SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનના પા જેમ ધ-મહાસત્તા જીવની ઉત્ક્રાન્તિ માટે મથી રહી છે, તેમ શ્રી તીથંકરદેવાની ઉત્કૃષ્ટ કરૂણાભાવના પણ જગતના સર્વ જીવા સુધી વિસ્તરે છે. ‘સવિ જીવ કરું શાસન રસી' એ ઉક્ત ભાવદયાના જ જીવંત મહાદેાષ છે. ૧૨૮ સજીવા સુખી થાઓ, એટલું જ નહિ; પણ સુખના સાધન પામે, સુખના ઉપાય મેળવા, આગળ વધીને બધા જીવાને શાશ્વત સુખનાં સાધના હું મેળવી આપું. બધાંને ધમ –મહાસત્તાના શાસનથી પરિચિત કરું, એ શાસન પ્રત્યે રાગવાળા બનાવું, વિશ્વના સનાતન શાસનના આરાધક બનાવીને સુખી કરું, કેવળ સુખ કે સુખના સાધનના જ નહિ, પરંતુ પરમ સુખની સાધનાના રસિક બનાવુ.. તેમાં બધા રસ લેતા થાય એવી ચેાજના કરું. આવી ઉત્કૃષ્ટ ભાવયા શ્રી તી કરદેવા ભાવે છે. જેનિગેાદમાં રહેલા જીવા સુધી વિસ્તરે છે. એટલે શ્રી તીથ કરદેવના જન્મ સમયે નરક અને નિાદના જીવાને પણ ક્ષણભર શાતાના અનુભવ થાય છે. શ્રી તીથ કરદેવના જન્મ થતાંની સાથે જ આખા વિશ્વમાં એક હીલચાલ શરૂ થઇ જાય છે. એ હીલચાલ અને કપનાની અસર નરક અને નિગાદ સુધી પહેાંચી જાય છે. તેનાથી નારકી અને સ્થાવરના જીવાને પણ શાતા પહોંચે છે. નરકના ગાઢ અંધકારમય પ્રદેશમાં અજવાળાં થાય છે. કારણ કે તીર્થંકર નામકર્મ નિકાચતી વખતે સકળ લેાકના સવજીવાના કલ્યાણની એમની તીવ્ર ભાવના હાય છે. માટે એમનુ આધિપત્ય અને અસર પણ ત્રણે જગતમાં પથરાઈ જાય છે. ઋતુઓના ધર્મના પાલનના મૂળમાં પણ એ ભાવદયા છે અને પૃથ્વીને ગળી જનારા પાણીને મર્યાદામાં રાખનારી પણ એ ભાવદયા છે. ધમ મહાસત્તાની આજ્ઞા શ્રી તીથર ધર્મ-મહાસત્તાના પ્રધાન પ્રતિનિધિ તરીકે જ કામ કરતા હેઇને ધર્મ –મહાસત્તાના શાસનને ‘જિનશાસન ' તરીકે વધુ વાય છે. અને શ્રી જિનરાજની આજ્ઞા તે જ ધમ–મહાસત્તાની આજ્ઞા તરીકે ગણાય છે. એટલે એમની આજ્ઞાની આરાધના કરનારાઓની પડખે આખી ધમ–મહાસત્તાનું પીઠબળ રહે છે. આજ્ઞાની આરાધના એટલે ધર્મની આરાધના. શ્રી તીર્થંકરદેવે પ્રકાશેલા નમસ્કાર તેમજ સામાયિકરૂપ ધર્મની આરાધના. આજ્ઞાની આરાધનાથી શિવપદ મળે. વિરાધનાથી ભવેાભવ ભટકવુ પડે. આજ્ઞાના આરાધક, આજ્ઞાકારઠના અનુગ્રહના ભાગી થાય, આજ્ઞાના વિરાધક નિગ્રહના ભાગી થાય.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy