SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર પ્રાપ્ત થતા અમૃત રસના સુખસ્વાદની અનુભૂતિ સ્વસંવેદન પ્રત્યક્ષથી સહુ કોઈ જાતે જ અનુભવી શકે છે. પ્રથમ રસમાંથી આવિર્ભાવ પામેલું સુખ પરાશ્રિત નથી કે જે સમય અને સંજોગો ફરતાં દુઃખરૂપે પરિણમે. જેમ કે કષાય આત્મ પ્રદેશમાં સ્પંદન અને અણધારી ઉષ્ણતા ઉત્પન્ન કરે છે, સમતાને ઊલટાવી તામસમાં ફેરવી નાખે છે તેમ અહંકાર પણ જંપીને માણસને બેસવા દેતું નથી. અહે આત્મિક શાંતિને પરમ દુશ્મન છે. વિવિધ વક્રતાની જે ચેષ્ટાઓ દષ્ટિગોચર થાય છે તે વિફરેલા અહંનું જ વિકૃત નૃત્ય છે. આ અહંના ફણીધરને, વિનમ્રતા અને મૃદુતાને અવંધ્ય મંત્રથી જે વશ કરવામાં ન આવે તે અનિટની પરંપરા ઊભી કરવામાં તે કશીજ મણ રાખે નહિ. માટે ગમે તેમ સમતા રસ વધારવા અને અહં મૂલક વિષમતાઓ દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. મને સમતા રસની પ્રચુરતાને એક દાખલ યાદ આવી જાય છે. તદનુસાર, રામાનુજ સંપ્રદાયમાં વેંકટેશ્વર નામના એક પરમ ભકત આચાર્ય થયા છે. પુષ્ટિ માર્ગને અનુસરનાર, ભકિતમાર્ગની પરંપરાને સાચવનાર એક પુષ્ટિ સંપ્રદાય છે. શ્રી વેંકટેશ્વરાચાર્ય તે ભકિતના શિખરને સ્પર્શેલા હતા. તેમની ભકિતને મહિમા વ્યાપક હતે. ભકતશિરોમણિ તરીકે પિતાના યુગમાં તેઓ ખ્યાતિ પ્રાપ્ત મહાપુરુષ હતા. પરંતુ પ્રકૃતિ સદા સંતુલન જાળવી રાખે છે. સંતુલનમાં વિષમતાને તે કદી પ્રવેશવા દેતી નથી. તે મુજબ એમના સગુણે અને સદાચાર તરફ જેમ એક મોટો સમુદાય આકર્ષાયેલું હતું તેમ એમના તરફ અસહિષ્ણુતા, ઈર્ષ્યા અને તેઢષથી જેનારે, જ્ઞાત અજ્ઞાત માર્ગે તેમના દેને શોધી કાઢવા તત્પર એવે એક બીજે વિરોધી સમુદાય પણ હતું. આ સમુદાય તેમની લોકોત્તર દિવ્યતા અને પ્રતિભા સંપન્ન પવિત્રતાથી અંજાઈ જવાને બદલે, વેરની દુષ્ટ ભાવનાથી સળગી રહ્યો હતો. આ પવિત્ર પુણ્યાત્માને ગમે તે રીતે અપમાનિત કરવા તે પ્રયત્ન કરી રહ્યો હતો. એમના દુર્ગુણે દેખાય અને એમને બદનામ કરી શકાય એવું તે હતું જ નહિ. દશમને પણ આ સત્ય કબુલ કરતા હતા. તેમની પવિત્રતાને સાબીત કરવા કશા જ પ્રયત્નની જરૂર નહતી. પરંતુ શ્રેષથી બળતું માનસ વિવેકને ચૂકી જાય છે. સારાનરસા પરિણામનું તેને ભાન રહેતું નથી. તે ભીંત ભૂલે છે, ન કરવાનું કરી બેસે છે અને ન બોલવાનું બોલી જાય છે. વિધી દળના માણસોએ શ્રી વેંકટેશ્વરાચાર્યની ઝુંપડીની બહાર પગરખાંનું એક તરણ બનાવી બાંધી દીધું કે જેથી તે જોડાંઓને સંસ્પર્શ, આવતા જતાં, એમના માથા સાથે થાય, અને તેથી લોકોની નજરમાં તેઓ હલકા પડે, મશ્કરીના પાત્ર બને. બીજાને હલકા પાડવાની કલુષિત અને કુત્સિત વૃત્તિથી ખરેખર તે પોતે જ હલકા પડતા હતા તે સત્ય તેઓ ભૂલી જતા હતા! જ્યારે મહાત્મા વેંકટેશ્વર પિતાની મહુલીમાંથી બહાર નીકળ્યા, ત્યારે પગરખાંનાં તેણે તેમનું બરાબર સ્વાગત કર્યું. આ જોઈ તેઢેષથી પીડાતો વિરેાધી સમુદાય જોરથી હસી પડે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy