SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનના પાયા અહિંસાની પાછળ આટલે વિશાળ ભાવ રહેયેા છે એ સમજાવવા માટે જ તેને દ્રવ્ય, ભાવરૂપે, હેતુ-સ્વરૂપ-અનુષ'ધરૂપે, ઉત્સગ -અપવાદરૂપે તેમ જ બીજી પણ અનેક રીતે વર્ણવવામાં આવેલી છે. એ સમજવું તે ઘણુંજ રસમય છે. મુમુક્ષુઓને અત્યંત ઉપયેગી છે અને એની ઉપયેાગિતા લક્ષમાં આવ્યા પછી જ શ્રી જિનાગમાની ગ‘ભીરતા ખ્યાલમાં આવે છે. ૪૩૬ E શુદ્ધ નયની ભાવના અસીમ ઉપકારી પરમાત્મા શ્રી મહાવીરસ્વામીજીનું અધ્યાત્મ-દન. પરમાત્મા શ્રી મહાવીરસ્વામીના દર્શનમાં પ્રત્યેક જીવાત્મા અનાદિ નિધન અને શુદ્ધ નિર્જન છે. જે કાંઈ અશુદ્ધિ છે, તે પર્યાયગત છે અને ઔપાધિક છે, મૂળભૂત નથી. નિશ્ચય દૃષ્ટિથી વિચારતાં નિગેાદથી માંડીને સિદ્ધિ પર્યંતના જીવાશુદ્ધ છે, એકરસ છે, સમ છે, નિર્વિકલ્પ અને નિર્વિલે છે. સર્વ જીવ શુદ્ધ નયથી શુદ્ધ છે. આ રીતે શુદ્ધ ન કોઈ પણ જાતના ભેદભાવ વિના વિશ્વ ચૈતન્ય અખંડ પરબ્રહ્મ સ્વરૂપ જુએ છે. નરમાત્રમાં નારાયણને જુએ છે. પ્રાણીમાત્રમાં પરમાત્મ-ઇન કરે છે. પરમાત્મા શ્રી મહાવીરસ્વામીજીને પ્રત્યેક અનુયાયી એ રીતે આત્મભાવની ભાવના કરી રહેલ હાય છે, એ માત્ર કલ્પના નથી, પણ સત્ય ભાવના છે અને આત્મભાવના કહેવામાં આવે છે. કહ્યું છે કે • ઉચિત વ્યવહાર અવલ બને એમ કરી સ્થિર પરિણામ રે; ભાવીએ શુદ્ધ નય ભાવના પાવનાશયતણુક ઠામ રે. ચેતન જ્ઞાન અજુવાળીએ. કૈંહ, મન, પુદ્દગલ થકી ક્રમ થી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય-અકલંક છે જીવનું' જ્ઞાન–માન–સ્વરૂપ રે. ચેતન...’ “ હું એક-અખંડ, જ્ઞાયક, ચિત્, ચૈતન્યમૂર્તિ છું, પરાશ્રયથી રહિત એક માત્ર નિર્દેન્દ્રે સ્વાવલંબી, જ્ઞાનસ્વભાવી, અનાદિ-અનંત આત્મા છું. ” આત્માનુ' અસ્તિત્વ ‘અસતે વૃત્તિ શામ।' સ્વભાવમાં સતત ગતિશીલ. જ્ઞાનશીલ, પ્રાપ્તિશીલ તે આત્મા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી સત્ છે. પર દ્રવ્યાદિથી અસત્ છે. મારે એક આત્મા જ મારા માટે ધ્રુવ છે, આધાર છે, આલંબન છે, શરણુ છે. હું મારા છું, ખાદ્ય દૃષ્ટિથી વિવિધ નિમિત્તોના કારણે મારામાં નાનાત્વ છે, પણ આંતર દૃષ્ટિએ જોતાં એક અભેદ, જ્ઞાયક, શુદ્ધ, અસંગ આત્મા જ છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy