________________
આત્મ ઉત્થાનને પાયે આત્માને શરીરથી એકાંત અભિન્ન માનવામાં મરણ જ ઘટતું નથી, કારણ કે મરણ વખતે શરીર કાયમ રહે છે. પ્રાણવાયુ અને તેજસ અગ્નિના અભાવે જો મરણ માનવામાં આવે તે મ૨ણ બાદ પર રહેતું નથી. કારણ કે શરીરના નાશની સાથે આત્માને પણ નાશ જ થઈ જાય છે.
આત્માને (આત્મ) દ્રવ્યરૂપે નિત્ય અને નર-નરકાદિ પર્યાયરૂપે અનિત્ય તથા નિશ્ચય દષ્ટિએ શરીરથી બિન અને વ્યવહાર દષ્ટિએ શરીરથી અભિન શ્રી જેનશાસને જ માને છે, તેથી શ્રી જિનમત મુજબ જ હિંસા કરનારે (મારનારો) તથા હિંસા પામનારો (મરનારે) જીવ અને તેની થતી હિંસાનું ફળ યથાર્થ રીતે ઘટી શકે છે.
જે (વેદાન્તા૪િ) મતમાં આત્માને ફૂટસ્થનિત્ય માને છે અથવા બૌહાદિ મતમાં સર્વથા ક્ષણ વિનાશી માનેલો છે તથા જે (સાખ્યાદિ) મતમાં આત્મા શરીરથી સર્વથા ભિન્ન માને છે અથવા ચાર્વાકાદિ મતમાં સર્વથા અભિન માને છે, તે સઘળા મતમાં અહિંસા-હિંસાને યથાર્થ વિચાર કેવી રીતે ઉત્પન્ન થઈ શકે?
અને જે મતમાં મનુષ્ય સિવાયની સૃષ્ટિને જીવસ્વરૂપ કે સુખ-દુઃખની લાગણી અનુભવવા સ્વરૂપ સ્વીકારેલ જ નથી, જેમકે (Cow has no soul or animal has no Soul) તે મતમાં તે હિંસા, અહિંસાને વિચાર માત્ર દેખાવ પૂરતું જ નહિ, કિન્તુ સ્વાર્થ પૂરતું જ રહે છે, એમ કહેવામાં જરા પણ અતિશકિત નથી.
- હિંસાથી દુખ અને અહિંસાથી સુખ અથવા હિંસાથી પતન અને અહિંસાથી ઉદય” એમ કહ્યા પછી જેઓને સાચા સુખની કે ઉદયની જ જરૂર હશે, તેઓને હિંસા, હિંસ્ય અને હિંસકનું શ્રી જિનેન્દ્ર યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના ચાલશે જ નહિ. એને સમજવાથી જ દ્રવ્યહિંસા અને ભાવહિંસા, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને પૃથ્વીકાયથી ત્રસકાય પર્યંતના સ્થલ-સૂમ હિંસ્ય ઇવેનું સ્વરૂપ તથા હિંસકના ભિન્ન ભિન્ન પ્રકારના [૪ અને શિષ્ટ] અધ્યવસાયનું સ્વરૂપ સમજવામા આવે છે, અને એ સમજ્યા પછી જ હિંસાત્યાગ અને અહિંસાપાલન કરવાના સાચા અધ્યવસાયે ઉત્પન્ન થાય છે અને એ સાચા અયવસાયથી થએલે હિંસાને ત્યાગ અને અહિંસાને સ્વીકાર જ શુદ્ધ ધર્મસ્વરૂપ બને છે. અને એવા શુદ્ધ અહિંસા ધર્મના સક્રિય પાલનથી જ જીવની અગતિ અટકી ઉદર્વગતિ થઈ શકે છે.
આ લેખના પ્રારંભમાં ટાંકેલા શ્લોકમાં દશાવેલું અહિંસાનું ફળ અને તેના સાચા ઉપભોક્તા થવાનું સૌભાગ્ય તેઓને જ વરે છે કે જેઓ સાચી અહિંસાને જીવનમાં સક્રિયપણે પાળી રહ્યા છે, પળાવી રહ્યા છે અને પાળનારને અભિનંદી રહ્યા છે. તાત્પર્ય કે છોડવા જેવી હિંસાના સમગ્ર આંતર-બાહ્ય સ્વરૂપને તથા વીકારવા જેવી અહિંસાના સમગ્ર આંતર-બાહ્યા સ્વરૂપને યથાર્થ પણે સમજ્યાં, સ્વીકાર્યા પછી અપાર દુઃખદાયી હિંસાથી જીવ છૂટી શકે છે અને અનંત સુખદાયી અહિંસાના પાલનમાં વિવિધ સક્રિય બની શકે છે.