SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક સાધના : ૧૩૧ અને પવિત્રતા આપણા માનસમાં સંઘરાએલાં છે તે દષ્ટિએ હલકી કોટિના અને એ છાપણાના લાગશે, પણ આ એક તેમના અભિનયના ભાગની જ માત્ર પૂર્તિ છે. તેઓ શ્રી રામ શ્રી લક્ષ્મણ અને સીતાજીની સ્થિતિને પામેલા નથી તેથી તેમને માટે આ બધી હકીકત છે, રમત કે લીલા નથી. આ આખા ખેલમાં રામને આપણે પ્રમુખ માન્યા એટલે આ આખી કીડાને “રામલીલા” નું નામ આપ્યું, પરંતુ તેનું પણ કારણ છે. આમ તો ભરતને પણ કઈ પ્રમુખ માનત તો પણ કઈ અલ્પતા રહેવા ન પામત. તેઓ પણ કંઈ ઓછા કીમતીનાયક નહોતા. રાવણને પણ આપણે મુખ્ય માની શક્યા હોત કેમકે તેના વગર આ આખી ઘટના ઘટી શકી ન હતી. સીતાજી તે કેન્દ્રીય છે જ, કેમકે તેમની આસપાસ જ આ આખી લીલાની જાળ ફેલાએલી છે અને વિસ્તાર પામી છે. પરંતુ આ બધાં નાયકને છેડીને માત્ર રામને જ નાયક માન્યા, તેનું એકજ મુખ્ય કારણ એ હતું કે આ આખા ખેલમાં તેને ખેલ તરીકે જાણનાર, ઓળખનાર અને માનનાર એ એકજ વ્યક્તિ હતા. જીવન પણ એક ખેલ છે. આવી પડેલી ફરજને અભિનય માની, અહંશૂન્ય માનસથી તેને અદા કરતાં રહેવામાં વિષમતાને સ્થિર થવાને અવકાશ નથી. સમતાના સંવર્ધનની તેમાં શક્યતા છે અને એ જ સામાયિકની ભૂમિકા છે જે ચોવીસે કલાક જીવન સાથે જોડાએલી રહે છે. સામાયિકને જીવનમાં વણી લેનારના હૃદયમાં કડવાશને સ્થાન નથી રહેતું. સવ છે પરત્વે તેની સમભાવની ભૂમિકા વૃદ્ધિગત થતી જાય છે અને તેના જીવનમાં મીઠાશ અને મૈત્રી ભાવ વધતાં જાય છે. ચારિત્ર્ય ગુણનું મૂળ જ સામાયિક છે. શ્રાવક હોય કે સાધુ, સામાયિક તેમનાં આધ્યાત્મિક જીવનનું અવિભાજ્ય અંગ બની જાય છે. આ સામાયિકનું સ્વરૂપ અનુગ દ્વાર સૂત્રમાં આ રીતે જણાવેલ છે जस्स सामाणीयो अप्पा संजमे नियमे तवे । तस्स सामाइय हाइ इइ केवली भासिय ।। સર્વજ્ઞ સર્વદર્શી પરમાત્માએ સામાયિકનું રહસ્ય બતાવતાં જણાવેલ છે કે જેણે પોતાના આત્માને સંયમ, નિયમ અને તપમાં પ્રતિષ્ઠિત કરેલ છે તેને સામાયિક હેાય છે. આ સામાયિક જીવનમાં પ્રશમ ગુણને આવિર્ભાવ કરનારી હોય છે. પ્રશમ ગુણનું શું માહાભ્ય છે તે બતાવતાં આચાર્ય ભગવાન કહે છે स्वर्ग सुखानि परोक्षाण्यत्यन्त परोक्षमेव मोक्षसुखम् । प्रशमसुखं प्रत्यक्ष न परवशं न च व्ययप्राप्तम् ।। સ્વર્ગ અને મોક્ષના અનુપમ સુખ વિષે ગ્રંથ અને શાસ્ત્રી સાક્ષી પૂરે છે. સ્વર્ગના લોકોત્તર સુખ અને મેક્ષના અમૃતત્વના આનંદનાં વર્ણન કયાંય ઓછા જોવા મળતાં નથી. તેમની સત્યતા આગમ પ્રમાણુથી માની શકાય ખરી, પરંતુ તે પરોક્ષ અત્યંત પક્ષ છે. પરંતુ ઉપશમથી
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy