________________
આત્મ-રસિકતા
૧૩
દાન—શીલ—તપ—ભાયાઞ
ઘર છોડીને બહાર ભટકવું જેટલું દુ:ખદાયી છે, તેટલું કષ્ટદાયક આત્મભાવને છેડી પરભાવવાં રખડવું તે છે. સ્વને ભાવ આપવા માટે સ્વના ચેાગ કરાવી આપનારા દાન, શીલ, તપ અને ભાવમાં જીવનને જોડવું જોઈએ. આહાર, ભય, નિદ્રા અને મૈથુનના ચેાગ પરભાવ અને પરિગ્રહને ઉત્તેજે છે. તેમાંથી મુક્ત થવા માટે દાન, શીલ, તપ અને ભાવના ચેગ આવશ્યક છે.
દાનના ઉત્કૃષ્ટ અર્થ હું' ની ચિંતાને સવની ચિંતામાં પરિણમન કરવા તે છે. ઇન્દ્રિયા અને મનને આત્મામાં લીન કરવા તે શીલ છે. દાનથી ઢહુના અધિકાર જાય છે, શીલથી આત્માના અધિકાર આવે છે. તપ આત્માને નિમળ બનાવે છે. ભાવ આત્માને ખેલતા કરે છે. શરીર, વાણી અને વિચાર તેના આજ્ઞાંક્તિ બને છે.
નિઃસ્વાર્થના આદરમાં સાચુ' સ્વત્વ પ્રગટે છે. મન, વચન અને કાયા પર આહાર, નિદ્રા, ભય અને મૈથુનનું ચલણ છે, તેના સ્થાને સજીવ હિતકર શ્રી અરિહંતની આજ્ઞાનું ચલણુ થવુ' જોઇએ. એનું જ નામ આત્મભાન છે. તેનાથી દરિદ્રતા, અપતા, ક્ષુદ્રતા અને પામરતાના અંત આવે છે.
જીવા પ્રત્યેના અમૈત્રીભાવના ત્યાગ કરવા તે મા છે, માર્ગોનુસારિતા છે, તેનાથી આત્મભાવનુ` મંગળમય પ્રભાત ઉઘડે છે.
சு
આત્મ રસિકતા
આત્મા તેહમાં રહેલા છે. છતાં નિન્વિકલ્પ સમાધૈિરૂપી તપ વિના માટા મહાત્મા પણ તેને જાણી શક્યા નથી, માણી શકતા નથી.
પર્યાયની અપેક્ષાએ આત્મામાં ઉત્પત્તિ અને નાશ તથા મૂળ દ્રવ્યની અપેક્ષાએ અજરત્વ, અમરત્વ અને નિત્યત્વ છે.
આત્મા વ્યવહારથી જ્ઞેયને જાણે છે અને પરમાર્થથી પેતે પેાતાના સ્વરુપમાં રહે છે. પ્રદેશા નયથી આત્મા દેહવ્યાપી છે, જ્ઞાના નયથી તે વિશ્વવ્યાપી છે. પરજ્ઞેયને તન્મય થઈને જાણતા નથી, પેાતાને તન્મયપણે અનુભવે છે. પર પ્રકાશકતા સહ જ ઉપચરિત છે. સ્વપ્રકાશકતા નિરૂપચરિત છે. અન્યના કરેલા રાગ-દ્વેષ અને સુખ– દુઃખાદિ તે જાણે છે, છતાં તન્મય થઈ જતા નથી.