SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ મહાસત્તા ૧૨૭ વસ્તુને સ્વભાવ તે ધમ વધુ સારો ધો-વસ્તુને સવભાવ તે (તેને) ધર્મ, ગળપણ એ ગોળને સ્વભાવ છે, માટે તે તેનો ધર્મ ગણાય છે. તેમ વિશુદ્ધ સ્નેહ પરિણામ એ આત્મવસ્તુને ધર્મ છે, તેને હૃદયમાં ધારણ કરવાથી સકળ જીવલેણ સાથે આત્મીયતા કેળવાય છે. આથી એ નક્કી થાય છે કે જે ધર્મી છે, તે આત્મરતિવાન છે. પરમાત્માના પ્રત્યેક ગુણમાં અનન્ય નિષ્ઠાવાન છે. ધમને અફીણ કહેનારા દયાપાત્ર છે. ધર્મ તે અમૃતનું પણ અમૃત છે, કારણ કે તે અમર આત્માનું નવનીત છે. અમૃતનું પાન કરતાં દેવોને જે સુખને અનુભવ થાય છે, તે સુખ કરતાં ખૂબ જ ઊ ચા-સાચા-પૂર અખંડ સુખને અનુભવ ધર્મામૃતના પાનથી થાય છે. આવું પાન ધર્મના ધ્યાનથી થાય છે. ધર્મનું ધ્યાન, હદયમાં ધર્મની પ્રતિષ્ઠા, અહને ઉત્થાપન પછી થાય છે. માટે ધર્મજીવી, અને જીવાડવામાં પાપ સમજે છે. ઘર્મ–મહાસત્તા ધર્મનું સ્વરૂપ ગહન છે. તેની શક્તિ અચિન્ય છે. ધર્મની સાચી ઓળખાણ કરવાને ઉપાય કેવળ ભણવું એ નથી પરંતુ ભણતરની સાથેસાથે ભક્તિ અને ઉપાસનાની અનિવાર્ય આવશ્યક્તા છે. કેવળ તર્કથી ઘર્મનું જ્ઞાન કેઈને મળ્યું નથી, મળી શકતું નથી. ધર્મને ઓળખવા માટે તે મોહને ટાળવું જોઈએ. મહને જીતવા માટે મેહ વિજેતા શ્રી તીર્થકરને, શ્રી પંચપરમેષ્ટિ ભગવંતેનો અનુગ્રહ પ્રાપ્ત કરવો જોઈએ. તે અનુગ્રહ સાચી ભક્તિવર્ડ પ્રાપ્ત થાય છે. ધર્મ–મહાસત્તાને કેવળ તર્કથી સમજવાનો પ્રયત્ન કરનાર કદિ સફળ થતું નથી. આ વિશ્વ એટલું વિરાટ છે કે કેવળ પોતાની બુદ્ધિથી એના નિયમોને પાર ન પામી શકાય એને માટે ધર્મ મહાસત્તાને શરણે જવું જોઈએ. ધર્મ—મહાસત્તાને શરણે જવા માટે શ્રી તીર્થંકર પરમાત્માનું શરણું સ્વીકારવું જોઈએ. કારણ કે શ્રી તીર્થંકર પરમાત્મા, એ ઘર્મ-મહાસત્તા સાથે એકાકાર બની ગયા છે. સત્તા ભલે ગમે તે પ્રકારની હોય, પણ તે મૂંગી હોય છે. એટલે પિતાને ગ્ય પ્રતિનિધિ મારફત તે પોતાનો ધર્મ બજાવતી હોય છે. તીર્થકરોની ભાવદયા શ્રી તીર્થંકર પરમાત્મા ધર્મ–મહાસત્તા સાથે એકાકાર થઈ ગએલા હોઈને, શ્રી તીર્થંકરદેવને પોતાના પ્રતિનિધિ પદે સ્થાપીને એમની મારફત પોતાના નિયમો અને પોતાનું શાસન, જગતના જીવોની જાણ માટે જાહેર કરે છે, એમ એક અપેક્ષાએ કહી શકાય.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy