________________
૧૨૬
આત્મ-ઉત્થાન પાયો આપણને ભવસાગરથી પાર ઉતારનાર શ્રી અરિહંતને ધર્મ છે, શ્રી અરિહંતનું દર્શન છે, શ્રી અરિહંતની આજ્ઞા છે. એવી બુદ્ધિને બગાડનારા અહંકારને પણ નાશ
નમે અરિહંતાણું” કરે છે. એકવાર શ્રી અરિહંતને મનનું દાન કરીને આ અનુભવ કરવા જેવો છે. માટે નવ પ્રકારના દાનમાં, શ્રેષ્ઠ સન્માનદાન છે. સન્માનનું દાન
ત્રિય પતિ શ્રી અરિહંત પરમાત્માનું સન્માન કરવાથી સકલ વિશ્વમાં સન્માનને પાત્ર સર્વ પદાર્થોનું સન્માન થઈ જાય છે, સર્વગુણનું સન્માન થઈ જાય છે. સર્વ આત્માઓનું સન્માન થઈ જાય છે.
દાન દીધા પછી, દાનમાં આપેલી વસ્તુ ઉપરની આપણી માલિકી હક નાબૂદ થઈ જાય છે. તે વસ્તુ આપણું મટીને, લેનારની બની જાય છે, તેમ શ્રી અરિહંત પરમાત્માને મનનું દાન કર્યા પછી, તેના ઉપર આપણી માલિકી ન રહેવી જોઈએ. રાગદ્વેષ અને મેહની માલિકી ન રહેવી જોઈએ. પણ શ્રી અરિહંત પરમાત્માની, તેઓશ્રીની આજ્ઞાની, આજ્ઞાન વિષયભૂત વિશ્વ વાત્સલ્યની, નિર્મળ સ્નેહ પરિણામની, ઉત્કૃષ્ટ ભાવદયાની આત્મતુલ્યતાના ભાવની માલિકી રહેવી જોઈએ.
ઉપર પ્રમાણે, દાન-એ ધમનું આદિ પદ હોવાની હકીકત, સર્વ અપેક્ષાએ સત્ય પૂરવાર થાય છે અને આપણને મહાદાનેશ્વરી બનવાની સદ્દબુદ્ધિવાળા બનાવે છે.
ધર્મનું સ્વરુપ યથાર્થ પ્રગતિ કરવામાં સહાયભૂત થનાર તવ તે ધર્મ
ધર્મ એ માત્ર કલ્પના નહિ, પણ એક શક્તિ છે. જમ્બર શક્તિ છે. દુન્યવી સઘળી શક્તિઓમાં રહેલા ચાલક બળથી અનંતગુણ ચાલક બળવાળી અનુપમ શક્તિ છે, જે જીવનના સઘળા પ્રશ્નને એક સાથે પૂર્ણ ઉત્તર પૂરો પાડે છે.
ધ” = ધારણ કરવું-એ ધાતુ પરથી ધર્મ શબ્દ બન્યો છે. જેને હૃદયમાં ધારણ કરવાથી દુર્ગતિમાં પડતા બચાય છે. જેને હૃદયમાં ધારણ કરવાથી તે શક્તિરૂપ બને છે.
ધમને હૃદયમાં ધારણ કરે એટલે અચિત્ય શક્તિસંપન્ન આત્માને હૃદયમાં ધારણ કરે. હૃદયને આત્મવિશ્વાસ વડે ભરી દેવું, શ્વાસમાં આત્મવિશ્વાસ છૂટવો.
આત્મવિશ્વાસમાં વિશિષ્ટ પ્રકારનો શ્વાસ લેવાય છે. જે કાળક્રમે પરમ વિશ્વસનીય પદમાં લઈ જાય છે.