________________
૧૧
આત્મભાવનું મૂલ્યાંકન
આ બ્રાભાવનું મરણ વૃત્તિમાં સદેવ જાગૃત રહે, તે માટે ઈશ્વર તરવની ભાવના કરાવનાર મંત્રીપદને પિતાના હૃદયમાં સ્થાપવું જોઈએ. તે મંત્રીપદ છે “નમો અરિહંતાણું.”
આત્મભાવનું મૂલ્યાંકન જીવનના અનુભવોને સમજવા માટે આપણે તેનાં કારણે તપાસીએ છીએ.
આપણે કપડાં શા માટે પહેરીએ છીએ? કારણ કે ટાઢ-તડકા આદિથી આપણા શરીરનું રક્ષણ કરવા ઈચ્છીએ છીએ. આપણે મિત્રો કેમ બનાવીએ છીએ? કારણ કે આપણું સુખ–દુખમાં ભાગ લે, એવી વ્યક્તિઓની આપણને જરૂર છે.
આ રીતે જીવનના અનેકવિધ વ્યાપાર હોય છે, અને તેને સમજવા માટે આપણે કારણે ખેળીએ છીએ. કારણ સમજાયા પછી આપણે તે વ્યાપારોની કિંમત આંકીએ છીએ.
ક્ય બરાક સારે? કઈ ચીજ મૂલ્યવાન કર્યું વર્તન જરૂરી? કયે ધંધો કરવો સારે? વગેરે બાબતમાં નિર્ણય કરવા માટે આપણે કારણેની કસોટી વાપરીએ છીએ. જેની પાછળ વધારે મૂલ્યવાન કારણ હોય અને જેનો ઉપયોગ વધારે ફળદાયી હોય, તેને આપણે અધિક પસંદગી આપીએ છીએ. આ રીતે કારણ અને કાર્ય, એ બે ના આધારે આપણે જીવનને સમજીએ છીએ અને તેનું મૂલ્ય મૂલવીએ છીએ.
પણ જીવનના બધા અનુભવો આ કેટિના હેતા નથી. કેટલાક અનુભવોને કારણેની કે ઉપગની ચાલણમાં ચાળી શકાતા નથી, તેની કિંમત આંકવા માટે નફા-નુકશાનનાં કે ઉપયોગિતા–અનુપયોગિતાવાદના તેલ કામ આવતા નથી. તે અનુભવે સ્વયંભૂ હોય છે.
દા. ત. દયા અને પ્રેમ, અહિંસા અને ધર્મ. આપણે દયા કરીએ છીએ, પ્રેમ ભાવના બતાવીએ છીએ, તેનાથી કોઈ ખાસ ભૌતિક કે પૌલિક લાભ થતું નથી. એમ કરવાનું કેઈ દય કારણ પણ સમજાતું નથી. કેટલીક ભાવનાઓ કઠોરતા પણ માગી લે છે, કેટલાકની કિંમત સમગ્ર જીવન કરતાં પણ વધારે લાગે છે. વ્યક્તિના જીવનમાં એવું ઘણું ય મળી આવે છે કે, જેને સામાન્ય તર્કની કસોટીએ કરી શકાતું નથી. મતલબ કે જીવનના બધા જ અનુભવો માટે કારણે જડવાં કે તેને વ્યવહારિક ઉપગ હવે શક્ય નથી.