રવીન્દ્રનાથના આંતરિક ચૈતન્યસૂર્યને જગાડી દીધા. તેમના ચૈતન્ય સાગરમાં જ્ઞાનને સૂર્ય ઝળકી ઊઠશે. તેમના અંતરમાંથી જ્ઞાનગંગોત્રી વહેવા લાગી. જાણે તેમણે કોઈ અલૌકિક જગતમાં પ્રવેશ કર્યો! આ આખી ઘટનાએ તેમના આખા જીવનને આમૂલ ફેરવી નાખ્યું. હવે રવીન્દ્રનાથ પહેલાંના રવીન્દ્રનાથ જ ન રહ્યા. ગીતાંજલિના રચયિતા રવીન્દ્રનાથ, ગીતાંજલિના ગીતના સાક્ષાત્ અનુભવ કરનારા થયા! શ્રુતિઓના શાસ્ત્રીય સત્યે તેમનામાં ઉદ્દઘાટિત થયા. તેમને અંતરાત્મા બ્રહ્મદર્શનના પરમાનંદમાં નિમગ્ન થઈ ગયે. તેઓ ઘર તરફ પાછા ફર્યા. માર્ગમાં ગંદા ખાડાઓના ગંદા પાણીમાં ઝળકતા સૂર્યના પ્રતિબિંબમાં તેમને ગંદકીને સ્પર્શ પણ ન દેખાયે. સાગરમાં, સરોવરમાં, તળાવમાં, નદીમાં, ખાડાઓમાં, વાવમાં, કુવામાં સર્વત્ર સૂર્યનું પ્રતિબિંબ સમાન રીતે પડી રહ્યું હતું. - રવીન્દ્રનાથનું કવિ હૃદય હતું એટલે કવિતાના માધ્યમથી તેમનામાં પ્રભુતા નિકટવર્તી હતી. તેમનાં ઉરમાંથી એક સંગીત ઊઠયું અને તેમને અંતનિનાદ ઝણકી ઊ. તેમનું હૈયું આનંદના સાગરમાં હિëળા લેવા લાગ્યું. અંતરમાં કોઈ સુમધુર રહસ્યપૂર્ણ સ્વર ગુંજી ઊઠે અને હૃદય લેકર આનંદથી નાચી ઊયું. તેમને પરમ સત્યના દર્શન થયા કે, પ્રતિબિંબ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy