________________
ભગવાન શ્રીકૃષ્ણઃ ૧૦૭
અણુથી પણ લઘુ જણાય છે તે વળી ક્યાંક એમનું વ્યક્તિત્વ મેરુના શિખરને સ્પર્શી જાય છે. આ સુભગ સમન્વય અન્યત્ર દુર્લભ છે. “સોરચાન માતા મીચાન' આવું આશ્ચર્યજનક તેમનું વ્યક્તિત્વ છે. તેઓ યોગી પણ છે અને ભોગી પણ છે. એક બાજુ ગેશ્વર કૃણના નામથી તેઓ વિકૃત છે તો બીજી બાજુ તેમને સેળ હજાર રાણીઓને માટે અંતઃપુર છે. તેઓ નર્તક પણ છે અને સુભટ પણ છે. તેઓ ગોવાળ પણ છે અને ત્રણ ખંડના અધિપતિ પણ છે. ઉત્કટ પ્રેમી પણ છે અને નિર્માન નિર્મોહી પણ છે. કૌરના લાખોનાં સિન્યની સામે પાંડને વિજયશ્રી અપાવી દે તેવા રાજનીતિજ્ઞ પણ છે અને રાજસૂય યજ્ઞમાં પધારેલા અતિથિઓનાં ચરણ પ્રક્ષાલન કરે તેમજ તેમની એકી પાતળે ઉપાડે એવા વિનમ્ર પણ છે. મહાન પણ એવા છે કે, સેર મા ર ર કુદુ નાદિ નિરંતર અને લઘુ પણ એવા કે–તાદિ સીરી छोहरिया छछिया भरी छाछ पै नाच नचावे
શ્રીકૃષ્ણનું આદિથી અંત સુધીનું સારું જીવન વિરોધાભાસ અને અસંગતિઓથી ભરેલું છે. આમ છતાં તેમને હિન્દુ ધર્મો પૂર્ણાવતાર માન્યા છે. બીજા બધા અવતારો અંશાવતાર તરીકે ગણાયા છે જ્યારે કૃષ્ણાવતાર જ પૂર્ણાવતાર તરીકે પ્રતિષ્ઠિત થએલ છે. હમણું આપણે જોઈ ગયા તે વિધાભાસે અને વિસંવાદમાં જ શ્રીકૃષ્ણની પૂર્ણતાનું રહસ્ય છુપાએલું છે. જીવનને ભવ્ય પ્રાસાદ એકબીજાના વિરોધમાં મૂકાએલી ઈટથી જ નિર્મિત થાય છે.
મૃત્યુ વગર જન્મની, દુઃખ વગર સુખની અને અંધારા વિના પ્રકાશની કલ્પના કરવી અસંભવ છે. ખરેખર પરસ્પર વિરેધી દેખાતા આ કંઠે એક જ સિક્કાની બે બાજુઓ છે. તેને પૃથફ પૃથફ માની બેસવાની ભૂલભરેલી માન્યતાને કારણે જ એકને સ્વીકાર અને બીજાને અસ્વીકાર કરવાના ભ્રામક પ્રયત્ન આપણે કરીએ છીએ. પરંતુ સિક્કાની એક બાજુને રાખવાની અને બીજી બાજુને ફગાવી દેવાની વાત કદી પણ શક્ય બનતી નથી.
જગતમાંથી મૃત્યુને જે હટાવવા પ્રયત્ન કરીશું તે જીવન જ ખવાઈ જશે અને જીવનને હટાવવા પ્રયાસ કરીશું તે મૃત્યુ ખોવાઈ જશે. જન્મ અને મૃત્યુ પરસ્પર સાપેક્ષ છે. જન્મના એકાંત અભાવે મૃત્યુ અને મૃત્યુના એકાંત અભાવે જન્મ અસંભવિત છે. વિશ્વ જીવે છે વિપરીતથી. બે ધ્રુવીય વિપરીતના સહારે જ જગતનું અસ્તિત્વ છે. પરસ્પર વિરેધી દેખાતા બે વિપરીત વચ્ચે જ વિશ્વની હૈયાતીનું સંગીત છે. એક વિપરીતને ખસેડી લેવા માત્રથી બન્નેની પરિસમાપ્તિ થઈ જશે. પુરુષને હટાવવાથી સ્ત્રી ખવાઈ જશે અને સ્ત્રીને હટાવવાથી પુરુષ ખોવાઈ જશે. વૃદ્ધાવસ્થાને દૂર ખસેડવા જતાં જુવાનીથી હાથ ધોવાઈ જશે. યુવાન સદા માનસિક રીતે ઇચ્છો જ હોય છે કે વૃદ્ધાવસ્થાનું મારા પર આક્રમણ ન થાય. પરંતુ તે ભૂલી જાય છે કે, યુવાની અને વાર્ધકય પરસ્પર એટલા સંયુક્ત છે કે, એકના અભાવે બીજું ખોવાઈ જાય છે. આપણને