SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ ધર્મ-મહાસત્તા ઠંડીના દિવસોમાં તાપની સન્મુખ થનારો તાપને અનુગ્રહ મેળવીને ઠંડીથી બચવા પામે છે અને તાપથી દૂર ભાગના અધિક ઠંડીમાં ઠુઠવાય છે. તેમાં સન્મુખ થવું તે અનુગ્રહ મેળવવા રૂપ છે અને પરમામુખ થવું તે નિગ્રહના ભાગી થવા રૂપ છે. તે શું ચેરી કરવા જનાર ચોર પણ શ્રી તીર્થંકરદેવની ઉપાસના કરે, તેમજ તેમના નામનું સ્મરણ કરે, તો એના તે કાર્યમાં ધર્મ–મહાસત્તા સહાયક થાય? ના, ચેરને ચોરી કરવામાં સહાય ન મળે. પરતુ ચેરી કરવાની બુદ્ધિને નાશ થાય એ રીતે શ્રી તીર્થંકરદેવ અને એમના શાસન પાસેથી સારા કામમાં જ મદદ મળે. આ વિશ્વમાં પણ શું જોવાય છે? સરકાર ચેરની સામે રક્ષણમાં મદદ આપે છે, પણ ચોરી કરનારને સરકાર પાસેથી મદદ નથી જ મળતી. તેમ ધમ–મહાસત્તા શુદ્ધીકરણને, જીવને ઉત્ક્રાન્તિ તરફ લઈ જવાને જ પ્રયાસ કરે છે, તેથી તેના પ્રતિનિધિ એવા શ્રી તીર્થકરદે પણ શુદ્ધીકરણમાં સહાય કરે. મેહને પરાસ્ત કરવાની પ્રક્રિયામાં સહાયક થાય, પણ મોહની વૃદ્ધિ કરનારા કાર્યોમાં નહિ જ. ધમ મહાસત્તાના પ્રતિનિધિ તીર્થંકરદેવ ધર્મ-મહાસત્તા અને શ્રી તીર્થંકરદેવ એટલા બધા એકાકાર થઈ ગએલા છે કે, એમને ક્યાંય જુદા ન પાડી શકાય. માટે જ જીવના શુદ્ધીકરણનું કાર્ય કરી રહેલ ધર્મ–મહાસત્તાના પ્રતિનિધિ શ્રી તીર્થંકરદેવ પાસેથી અશુદ્ધીકરણના કોઈપણ કાર્યમાં સહાય ન જ મળે. અન્ય દર્શનકારો આ જ વાતને બીજી રીતે રજુ કરે છે. કેઈ કહે છે કે, God always does good' ઈશ્વર હમેશાં ભલું જ કરે છે. તે કઈ કહે છે કે, “માવાન કો कुछ करता है वह भले के लिये ही करता है।' આવી દઢ માન્યતામાંથી એ નિષ્કર્ષ નીકળે છે કે ઈશ્વર ભૂંડું ન જ કરે, એ અંશમાં તે લેકે ધર્મ મહાસત્તાને સમજ્યા ગણાય. ધર્મ મહાસત્તાનું યેય શુદ્ધીકરણનું છે. માટે જે કાંઈ થયું છે, થાય છે અને થશે તે સારા માટે જ હશે એમ અનાસક્તપણે માનવું, એ ધર્મ-મહાસત્તાની કે ઈશ્વરની બીન શરતી શરણાગતિ છે. પરંતુ “ઈશ્વરેચ્છા બલીયસી' કહીને કોઈપણ જીવની હિંસા ન કરી શકાય, કારણ કે તે રાગ-દ્વેષ વિના થતી નથી. જે અનાસક્તિ યેગનું વર્ણન અને સમર્થન ઇતના ગ્રન્થમાં છે, તે પણ બિનશરતે ધર્મને શરણે જવાનું જ કહે છે. સ્વ પ્રત્યેની આસક્તિને પ્રભુ સાથે જોડીને આ. ૧૭
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy