SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મના સાધકને માર્ગદર્શન ૧૮૭ સ્કૃતિકા પણ કહે છે કે “કાવાર પ્રથમ ધર્મ ? અને વાત પણ સાચી છે, કારણ કે કઈ પણ કળા શીખવા માટે પહેલી ક્રિયા કરવી પડે, પછી જ જ્ઞાન થાય. જ કે જ્ઞાન અને ક્રિયા બંને સાથે જ ચાલે છે, તે પણ ગૌણુ-મુખ્યતા હેય. પ્રારંભ દશામાં ક્રિયાની જ મુખ્યતા હોય પણ જ્ઞાનની નહિ. પ્રારંભિક શિક્ષા શ્રદ્ધાથી એટલે પરના જ્ઞાનનાં અવલંબનથી થાય, સ્વને જ્ઞાન પછી જ થાય. “પહેલાં સમજુ અને પછી બાપને બાપ કહે,” એમ બોલવાને અધિકાર નાના બાળકને ન સોંપાય. આ ક્રિયાઓનું પૂર્ણ રહસ્ય સમજવા માટે આપણે ઘણા નાના-બાળક છીએ. એ વિષયમાં મોટા મોટા જ્ઞાનીઓ પણ પોતાને ઘણું નાના જણાવે છે. સર્વજ્ઞ ભગવંત સિવાય બીજ તેને અંશ જ જાણી શકે. બીજું બધું આપ્ત પુરુષે ઉપરના વિશ્વાસથી માનવાનું રહે છે, એ વસ્તુ દઢ કરવા માટે શાસ્ત્રકારોએ અણુસમજ કે અ૫ સમજથી પણ જ્ઞાનીઓ ઉપરની શ્રદ્ધા અને વિશ્વાસથી લીધેલાં વ્રત–નિયમ અને દેવપૂજને આદિનું અતુલ ફળ બતાવ્યું છે. અને વાત તદ્દન સત્ય છે કે, તે પવિત્ર ક્રિયાઓનું ફળ સરવાળે અનંત બને. તેને ખરે મહિમા ફળ મળ્યા પછી જ સમજાય. જ્ઞાની ગુરુઓના ચરણને આધીન રહેલા અનધિકારી પણ ક્ષણવારમાં અધિકારી બની જાય. તેથી શ્રી જિનશાસનની સક્રિયાઓ સર્વ રીતે ઉપાદેય છે એથી અધિક શ્રદ્ધા દઢ કરીને પણ આપણા માટે કે પરને માટે અધિકારી-અનધિકારીપણને વિચાર કરવામાં આવશે, તે આ વિષયમાં ઘણી ઓછી ભૂલ થવાનો સંભવ છે, અન્યથા લાભ લેવા જતાં પૂછ એવા વખત આવે, એ નકકી જાણવું. નિભતાના એકાંત આગ્રહને આધીન થઈને કેટલાક સાધકે એવો પ્રશ્ન પણ કરતા હોય છે કે, “અનેક વખત રાજાને પાઠ ભજવનાશ નટને રાજ્યપ્રાપ્તિને સંભવ ખરે?” આ તેમ જ આને મળતાં દષ્ટાન્તો એકદેશીય સમજવાં. વૈણવને વેશ પહેરનાર પારથી પણ વૈષ્ણવ બની જાય. પરિણામની ધારાઓ વિચિત્ર હોય છે. જેવાં જેવાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ મળે, તેવા તેવા પલટા પરિણામોમાં આવે. તેથી ઉભય પક્ષને પોતપોતાના સ્થાને સરખા મહત્તવના ધણીને કદમ ભરવાનાં છે. ભવિતવ્યતાવાદનું આલંબન કયારે? કેટલાક સાધકોને મૂંઝવતા આ પ્રશ્નનું નિરાકરણ એ છે કે, જ્યારે જ્યારે અસમાધિ થાય. ત્યારે ત્યારે ભવિતવ્યતાવાદનું આલંબન લેવાથી અસમાધિ ટળી જાય છે અને આત્મા સ્વ-સ્વભાવમાં આવી જાય છે. ભવિતવ્યતાવાદનું આ રીતનું આલંબન શાસ્ત્રવિહિત છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy