SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ આત્મ-હત્યાનને પાયો લેકેએ ખુશ થઈને એ વૈજ્ઞાનિકને માનપત્ર આપ્યું. છાપામાં એનું નામ અને ફેટે પણ આવી ગયા. આમ બધાએ સામુદાયિક કર્મ બાંધ્યું. આવા કેઈ સામુદાયિક કર્મના કારણે જ આંધ્રમાં બીજા વર્ષે રેલ આવી. ખેતરના પાક તણાઈ ગયા. ખેડૂતે રોટલા વિનાના થઈ ગયા. એમને ભીખ માગવાને વખત આવી ગયો. દુઃખ વાવવાથી દુઃખ મળે છે તે જ સુખ વાવવાથી સુખ પણ મળે જ છે. એક મેડૂત બેન્કને દેવાદાર થઈ છે. દેણી રકમ ભરવાની છેલ્લી તારીખ આવી ગઈ. આબરૂ બચાવવા માટે તે ટ્રેકટરની લે-વેચ કરનારા દલાલને ત્યાં ગયો. અને પિતાનું ટ્રેકટર આજને આજ વેચી આપવાની વાત કરી. દલાલે કહ્યું આજે તમારૂં ટ્રેકટર વેચાય પણ ખરું અને ન પણ વેચાય કારણ કે મારા લીસ્ટમાં કુલ ૪૦ ટ્રેકટરે આજની તારીખમાં વેચવાનાં છે. ઇલાલના જવાબથી ખેડૂત મૂંઝાણે અને પહયે પિતાના ધર્મગુરૂ પાસે. ખેડૂતની વાત સાંભળીને ધર્મગુરૂએ તેને સલાહ આપી કે તુ હમણુને હમણાં ધર્મસ્થળે જઈને પ્રભુને પ્રાર્થના કરી કે, દલાલને ત્યાં લીસ્ટ પર છે તે ૪૦ ટેકટરે પહેલાં વેચાઈ જાય અને મારું ટ્રેકટર છેલ્લે વેચાય. ધર્મગુરૂની આ સલાહ મુજબ પ્રાર્થના કરવાથી ખેડૂતનું કામ થઈ ગયું. દલાલ પણ નવાઈ પામે કે કઈ દિવસ નહિ ને આજે ફક્ત બે કલાકમાં ૪૧ ટ્રેકટર ખપી ગયાં. | તાત્પર્ય કે પરહિતની પ્રધાનતાવાળું ચિત્ત એ સુખનું જબર આઠપક કેન્દ્ર બનીને સ્વને પણ સુખ પ્રદાન કરી શકે છે. “આ રીતે “વા તેવું લણે'ને કુદરતી કાયદે અફર રહે છે. જેને વિશ્વના વિધાન રૂપ પણ કહેવાય છે. વિશ્વના વિધાન કહે કે કુદરતી કાનૂન કહે કે પ્રકૃતિના નિયમ કહે-એક જ છે. કેસેટીનો ડર કસોટીએ ચડવાને પ્રસંગ આવે છે ત્યારે માણસ ગભરાય છે અને એ પ્રસંગ ટાળવા મથે છે. એને એ ડર સતાવતે હોય છે કે, હું કદાચ કસોટીમાં નહિ ટકી શકું તે ? પણ, આમ સત્યને ડર રાખે કેમ ચાલશે ? પિતાનું ખરું સ્વરૂપ, પિતાને અને જગતને જાવા દેવામાં જ સદા કલ્યાણ છે. મધુર અસત્ય કરતાં કડવું સત્ય વધારે પથ્ય નીવડે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy