________________
૧૦૪: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર
છે. ઉપાસક દશાંગ નામના અંગમાં ભગવાનના એક પ્રમુખ શ્રાવક શ્રી આનંદ સાથે શ્રી ગૌતમ સ્વામીને જે વાર્તાલાપ થયે છે અને તેમાં શ્રી ગૌતમ સ્વામીએ જે સરળતા, વિનમ્રતા અને ગુતાને પરિચય આપે છે તે જાણવા જેવું છે.
આનંદ શ્રમણોપાસક વ્રત નિયમ અને પ્રતિમાઓને વિધિપૂર્વક નિર્વાહ કરતે જ્યારે શુષ્ક શરીરવાળે અને સુકાએલા લેહી માંસવાળ થઈ ગયેત્યારે એક રાત્રિએ ધર્મ જાગરણ કરતે એ અધ્યવસાય તેને ઉત્પન્ન થયે-જ્યાં સુધી મારામાં ઉત્થાન, કર્મબળ, વીર્ય પરાક્રમ, શ્રધ્ધા, ધેય, સંવેગ છે, જ્યાં સુધી મારા ધર્મોપદેશક ભગવાન મહાવીર જ્યવંતા વિચરી રહ્યા છે ત્યાં સુધી અપશ્ચિમ મરણોતિક સંખના સ્વીકારી, ધર્મની આરાધના પૂર્વક વિચરવું એજ માસ માટે શ્રેયસ્કર છે. આવા શુભ વિચારો આવતાની સાથે તે સંલેખના વિધિને સ્વીકાર કરી લે છે અને મૃત્યુની ઈચ્છા ન રાખતે વિચરે છે. અન્યદા કયારે વિશેષ પ્રકારના શુભ અધ્યવસાયથી અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં લવણ સમુદ્રમાં પ૦૦ જન સુધીનું ક્ષેત્ર, ઉત્તરમાં ચુલ્લ હિમવંત પર્વત સુધી, ઊર્વ દિશામાં સૌધર્મદેવલેક સુધી, અદિશામાં પ્રથમ નરકના લેલુચુત નરકાવાસમાં ૮૪ હજાર વર્ષ સુધીનું ક્ષેત્ર તેમણે અવધિજ્ઞાન દર્શનથી જાણ્યું અને જોયું.
તે જ સમયે ભગવાનનું ત્યાં પદાર્પણ થયું. શ્રી ગૌતમ સ્વામી વાણિજ્યગ્રામ નગરના ઊંચ, નીચ, મધ્યમકુળમાં સામુદાયિક ગેચરી માટે નીકળ્યા. યથારૂચિ આહાર ગ્રહણ કરી, વાણિજ્યગ્રામને મધ્યમાંથી નીકળી, કેટલાક સન્નિવેશની પાસેથી જતા માનવ સમુદાય પાસેથી શ્રી આનંદ શ્રાવકના સંલેખન સ્વીકારવાની વાત સાંભળી. એટલે આનંદ શ્રમણોપાસકને દર્શન આપવા તેઓ પધાર્યા. ગૌતમ સ્વામીના શુભાગમનથી આનંદના હર્ષને પાર ન રહ્યો. તેણે નિવેદન કર્યું: “પ્રલે ! હું તપથી કૃશ થઈ ગયે છું. આપની પાસે આવી ચરણમાં મસ્તક નમાવી વંદન કરવાની શકિત મારામાં રહી નથી, એટલે કૃપા કરી આપ જ પાસે પધારે. ગૌતમ સ્વામી તેમની પાસે પધાર્યા. આનંદ મસ્તક નમાવી કૃતાર્થ થયે. પછી એક પ્રશ્ન પૂછ-પ્રભે ! ગૃહસ્થાવાસમાં રહેતા ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય ખરૂં?” ગૌતમે જવાબ આપેઃ “હા.”
આનંદે કહ્યું: જે આ સત્ય હોય તે પ્ર ! મને પણ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં લવણ સમુદ્રમાં પાંચસે જન સુધી હું જાણું અને જોઉં છું. ઉત્તરમાં ચુલ્લ હિમવંત પર્વત સુધી, ઊંચે પ્રથમ દેવલોક સુધી અને નીચે રત્નપ્રભા નરકના લેલુય્યત નરકાવાસ સુધી જાણવા જેવાનું મને જ્ઞાન થયું છે. આ સાંભળી શ્રી ગૌતમસ્વામી આશ્ચર્યમાં પડ્યા. તેમણે કહ્યું: “ગૃહસ્થને અવધિજ્ઞાન થાય છે ખરું, પરંતુ આવા પ્રકારનું એટલે કે જેવું તમને થયું છે તેવું થતું નથી. માટે તમે જે મિથ્યાલાપ કર્યો છે તેની આલોચના અને નિંદા કરી પ્રાયશ્ચિત કરે.
આ સાંભળી આનંદે કહ્યું-“ભગવન ! જૈન શાસનમાં યથા તથ્ય કહેનારને પણ આલેચના અને પ્રાયશ્ચિત્ત કરવાં પડે ખરાં?”