SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૭ અહિંસા વિચાર અહિંસા વિચાર અહિંસા જીવનેહરૂપ છે. હણવાના વિચારને હણનાર સ્નેહ પરિણામ છે. આ સ્નેહ પરિણામ એટલે ઉત્કૃષ્ટ વાત્સલ્ય ! સંયમ અને તપ આત્મહરૂપ છે. અહિંસાથી કાયા, સંયમથી ઈન્દ્રિયો અને તપથી મનની યતના થાય છે, અયતનાને પરિહાર થાય છે. યતના એટલે જયણા-જતન. અંત૨માં કરુણા અને આચારમાં અહિંસા એ પ્રથમ ધર્મમંગળ છે. એની સિદ્ધિ માટે પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠા મનને નિચહ તે દ્વિતીય મંગળ છે. ઈદ્રિય અને મનના અંકુશ વિના અહિંસા પળાય નહિ અને અહિંસાના પાલન વિના ભાવનમસ્કાર આવે નહિ. ભાવનમસ્કાર શ્રી જિનાજ્ઞાની આરાધના રૂપ છે. આજ્ઞાની આરાધના જવનિકાયને આત્મસમ ગણવામાં છે. 'अत्तसमं मन्निज्ज षट्ज्जीवनिकायं ।' અહિંસા-સંયમ–તપ અહિંસા એ સક્રિય મંત્રી છે. સંયમ એ સક્રિય વૈરાગ્ય છે. અને તપ એ સક્રિય અનાસક્તિ છે. સક્રિય એટલે જીવંત. આ ત્રણ મળીને મહામંગળકારી ઉત્કૃષ્ટ ધર્મ બને છે. બધો મંગમુક્ષિ , સનમ તવો...” અહિંસા, સંયમ અને તપ એ પરમ મંગળ છે; તેમાં કારણ તરીકે મૈત્રી, વૈરાગ્ય અને અનાસક્તિનું જીવનમાં પ્રત્યક્ષ આચરણ છે. તે જ્યારે જીવનમાં ઉતરે ત્યારે ભાવનમસ્કાર બને છે. અન્યથા માત્ર વાણી, વિચાર અને બુદ્ધિને વિલાસ છે. નમસ્કારની ક્રિયા શબ્દથી અને અર્થથી ઉપગની એકાગ્રતા લાવનારી છે. ઉપગની એકાગ્રતા કથંચિત્ અભેદ હેવાથી પરમ નિજરનો હેતુ છે. ધ્યાનની યોગ્યતા વ્યવહાર શુદ્ધિ, આચાર શુદ્ધિ આહાર શુદ્ધિ અને વિચાર શુદ્ધિ વગેરેની અપેક્ષા રાખે છે. વિચાર શુદ્ધિ માટે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય આદિ અત્યંતર તપ અને આચાર શુદ્ધિ માટે અનશન, સંલીનતા આદિ બાહ્ય તપ અપેક્ષિત છે. ધ્યાન ઉપગની એકાગ્રતા રૂ૫ છે. અને ઉપગ કથંચિત્ અભેદને ઉત્પન્ન કરનાર છે. અરિહંતાદિના ઉપગવાળો જીવ કથંચિત્ અરિહંતાદિ સ્વરૂપ બને છે. નમસકારની ક્રિયા, પછી તે શદથી હોય, અર્થથી હોય કે કિયાથી હોય, ઉપગની એકાગ્રતા લાવે છે. તેથી નમસ્કરણય વસ્તુઓની સાથે અભેદને સાધનારી થાય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy