SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-હત્યાનને પાયે અક્ષત-પૂજા – આપણું અક્ષય-અખંડ જે સ્વરૂપ છે તેને પ્રતીકરૂપ અક્ષતપૂન છે. જે અક્ષત છે તેને હું પૂછું છું” એ તેને ભાવાર્થ છે. માટે પૂજામાં ક્ષતિરહિત અક્ષત વાપરવાનું વિધાન છે. ફળ-પૂજા – પરમાત્માની પૂજામાં જે ફળ મુકવામાં આવે છે તે શુભાશુભ કમફળના ત્યાગરૂપે છે. કર્મના શુભાશુભ ફળને હું કર્તા કે ભકતા નથી અને હું કર્મફળથી ભિન્ન ચૈિતન્ય સ્વરૂપ છું તેવી અનુભૂતિના પ્રતીક રૂપે ફળ-પૂજા કરવામાં આવે છે. નૈવેદ્ય-પૂજા – આ પૂજા આત્મનિવેદનરૂપ છે. સર્વ મિષ્ટ અને ઈષ્ટ પદાર્થોમાં મને કઈ રસ નથી. રસ છે એક માત્ર ભગવાનમાં આવી ભાવના નૈવેદ્ય ધરતાં ભાવનાની છે. આરતી - આરતી પાંચ જ્ઞાનનું પ્રતીક છે. મંગળ દી એ કેવળજ્ઞાનનું પ્રતીક છે. આ રીતે મંદિર અને મૂર્તિ-પૂજા એ ભારતીય દર્શનની સાધનામાં મુખ્ય અંગ છે. પ્રભુને પૂજવામાં પ્રભુની પ્રભુતા પૂજ્ય છે, પરમ તારક છે, એ વિશ્વાસ દઢીભૂત કરવાનો છે, કે જેથી વિષય-કષાય રૂપ સંસારને પૂજવાની મનની મિાગતિ, આપોઆપ અંકુશિત થઈને, પ્રભુ તરફ ગતિ કરતી થાય અને આત્મા, આત્મામાં રમતા કરતે થાય. ક શિવમસ્તુ સર્વજગત પિતાનું હિત વિશ્વના હિત સાથે સંકળાયેલું છે. અનાદિ ભવભ્રમણમાં સર્વ જીવે સાથે સર્વ પ્રકારનાં સંબંધ કર્યા છે, પણ ધર્મસંબંધ કર્યો નથી, કર્યો છે તે બહુ ઓછો કર્યો છે, એવું શામવચન છે. એથી ફલિત થાય છે, કે અધર્મ સંબંધના કારણે ભવભ્રમણ છે અધર્મ સબંધ એટલે-પરસ્પરને પીડાકારક, અહિતકારક, અસુખકારક સંબંધ. આપણે એકબીજાને પીડા આપીને જીવ્યા છીએ, સુખ આપનાર તરફ કૃતજ્ઞતાને ભાવ દાખવ્યો નથી, દુઃખ આપ્યા પછી ક્ષમા માંગી નથી, દુઃખ આપનારને ક્ષમા આપી નથી. દુઃખી પ્રત્યે દયા, સુખી પ્રત્યે અમી નજર, પુણ્યવાન પ્રત્યે પ્રમોદ અને પાપી પ્રત્યે સહનશીલતા દાખવી નથી. માત્ર પોતાના જ સુખની ચિંતા કરી છે અને બીજ સર્વનાં સુખ-દુખ પ્રત્યે ઉપેક્ષાભાવ કે અનાદરભાવ જ દાખવ્યો છે. એનું જ બીજું નામ મિથ્યાત્વનું સેવન છે અને અનંતાનુબંધી કષાયનું રક્ષણ છે. જીવને અનંત સંસારમાં ભટકાવનાર આ બે જ મહા પાપ છે. તેને પ્રતિકાર ન થાય ત્યાં સુધી કોઈ પણ સદ્દગુણનું સેવન, સાનુબંધ-ટકાઉ બનતું નથી. મિથ્યાત્વના આ
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy