SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક સાધના : ૧૩૩ પિતાના હૃદયમાં રહેલી બિભત્સવૃત્તિ પિલાયાને તેમને સંતોષ થશે. શ્રી વેંકટેશ્વરાચાર્ય તરફ તેમના હૃદયમાં જે ઈર્ષ્યા અને વેરવૃત્તિ હતી તેનું આ નગ્ન પ્રદર્શન હતું. પરંતુ શ્રી વેંકટેશ્વર તેથી જરાપણ ક્ષેભ કે સંકેચ અનુભવ્યા વગર તરતજ હસતા હસતા બેલી ઊઠયાઃ कर्मावलम्बकाः केचित् केचिद् ज्ञानावलम्वकाः । वस्तु हरिदासानां पादरक्षावलम्वकाः ॥ કેટલાક પુરુષે ગીતા પ્રરૂપિત કર્મમાર્ગને આશ્રય લઈ તરી ગયા છે. કબીર, રૈદાસ, વગેરે મહાત્માઓએ પિતાને નિયતિએ આપેલા કર્મને નિષ્ઠાથી વરેલા રહી, તાણાવાણા વણતા અને જોડા ગાંઠતા, આત્માના તાણાવાણા વણી લીધા. શંકરાચાર્ય જેવા પુરુષે જ્ઞાન માર્ગનું અવલંબન સ્વીકારી, સંસાર સમુદ્ર પાર કરી ગયા. અમે તે હરિદાસેના, આવા ભગવદ્ ભકતોના પગરખાંનું અવલંબન લઈને તરવાના છીએ. આચાર્યશ્રીની સરળતા, વિનમ્રતા, અને પવિત્રતા જોઈ હસનારાઓનું હાસ્ય બંધ થઈ ગયું. તેઓ શરમાઈ ગયા અને પગે પડ્યા. તાત્પર્ય એ છે કે ગમે તેવા વિષમ સંજોગોમાં પણ સમતા ટકાવી રાખવી એ જ સામાયિકને પરમ આદર્શ છે. તમે બધા જ ઉપાશ્રયમાં સામાયિક કરે છે. સામાયિક કરતી વખતે તમારી સ્થિતિ, તમારા અધ્યવસાયે, જુદા હોય છે અને ઉપાશ્રય છોડયા પછી તમે સાવ બદલાઈ જાઓ છો. બંને વખતે હોવી જોઈતી એકરૂપતા તમારામાં દષ્ટિગોચર થતી નથી. તમે માની લીધું કે, સામાયિક તે ઉપાશ્રયને ધર્મ છે. વ્યવહાર અને જીવનના બીજા ક્ષેત્રમાં તેને કશે જ ઉપયોગ નથી. પરંતુ તેમ સમજવું એક મોટી ભૂલ છે. પુણિયા શ્રાવકની સામાયિક તે જાણીતી છે. ભગવાન પોતાના શ્રીમુખેથી તેની સામાયિકના વખાણ કરે છે. રાજા શ્રેણિકને, નરકના દળિયા તોડવા, પુણિયા શ્રાવકની સામાયિક ખરીદવા તેઓ ભલામણ કરે છે. સામાયિક એ કંઈ બજારની લેવાદેવાની વસ્તુ નથી, આમા સાથે સંબંધ ધરાવતી આંતતિ છે. આ સત્ય તેના પ્રાણને સ્પર્શાવવા જ ભગવાને આ ભલામણ કરી હતી. કહેવાય છે કે, પુણિયા શ્રાવક પાસે બે દોકડાની જ સંપત્તિ હતી. છતાં એક દિવસ તે પિતે ઉપવાસ આદર અને સ્વધર્મ બંધને જમાડતે અને બીજે દિવસે તેના ધર્મ પત્ની ભૂખ્યાં રહેતાં અને સ્વધર્મનું સન્માન કરતાં. એકવાર ચૂલો સળગાવવા, કેઈના ચુલામાંથી પૂછ્યા વગર તેનાં પત્ની ભારેલા અગ્નિ લઈ આવેલાં. આ નજીવી અણહકની વસ્તુને ઉપગ કરવાને કારણે પુણિયા શ્રાવકને સામાયિકમાં જે સ્થિરતા રહેવી જોઈએ તે રહી નહિ. એટલે કંઈક ભૂલ થઈ ગઈ હોવાની, અજાયે પણ અનીતિ આચરાઈ ગઈ હોવાની ફરિયાદ તેણે પિતાની પત્નીને કરી. તેની પત્ની પણ સરળ સાત્ત્વિક અને નિખાલસ હતાં. પોતે કરેલ ભૂલ કહી બતાવી. ફરી એ ભૂલની આવૃત્તિ ન થાય તેને દઢ નિર્ણય કર્યો ત્યારે પુણિયા શ્રાવકને સંતોષ થયો.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy