SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રીકૃષ્ણ : ૧૦૫ આમ કહી આનંદ શ્રાવકે કહ્યું: “ના, ના, તે પ્રભો ! આપ જ આ સ્થાનની આલેચના કરો કારણ હું ખરેખર ઉપર જણાવેલ ક્ષેત્રને અવધિજ્ઞાનથી જાણું અને જોઈ શકું છું.' આ સાંભળી ગૌતમ શંકાશીલ થયા. ભગવાન પાસે આવ્યા. બધી બનેલી ઘટના કહી સંભળાવી. ભગવાને જવાબ આપે-ગૌતમ ! આનંદ કહે છે તે સત્ય છે. તમે જ આ સ્થાનકની આલોચના કરે અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે અને આનંદ શ્રાવકને ખમાવે.” ભગવાનની પાસેથી આ નિર્ણય સાંભળી, કશા જ સંકેચ કે ક્ષોભ વગર, શ્રી ગૌતમસ્વામી પુનઃ આનંદ શ્રાવકને ત્યાં આવ્યા અને ભગવાન સાથે થએલી વાતચીત કહી સંભળાવી અને પોતે સેવેલ મિથ્થા સ્થાનક માટે શ્રી આનંદ પાસે ક્ષમા યાચી. એવા હતા પરમજ્ઞાની છતાં સરળચિત્ત પ્રભુ ગૌતમસ્વામી ભગવાન શ્રીકૃષ્ણ ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રીકૃષ્ણનું અનેરું સ્થાન છે. તેમને આપણી સંસ્કૃતિમાં અદૂભુત મહિમા છે. ભગવાન શ્રી કષભદેવ, ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ-આ ત્રણ મહાપુરુષો આપણી સંસ્કૃતિમાં પરમ પુણ્યપ્રભાવી વ્યકિતઓ તરીકે ઓળખાય છે. આર્ય સંસ્કૃતિમાં જન્મેલા અને પુષ્ટ થએલા કઈ પણ ધર્મો કે સંપ્રદાયએ એ ત્રણેયના વિશિષ્ટતમ વ્યકિતત્વનું લોકેત્તર મૂલ્યાંકન કર્યું છે. એ પ્રતાપી પુરુષને પિતાના ધર્મમાં અસાધારણ અતિમાનવ તરીકેનું સ્થાન આપીને દરેકે કૃતાર્થતા અનુભવી છે. શ્રી ષભદેવ જૈન આદિ રાજા, +આદિ જિન, આદિ કેવળી, આદિ તીર્થકર અને પ્રથમ ધર્મચકવર્તી છે, તેમ શ્રીમદ્ ભાગવતમાં તેમને વાસુદેવને આઠમે અવતાર માનવામાં આવ્યું છે. આ અવતરણ નાભિ રાજા અને મરુદેવી માતાને ત્યાં થયું. ત્યાં તેઓ ઋષભ નામે અવતરિત થયા અને બધાં આશ્રમ દ્વારા તેમણે લોકેને નમસ્કૃત માર્ગ દેખાડે. #ષભદેવ ભગવાને મોક્ષધર્મની પ્રરૂપણ કરી તેથી શ્રીમદ્ ભાગવતમાં તેમને વાસુદેવાંશ તરીકે ઓળખાવેલ છે. 1 + શ્રીમદ્ ભાગવત आदिम पृथ्वीनाथ मादिम निष्परिग्रहम् । આદિન તીર્થના , ઋષમ -૨થાનિન તુમઃ || अष्टमे मरुदेव्यांतु नामे जति उतक्रमः । दर्शयन् वर्मधीराणां - सर्वाश्रमनमस्कृतम् ॥ तमाहुर्वासुदेवाश मोक्षधर्म विवक्षया । हिरण्यगर्भो योगस्य वेत्ता नान्यः पुरातनः ।। सैषा हिरण्यमयी वष्टिधनेशेन निपातिता । विभोहिरण्यगर्भत्वमिव बोधयितु जगत् ॥ શ્રીમદ્ ભાગવત મહાભારત–શાંતિપર્વ મહાપુરાણ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy