SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ આત્મ-ઉત્થાનનો પાયો પણ કાર્યની સિદ્ધિમાં એકલી ભવિતવ્યતા કારણ નથી, પરંતુ પાંચે કારણે મળીને કાર્ય થાય છે, એ જે જિન-સિદ્ધાન્ત છે, તેને આથી જરા પણ બાધા પહોંચવી ન જોઈ એ. અન્યથા એ જ ભવિતવ્યતાવાદનું એકાન્ત અવલંબન જીવને પુરુષાર્થહીન અને ચિત્તવિશ્વમ કરાવનારું થાય છે. કઈ પણ એકાન્તવાદનું અવલંબન ચિત્ત-સ્વાધ્યને અવસરે મહાન હાનિ પહોંચાડે છે, કારણ કે તે વસ્તુસ્થિતિથી વિરુદ્ધ છે. મોક્ષમાર્ગમાં “પુરુષકાર એ જ અગ્રપદ ભોગવે છે. કારણ કે તે જ એક પ્રયત્નસાધ્ય છે. તે સિવાય બીજો ચાર કારણે એ મનુષ્યને આધીન નથી, પણ શ્રદ્ધાથી માનવાનાં છે. જોકે એ શ્રદ્ધા પણ અત્યંત ઉપયોગી છે અને એના બળથી ચિત્તની સમતલતા બરાબર જાળવી શકાય છે તથા જ્ઞાનીઓ ઉપર વિશ્વાસની વૃદ્ધિ થવામાં પ્રબળ નિમિત્ત બને છે. પણ તેમાંથી કોઈ એકાદન ઉપર અંતિમ કેટિએ ઢળી પડવાનું થાય તે તે માર્ગથી ભ્રષ્ટ કરાવનાર છે એમ નક્કી માનવું. ભવિતવ્યતાવાદનું આલંબન લેવામાં જેમ વિવેકની જરૂર છે, તેમ નિકિતા કેળવવાને વિચાર પણ ચિંતનપૂર્વકના વિવેક સિવાય સેવવા જેવું નથી. નહિતર તેમાંથી પણ “જેને હું ચગ્ય નથી, તેવી ક્રિયા નહિ કરવાથી નિર્દેશિકતા કેળવી શકાશે એવી એક માનસિક નબળાઈ પેદા થશે. અને સાધકના જીવન પ્રવાહને છિન્નભિન્ન કરી નાખશે. એ માનસિક નબળાઈ ઉત્પન્ન થવાનું નિમિત્ત ઊધું તત્વજ્ઞાન અને તેને ઉપર બંધાયેલે અભિનિવેશ અર્થાત્ એકાંત આગ્રહ છે. એકાંત આગ્રહ, ભલે પછી તે ભવિતવ્યતાવાદને હો કે સ્વભાવવાનો છે, કર્તૃત્વવાદને છે કે અત્ત્વ વાદને હે, તેનું અંતિમ પરિણામ આવા જ પ્રકારનું હોય છે. પરદશનની ઉત્પત્તિ આ રીતે જ થઈ છે અને થાય છે. સૌથી મોટો દોષ અસદ્દઆગ્રહ તર્કશક્તિ અને બુદ્ધિશક્તિને જેઓ વધારે પ્રાપ્ત થયેલા હોય છે તેઓ અસદઆગ્રહમાં આવી જાય તે તેઓનું વધારે પતન થાય છે. પૂર્વ-પુરુષેએ ફરમાવ્યું છે કે 'आग्रही वत निनीषति युक्ति, यत्र तत्र मतिरस्य निविष्टा । જ્યાં મતિ બેઠી છે, ત્યાં યુક્તિને લઈ જવી તે જ આગહીપણાની નિશાની છે. જ્યાં યુક્તિ છે, ત્યાં મતિને લઈ જવી, તે નિરાગ્રહીપણાનું ચિહ્ન છે. તેથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિમાં “અસદગ્રહને માટે દેષ માન્ય છે. પ. પૂ. ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે કે
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy