SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ રસાધિરાજ કરૂણારસ રસ એ રસસિદ્ધિનું નામ કરુણારસ, કૃપારસ, દયારસ છે, એમ શાસ્ત્રોમાં કહેવાયુ. છે. શ્રી તીર્થંકરદેવા કરુણારસની મૂર્તિ છે. તેમના દયારસ તેમની મૂર્તિમાં ઉભરાતા દેખાય છે. યારસ એ જીવરૂપી તામ્રને સુવર્ણ મનાવનાર સિદ્ધ રસ છે. એ શાશ્વત છે. સર્વ જીવમાં તે રહેલા છે. અપ્રગટપણે રહેલા એ રસને પ્રગટ કરવા માટે આલંબન અને ઉદ્દીપન જોઇએ. આલંબનરૂપે જગતના જીવા છે. ઉદ્દીપન રૂપે તેમની યાતનાઓ છે, તેને જોતાં જ કરુણારસ ઉછળી આવે છે. ૧૦૫ કરુણારસના સ્વામિ એ કરુણારસ શ્રી તીર્થંકરદેવાના આત્માઓમાં ઉત્કૃષ્ટપણે ઉછળે છે. તેમાંથી સંવેગ, વૈરાગ્ય, સંચમ, તપ અને ઘાર પરિષહા અને ઉપસર્ગાને સહવાનુ` બળ પ્રગટે છે. તેના પ્રભાવે એકબાજુ કર્માંના ક્ષયની અને બીજી બાજુ પુણ્યની પુષ્ટિની પર પરા સર્જાય છે, પુણ્યમાંથી તી અને કર્માંના ક્ષયમાંથી અવ્યાબાધ સુખ સ્વરુપ મેાક્ષ પ્રાપ્ત થાય છે. શ્રી જિનપૂજાનું ફળ-ચિત્તની પ્રસન્નતા કહી છે. અને એ પ્રસન્નતાથી પૂજા અખ`ડિત અને છે. તેનુ' તાત્પ કરુણારસ છે. એ કરુણારસ જ એવા છે કે, જેના ઉપર તે વધે છે, તેનું અને તેને વસાવનારનું ચિત્ત પ્રસન્ન કરે છે, અને ચિત્તની પ્રસન્નતા જ રસને સાનુબંધ બનાવે છે. જે કાર્ય કરવાથી ચિત્ત પ્રસન્ન થાય, તે કાર્ય કરવાનુ` મન વારવાર થાય છે. એવા સર્વાંજીવાને એકસરખા અનુભવ છે. જ્ઞાન અને સુખ તેના અનુભવ કરનારને સુખકારક થાય છે. જયારે એક કરૂણ્ણા જ એવી છે કે તે આપનાર અને લેનાર-ઝીલનાર ઉભયને સુખકારક થાય છે. ધર્મને ઉત્કૃષ્ટ મંગળ કહેલ છે, તે આ દૃષ્ટિએ યથાથ ઠરે છે. એ ધર્મ કરુણાસ્વરુપ છે, દયાસ્વરુપ છે, કૃપાસ્વરુપ છે, ‘ પર-દુઃખ-પ્રહાણેચ્છા ’ એ કૃપાનું લક્ષણ છે. એ ઈચ્છાપૂર્વક થતું કાઈ પણ અનુષ્ઠાન એ ધર્મ છે. આ ઈચ્છારહિત ગમે તેવું શુભ અનુષ્ઠાન પણ ધ સ્વરુપ બનતું નથી અને માહના ક્ષય કરનાર નિવડતું નથી, ઉપરથી એ મેાહની વૃદ્ધિમાં જ હેતુભૂત બને છે. અધ્યાત્મ વિવર્જિત શાસ્ત્રને પણ ‘સંસાર' કહ્યો છે. ચેાગરહિત, મેાક્ષાભિલાષરહિત શુભાનુષ્ઠાનને પણ વિષ, ગરલ અનુષ્ઠાન કહ્યાં છે. યાગ વિશુદ્ધિ અને અધ્યાત્મ વિશુદ્ધિ સહિત ધર્માનુષ્ઠાનને જ શાસ્ત્રામાં ‘ ધર્મ ’· ગણેલ છે, એ એમ ખતાવે છે કે, ધર્મ'નું ધત્વ કરુણામાં છે. કરુણા જ એક એવા રસ છે કે જે જીવરુપી તામ્રને સુવણુ બનાવી શકે. આ. ૧૪
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy