SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-હત્યાનને પાયે સ્વાધીન સુખ પામેલાનું શરણુ એકાગ્રચિત્તે મરણ પરાધીન સુખની ઈચ્છાને નાશ કરી અને સ્વાધીન મિક્ષ સુખ પમાડીને જ જપે છે. દુષ્કૃતગહીં એટલે પર–પીડાની નહીં, સંસારાવસ્થા પર-પીડારૂપ છે. તેની નહીં કરવી એટલે પરપીડાને ત્યાજય માનવી અને તેમાંથી મુક્ત થવા પ્રયાસ કરે “તે “ના” પદને અર્થ છે. હું એટલા માટે નમું છું કે બીજાને પીડા આપીને જીવું છું. “સ્થાપક બધાનુકૂલ વ્યાપાર” તે નમસ્કાર છે. સ્વને અપકર્ષ કરાવનાર બેધમાંથી નીપજેલી ચેષ્ટા તે નમસ્કાર છે. અપકર્ષ એટલા માટે કે હું પરપીડારૂપ છું. સુકત એટલે પોપકાર, તેની અનુમોદના તે સુકૃતાનુમોદના. આવા સુકૃત કરનારાએમાં શ્રી અરિહંત મોખરે છે. પરને પરમ ઉપકારક છે. એ ઉપકાર એકાંતિક અને આત્યંતિક છે. જે કઈ તેને આશ્રય તેમના નામાદિ દ્વારા લે છે, તેને અક્ષય સુખ પમાડનારા થાય છે એટલે તેમનું શરણ પરમ સુકૃતરૂપ છે. તેમની અનુમોદના એટલે તેમના ઉક્ત પરોપકારરૂપ સુકૃતની અનુમોદના. એ રીતે પરપીડારૂપ દુષ્કૃતની ગહ તથા પરોપકારરૂપ સુકૃતની અનુમોદના કરવાપૂર્વક શ્રી અરિહંતાદિ પરમેષ્ટિઓનું જેઓ શરણ અંગીકાર કરે છે તેઓ ભવભયથી સર્વથા મુકત થાય છે. પરપીડાનો પરિહાર અને પર ઉપકારને આવિષ્કાર ભવભયથી મુક્ત કરાવનાર છેતે ઉભયસ્વરૂપને શ્રી પંચપરમેષ્ટિ ભગવતે વરેલા છે. તેથી તેનું સ્મરણ-શરણ, પૂજન, આર–સકાર, ધ્યાન અને તેમના શરણે રહેલાની ભક્તિ-પૂજા, સેવા-સન્માન આદિ નિયમ મુક્તિપ્રક નીવડે છે. દેવું ચૂકવવામાં સજજનતા છે તેમ ઉપકારનું ઋણ ચૂકવવામાં વિનમ્રતાપૂર્ણ ધમપરાયણતા છે. બેમાંથી એક પણ પ્રકારના દેવાની ચૂકવણી વખતે જરા જેટલે પણ અહંકાર ન આવ જોઈએ. જે આવે તે માની લેવું કે આપણને એ દેવું ખટકત નથી. ભારરૂપ લાગતું નથી અને જેને દેવું ભારરૂપ ન લાગે તે જરૂર બે છે. માટે હંમેશાં ઋણમુક્તિના આશયપૂર્વક અસીમે પકારી શ્રી અરિહંતાદિની ભક્તિ કરતા રહીને જીવમાત્રના સાચામિત્રનું કર્તવ્ય બજાવતા રહેવું તે મંત્રાધિરાજના આરાધકેની ફરજ છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy