SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા પર અવેષણ ૩૬૫ દરડાને પણ જે સર્ષબુદ્ધિથી હણે અથવા એળના પિંડને પણ જે બાળક માનીને અગ્નિમાં પકાવે અથવા પગમાં લાગેલા કાંટાને પણ અતિ પ્રષિભાવથી ચૂરે, તે તેને તીવ્ર તીવ્રતર કે તીવ્રતમ કર્મ બંધ થાય છે. દુષ્ટ અધ્યવસાયે અનેક પ્રકારના હોય છે. ૧. જાણી જોઈને હિંસા કરવી. ૨. કામ ધાદિને આધીન થઈને પાપ કરવું. ૩. હાસ્ય કુતૂહલ આદિને વશ થઈને દેષ સેવવો તથા ૪. કુમતની વાસના કે દુરાગ્રહને આધીન થઈને નિષિદ્ધ-આચરણ કરવું. ઉપરોક્ત દુષ્ટ અધ્યવસાય વડે દર કઠોર બને છે. અને કઠે૨ હદયવાળાને રૌદ્રધ્યાન હોય જ છે. દુષ્ટ અધ્યવસાય કહો કે દુર્બાન કહો, તે બે એક જ વસ્તુ છે. દુર્થાન મુખ્યત્વે બે પ્રકારનું છે. એક આત્ત અને બીજુ રૌદ્ર. જેમાં રાજય ઉપભેગાદિ પિલિક સુખની તૃષ્ણા હોય તે આર્તધ્યાન છે. અને જેમાં છેદન-ભેદન, તાડન, તર્જના આદિની ક્રિયા અનુકંપા રહિતપણે કે નિયપણે હોય, તે રૌદ્ર સ્થાન છે. આર્તધ્યાનથી જીવ તિર્યંચગતિમાં અને રૌદ્રધ્યાનથી નરકગતિમાં જાય છે. સંસારવૃક્ષના બીજરૂપ જે હિંસા કહેલી છે તે આનં–રૌદ્ર અધ્યવસાયવાળી સમજવી. દુર્યોનથી હદય કઠોર બને છે. અને હૃદયની કઠોરતા બીજાની પીડામાં પરિણમે છે તે પીડા મુખ્ય ત્રણ પ્રકારની છે. એક પ્રાણુવિયેગરૂપ, બીજી પ્રાણવિગ વિનાની શારીરિક પીડાઓ રૂપ અને ત્રીજી પ્રાણવિયેગ અને શારીરિક પીડાઓ ઉત્પન્ન કરવાના ફિલણ અધ્યવસાયરૂપ. આત્માનું નિત્યાનિત્યત્વ આ ત્રણે પ્રકારની હિંસા શ્રી જિનમત મુજબ યથાર્થ પણે ઘટી શકે છે, કારણ કે હિંસા કરનાર અને હિંસાને ભેગ બનનાર છવ નિત્યાનિત્ય અને શરીરથી ભિન્નભિન્ન શ્રી જિનમતમાં જ કહે છે. તેથી હિંસાના ત્યાગ સ્વરૂપ અહિંસા ધર્મનું યથાર્થ જ્ઞાન અને પાલન વાસ્તવિક રીતે શ્રી જિનમતને માનનારમાં જ સંભવી શકે છે. આત્માને એકાંત નિત્ય માનવાથી હિંસક કે હિંસ્ય આમાના સ્વરૂપમાં, પૂર્વ સ્વરૂપથી તલભાર પણ ફેરફાર થઈ શકતું નથી. આત્માને એકાંત અનિત્ય માનવાથી, આત્મા પોતાની મેળે જ નાશ પામી રહ્યો છે, ત્યાં બીજાથી હિંસા થવાને અવકાશ જ કયાં છે? - આત્માને શરીરથી એકાંત ભિન્ન માનવાથી દેહનાશમાં આત્મનાશ ઘટતા જ નથી, તે પછી હિંસા અને તેનું પાપ ક્યાં?
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy