SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ દુકૃત ગઢ પ૯૯ આપણે કયાં છીએ અને શું છીએ એ જાણ્યા વિના, કયાં જવું અને શું થવું એ ભાગ્યે જ સમજાય છે. તત્વચિંતક કહે છે કે, જીવન એ તે આત્મસાક્ષાત્કારની એક મહત્વની પ્રક્રિયા છે. એ પ્રક્રિયાને પરિચય કરી લેવાની એક રીત એ કટી છે. કટીથી ડરનાર, બહિર્મુખ હોય છે. એ અંગત સુખ-દુઃખને જ ફક્ત ખ્યાલ કરી અણગમતાં પરિણામેથી ગભરાયા કરે છે. કટી માટે તત્પર રહેનાર અંતર્મુખ હોય છે. તે અંગત સુખ-દુખને ખ્યાલ છેડી દઈ શ્રેયસ્કર જીવનની ઝંખના કરતા રહે છે. સુખ એ તે આનુસંગિક બાબત છે. એ કાંઈ જીવનનું ધ્યેય નથી. સતત વિકાસ અને અંતે આત્મસાક્ષાત્કાર એ જ સાચું જીવન છે, જીવનનું સાચું દયેય છે. આટલું બરાબર સમજનારને પ્રત્યેક કમેટી હંમેશાં શ્રેયસ્કર નીવડે છે. જ્યારે તે કસેટીમાં સફળ થાય છે ત્યારે તેનામાં આત્મશ્રદ્ધા પ્રગટે છે. અને નિષ્ફળ નીવડે છે ત્યારે તે પિતાની નિર્બળતાઓને પારખીને તેને દૂર કરવા પ્રયત્નશીલ બને છે. આમ બને સ્થિતિમાં તેની તે પ્રગતિ જ થાય છે. કસેટીએ ચઢતા જવું, પિતાનું મૂલ્યાંકન કરતા જવું અને મૂલ્ય વધારવા મથતા જવું, એ આત્મોન્નતિની નિસરણીના કમિક પગથિયા છે. જેને આન્નતિ સાધવી છે, આત્મસાક્ષાત્કાર પામો છે, તેને કસેટીથી ડર્યો નહિ ચાલે. કટીથી દૂર ભાગવું એ કાયરતા છે. ઉલટભેર કટીને આવકારવી એ મર્દાનગી છે. કંચનને ક્યારેય કસેટીને ડર નથી જ સ્પર્શતે. દુષ્કત ગોં દુષ્કત ગહ વડે સહજમળને હ્રાસ થાય છે. સુકૃતાનુદન વડે તથાભવ્યત્વને વિકાસ થાય છે. શરણુગમન વડે ઉભય કાર્ય એક સાથે સધાય છે. કેમકે જેનું શરણ ગ્રહણ કરાય છે. તેમને સહજમળ સર્વથા નાશ પામે છે, અને તેમના ભવ્યત્વને પરિપૂર્ણરૂપે વિકાસ થયે છે. સહજમળ તે પરતત્ત્વના સંબંધમાં આવવાની શક્તિ છે. તે શક્તિનું બીજ જ્યારે બળી જાય છે. ત્યારે પરના સંબંધમાં આવવાની ચગ્યતારૂપ શક્તિથી ઉત્પન્ન થતી ઈરછા માત્રને વિલય થાય છે, સ્વાધીન સુખને પામેલા શુદ્ધ પુરુષોના સ્મરણરૂપ શરણથી તે ઈરછા નાશ પામી જાય છે. પરાધીન સુખની ઈચ્છા નષ્ટ થવાથી સ્વાધીને સુખને પામવાની ઈચ્છા વધતી જાય છે તે જ ભવ્યત્વભાવને વિકાસ છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy