SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ આત્મ-ઉત્થાનના પાયે અસ્થિમજાવત્ બનાવી શકે, એવા વિદ્વાનોની શાસનને વધારે જરૂર છે. તે માટે આ દિશામાં પ્રયત્ન કરવાની ખૂબ જરૂર છે. હૃદયને વિશાળ અને પ્રેમી બનાવવાની સૌથી પ્રથમ જરૂર છે. સમાન વિચારવાળાઓએ પરસ્પર સંગઠન કરવાની અને ઉત્તેજના આપવાની જરૂર છે. આ કાર્ય કઠણ છે, પણ તેને અપનાવ્યા સિવાય શાસનમાં ઉદારતા, વિશાળતા, પરમાર્થ પરાયણતા, ગુણગ્રાહિતા વગેરે લાવી શકાય તેમ નથી. માટે જ સ્યાદ્વાદ અમાપ ઉપકારકારક લેખ છે કે જે જીવનને “ગુણધામ બનાવી શકે છે. અહીં સ્યાદવાદને સંક્ષિપ્ત અર્થ એટલે જ લેવાને છે કે, સ્યાદવાદ એટલે અપેક્ષાવાદ. એટલે દરેક વસ્તુને અપેક્ષાથી ઘટાવતાં શીખવું તે. આ આમ જ” અને “આ આમ જ” એમ નહિ, પણ આ અપેક્ષાથી “આ આમ છે અને આ અપેક્ષાથી “આમ છે” એમ ઘટાવવું એ જ સ્યાદ્વાદનું રહસ્ય છે. અમે સર્વ રીતે સાચા અને બીજા સર્વ રીતે બેટા”, એવી સમજ, ખ્યાલ કે બેલ, એનું નામ એકાંતવાદ. અને તે અનેકાંતવાદને કટ્ટર શત્રુ છે. “આ અપેક્ષાથી અમે સાચા” અને “આ અપેક્ષાથી તમે ખોટા પણ બધી અપેક્ષાએ નહિ. એ અભિગમ, તમામ વિવાદ તેમ જ વિખવાદોને તરત જ શમાવી દે છે અને નવાને ઉત્પન્ન થવાને અવકાશ ઊભો થવા દેતો નથી. સ્યાદ્દવાદનું પાલન જીવનમાં સુસંવાદ સ્થાપવાને સર્વોત્તમ માર્ગ છે. સમાજ તેમજ સકળ શ્રી સંઘમાં આમેનતિકારક એકસંપી કેળવવાને જે રાજમાર્ગ તે પણ સ્વાદવાદનું અનુસરણ છે. અનન્ય ઉપકારી શ્રી તીર્થંકરદેવોની આજ્ઞાનું યથાર્થ પાલન સ્યાદવાદના પાલનથી થઈ શકે છે. અને તેના પરિણામે આત્મા આધ્યાનથી બચીને શુભ ધ્યાનમાં યાને ધર્મધ્યાનમાં જોડાઈ શકે છે અને ધર્મનું ધ્યાન સ્વ૫ર ઉભયનું કલ્યાણ કરનારું નીવડે છે. એટલે આપણે સહુએ સાચા સ્યાદવાદી બનવાની દિશામાં પ્રયત્નશીલ બનવાની ખાસ જરૂર છે કે જેથી વિતંડાવાને જન્મવાની એક પણ તક ઊભી ન થાય અને જીવનને સાર્થક કરવાની પ્રત્યેક તકને આપણે સફળતાપૂર્વક સદુપયેાગ કરીને શ્રી જેનશાસનને પૂરા વફાદાર બની શકીએ. સ્યાદવાદ દષ્ટિ બીજના પરમાણુ જેટલા ગુણને અને પિતાના પરમાણુ જેટલા દેષને પર્વત જેવા જેવાનું કારણ એ છે કે, સમ્યગદષ્ટિ જીવ બીજાના ગુણોને વ્યવહાર નયથી જુએ છે અને પોતાના આત્માને નિશ્ચય નયથી જુએ છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy