SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર ભગવાન ઋષભદેવનું અન્વેદમાં વર્ણિત વર્ણનને અનુસરી તેમનું નામ બ્રહ્મા અથવા હિરણ્યગર્ભ એટલે ભૂત જગતના એકમાત્ર અધિપતિ તરીકે બતાવેલું છે. મહાભારતના શાંતિપર્વમાં હિરણ્યગર્ભને યુગના સનાતન જ્ઞાતા તરીકે ઓળખાવવામાં આવેલ છે. પુરાણોમાં ઋષભદેવને હિરણ્યગર્ભ કહેવાનું કારણ એ બતાવ્યું છે કે જ્યારે તેઓ ગર્ભમાં આવ્યા ત્યારે કુબેરે હિરણ્યની વૃષ્ટિ કરી હતી. ભાગવતકારે રાષભદેવને યોગેશ્વરના નામથી બિરદાવેલ છે. તે હઠયોગીઓએ ભગવાન ઇષભદેવને હઠગ વિદ્યાના આદ્ય ઉપદેશકના રૂપમાં નમસ્કાર કરેલ છે. જેનાચાર્યોએ પણ તેમને ગવિદ્યાના સંસ્થાપક તરીકે પ્રતિષ્ઠિત કરેલ છે જેની પુષ્ટિ આ રીતે થાય છે-“મહિનાથાર મોડwતુ ત, રેનો વિણા વિશા ” જ્ઞાનાર્ણવમાં કષભદેવની સ્તુતિ કરતાં કહ્યું છે"योगिकल्पतरु नौमि देवदेव वृषध्वजम्" । જેના જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ મુજબ, ભગવાન ઋષભદેવ જ્યારે દીક્ષિત થયા ત્યારે તેમણે ચાર મુષ્ટિ લેચ જ કર્યો. લેચ કરવાની પ્રચલિત પરંપરા પંચમુષ્ટિ લચની રહી છે. પરંતુ જ્યારે ભગવાન અભિનિષ્ક્રમણ મૂલક પ્રથમ લેચ કરી રહ્યા હતા અને બંને પાર્શ્વના (ભાગના) કેશનું લુચન હજુ બાકી હતું, ત્યારે દેવાધિપતિ શક્રેન્દ્ર ઉપસ્થિત થયા અને ભગવાનને પ્રાર્થના કરીઃ “પ્રભો ! આવી કમનીય કેશરાશિને આમ જ રહેવા દે.” ભગવાને ઇન્દ્રની પ્રાર્થના સ્વીકારી અને બન્ને બાજુના કેશે રહેવા દીધા. તેથી તેઓ આ જગતમાં એક વિશિષ્ટ “કેશી’ એવાં નામથી વિખ્યાત થયા. અષભદેવના સંબંધમાં જેમ છે તેમ શ્રીરામ અને શ્રીકૃષ્ણના સંબંધમાં પણ સમજવું જોઈએ. શ્રીરામ જેમ હિન્દુ સૃષ્ટિના અવતાર ગણાય છે તેમ જૈન લોકોની દષ્ટિમાં તે બલદેવ અને તે જ ભવે મોક્ષે ગએલા પુનીત આત્મા ગણાય છે. આજને આપણે વિષય છે ભગવાન શ્રીકૃષ્ણ એટલે આ વાતને અહીંથી જ અટકાવી, ભગવાન શ્રીકૃષ્ણના સંબંધમાં પહેલાં હિન્દુ ધર્મની માન્યતાને અનુસરી વિવેચન કરું છું. ભગવાન શ્રીકૃષ્ણ આ જાગતિક ઇતિહાસના એક પ્રતિભાસંપન્ન, અનુપમ વ્યકિતત્વવાળા, દિવ્ય પુરુષ છે. તેમની સાર્વત્રિક પ્રતિભા અને શકિત આશ્ચર્ય ઊપજાવે એવી છે. તે ઘણે ઠેકાણે तीर्थकता पंचमष्टिलोचसम्भवेऽपि अस्य भगवतश्चतुर्मुष्टिकलोचगोचरः । श्री हेमाचार्यकृत ऋषभचरित्राद्यभिप्रायोऽय प्रथममेकया मुष्टया स्मश्रकूर्चथोर्लोचे तिसमिश्च शिरोलोचे कृते अकां मुष्टिमवाशिष्यमाणां पवनान्दोलितां कनकावदातयोः प्रभुस्कन्धयोरुपरिलुग्न्ती मरकनोपमानविभ्रती परमरमणीयां वीक्ष्य प्रमोदमानेन शक्रेण-भगवन मय्यन ग्रहं विधाय ध्रियतामियमित्थमेवेति विज्ञप्ते भगवतापि सा तथव रक्षितेति, नहि अकान्त भक्तानां याञ्चामनुग्रहीतारः खण्डयन्तीति । જંબુદ્વીપને મૂળ પાઠ-ના મુદ્દે સો રે;
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy