SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ ૪૩૫ પૂર્ણતાને હેતુ હોવાથી ઉપચારથી પણું મનાય છે. આ જાતિને વિચાર સ્યાદ્વાદીને જીવતે અને જગતે હેય છે. વૃત્તિ કે પ્રવૃત્તિને અહિંસક બનાવનાર તથા સત્યને ઘાત કે વિરોધ નહિ કરનાર એકનું એક સાધન કોઈ પણ હોય તે, બુદ્ધિમાં કે પ્રવૃત્તિમાં સ્યાદ્વાદને પરિણુમાવે તે જ છે. કેઈ કહે છે કે જીવ અનાદિથી જ્ઞાનના અભાવે ભટકે છે, કેઈ કહે છે કે ક્રિયાના અભાવે. પરંતુ ભટકવાનું સાચું કારણ કેઈ પણ હેય તે તે એક જ છે-જીવની સ્યાદ્વાદ પરિણતિને અભાવ. જીવને આગળ વધવામાં જરૂરીમાં જરૂરી કોઈ પણ વસ્તુ હોય તે તે નિરાગ્રહિતા છે. સત્યનું મમત્વ અને અસત્યનું અમમત્વ નિહિતાનું ચિહ્ન છે. એના અભાવે જીવ જ્યાં ત્યાં પત્તાં ખાય છે. મોક્ષમાર્ગમાં તે એક મોટું વિન અને અંતરાય છે. તેને દૂર કર્યા સિવાય એક ડગલું પણ આગળ ભરી શકાતું નથી, એવી સમજણ લઘુકમ આત્માઓને આવે છે, ત્યારે તેમનામાં સ્યાદ્વાદ રુચિ જાગે છે અને સ્યાદ્વાદી પુરુષનાં વચને તેને અમૃત જેવાં મીઠાં લાગે છે. એકાંતવાદ અસત્ય છે વ્યવહારમાં આ સ્યાદ્વાદ સિદ્ધાન્તનું પાલન ઘણી વાર ભૂલયુક્ત થાય છે, જયારે મોક્ષમાર્ગમાં તે તેને વારંવાર ભંગ થાય છે. તે ભંગમાંથી જ અનેક દર્શન, વાહ, મત અને તેની પરંપરાઓ જન્મે છે. જે મોટા ભાગે એકાંતવાદના પાયા ઉપર જ રચાયેલા હોય છે. એ એકાંતને જ જૈનશાસકારે નિશ્ચયથી મિથ્યાત્વ કહે છે અને અનેકાંતને જ સમ્યફ દર્શન તરીકે સંબોધે છે. એકાંતવાદીને જીવાદિક તત્ત્વના સ્વરૂપ અને તેના નિરૂપણમાં એકાંત-નિત્ય કે એકાંત-અનિત્યાદિ દૂષણે આવે છે એટલું જ નહિ પણ મુક્તિના ઉપાયમાં ખેંચતાણ આવીને ઊભી રહે છે. એ એક પક્ષની દુરાગ્રહિતા જ જીવના માસમાં અંતરાયરૂપ નીવડે છે. તેને ટાળવા માટે સ્યાદવાદ પરિણતિની જરૂર પડે છે અને એ પરિણતિનું ઘડતર જીવનના પ્રત્યેક વ્યવહારમાં શુદ્ધિની અપેક્ષા રાખે છે. સર્વત્ર ઉચિત પ્રવૃત્તિનું બીજું નામ All life is yoga એમ કહી શકાય. એ ઉચિત પ્રવૃત્તિ તે જ થઈ શકે જે સ્યાદવાદ પરિણતિ ઘડાયેલી હોય અથવા સ્યાદ્દવાદ પરિણતિને ઘડવા માટે ઉચિત પ્રવૃત્તિ સાધનરૂપ પણ બની શકે. એમ પરસ્પર કાર્યકારણરૂપ બનીને જીવની એક એવી અવસ્થા આવે છે કે જે વડે પછી તે પ્રત્યેક વ્યવહારમાં સત્યનું સોપાંગ પાલન કરી શકે છે. સત્યના એ સાંગોપાંગ પાલનને આપણે “અહિંસા' શબ્દથી સંબોધી શકીએ.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy