SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનને પાયે જે અનુભવનાં મૂળ આ રીતે ભૌતિક કે બૌદ્ધિક પણ નથી, તેનું અસ્તિત્વ જ નથી, એમ કહેવું એ પણ સાચું નથી. આત્મા સ્વયં તેની ભૂમિ છે, અને ત્યાંથી જ આ બધા અતિમાનુષી (દેવી) અને અતીન્દ્રિય ભાવ સકુરણ પામે છે. આ અનુભવો માટે વ્યવહારનાં તેલ-માપ સાવનકામાં થઈ પડે છે. જીવનના ઉંડાણમાં, આત્માના અંતરમાં જોતાં આવડે, તે જ તેનાં મૂલ્ય સમજાય છે. કમઠ અને ધરણેન્દ્ર ઉભય પ્રત્યેના ભગવાન શ્રી પાર્શ્વનાથજીના તુલ્યભાવનું તેમજ સંગમ પ્રત્યેની દેવાધિદેવ શ્રી વીરસ્વામિની અપાર કરૂણાનું મૂલ્ય આત્મભાવને સમજ્યા વિના નહિ સમજાય. જે અનુભવોને આત્મભાનું આલંબન છે, એવી વિશ્વમૈત્રી, કરુણા, અહિંસા કે નિઃસ્વાર્થ પ્રેમની પાસે વ્યવહારિક બધા અનુભવે ચંદ્ર પાસે તારલાઓની જેમ ફીકા લાગે છે, તેથી એમ સાબિત થાય છે કે, મન બુદ્ધિ, પ્રાણ કે શરીર કરતાં આત્મ તવ ચઢિયાતું છે. આત્મભાવ આત્મીયતાનો સૂચક છે. આત્મીયતા આત્મતત્વ સાથે કેળવાય, જડ સાથે નહિ. જડ પ્રત્યેની આત્મીયતા, આત્મભાવને ખીલવતી નથી પણ અવધે છે, કારણ કે જડ પદાર્થમાં પ્રતિભાવ વ્યક્ત કરનારી ચેતના હેતી નથી. એટલે આત્મભાવને પૂરે ભાવ આપવાથી જ ભવનિસ્તાર થતું હોય છે. ભવનિસ્તારથી વ્યવસ્થિત સંસારસ્થ બધા ને એકાંતિક અભયનું દાન, અનંતકાળ પર્યતા થતું જ રહે છે. એ રીતે સહુ આત્મભાવનું મુલ્ય અકતા થાય તે બેડો પાર થઈ જાય! S આત્મભાવ-પરભાવ ભાવ જેટલો વધુ પવિત્ર, વધુ સૂક્ષમ તેટલું વિશેષ તેનું પવિત્ર અને દીર્ધાયુષ્ય, તેટલી અધિક તેની શુભ-અસરકારકતા. પરભાવ આપણને બોલાવતા નથી પણ આપણે જ તેના તરફ ખેંચાઈએ છીએ અને સમર્પિત થઈએ છીએ. સ્વભાવની વધઘટ પર જીવનના ઉત્થાન અને પતનને આધાર છે. સવભાવ વધે એટલે જગતના સર્વોચ્ચ પદાર્થો પગમાં આળોટે, પરભાવ વધે એટલે પેટ પુરતું અન્ન પણ ન મળે. ધર્મચક્રવર્તી શ્રી અરિહંત પરમાત્માના ગુણરૂપ અષ્ટમહાપ્રાતિહાર્ય એ ઉત્કૃષ્ટતમ સ્વભાવનું ઉત્કૃષ્ટ પ્રતીક છે. આત્મ શક્તિ અમાપ, અચિત્ય અને અનંત છે. કર્મના કાચા માલમાંથી જે શરીરની રચના કરે છે, તે નશ્વર દેહ જ તેને પુરાવે છે. ગુલાબની એક પાંખડી કે મોરનું એક પીછું કેણ બનાવી શકે? આત્મશક્તિને તે પુરાવો છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy