________________
૧૦૪
આત્મ-ઉત્થાનને પાયો કરુણાભાવનું સામર્થ્ય
કરુણાભાવનું સામર્થ્ય બે પ્રકારે કાર્ય કરે છે. ૧. જે જીવમાં કરુણાભાવ પ્રગટે છે, તે જીવમાં પાપાકરણ નિયમ પ્રગટાવે છે. ૨. અને જે છ ઉપર કરુણ પ્રગટે છે. તે જીવોના ચિત્ત માહિત્યની નિવૃત્તિ કરે છે.
તે જીવે ત્રણ પ્રકારના હોય છે. ૧. શત્રુ, ૨. મિત્ર અને ૩. ઉદાસીન. આ ત્રણે પ્રકારના જીવમાં રહેલી અપરાધ કરવાની વૃત્તિ દૂર થાય છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીજીની કરુણએ ચંડકૌશિકસર્પના અપરાધની નિવૃત્તિ કરી હતી, તે દષ્ટાન્ત છે.
શ્રી તીર્થંકર પરમાત્માના અતિશયેનું રહસ્યભૂત તત્વ પણ, મૈગ્યાદિ ચારભાવના સ્વરુપ તેઓશ્રીની અદભુત યોગ સંપદા છે, એમ શ્રી વીતરાગસ્તેત્રના ત્રીજા પ્રકાશને અંતે મૂળકાર, ટીકાકાર અને અવસૂરિકારે સ્પષ્ટ કરેલ છે.
રસાધિરાજ કરુણરસ સુવર્ણ સિદ્ધિ માટે જરૂરી રસની પ્રાપ્તિ આબુની આબેહવામાંથી સાધકને મળી આવે, એમાં કોઈ આશ્ચર્ય નથી. આબુની વનરાજીમાં રહેલી વનસ્પતિ વિવિધ પ્રકારની છે. તેને એકત્ર કરવાથી અને તેમાં રહેલો રસ ઉકાળવાથી સુવર્ણ સિદ્ધિની પ્રાપ્તિ, પૂર્વે અનેક પુણ્યવાન પુરુષોને થઈ છે. એમ ઈતિહાસ સાક્ષી પૂરે છે. પેથડ મંત્રી અને તેમના પિતા દેદાશા તેનું પ્રસિદ્ધ દષ્ટાન્ત છે.
આબુ ઉપર આવેલા દેલવાડાના દહેરાસરમાં વિમલવસહી મુખ્ય છે. તેની છતમાં કંડારેલી કમળાની કામગીરી જોતાં જાણે કમળનું વન હેકી રહ્યું ન હોય, તેવી પ્રતીતિ થાય છે. એ કમલવનની આકર્ષક કલા-કારીગરી અને દેવ-દેવીઓના વિવિધ પ્રકારના નૃત્ય-નાટક જોતાં નયનેને તૃપ્તિ થતી નથી.
ચારેબાજુ દેવાધિદેવના બિઓ અને નેત્રો કરૂણારૂપી અમૃતરસના કાળા સમાન દીપી રહ્યા છે, ને નિરખનારા નયનને અનહદ આનંદ આપી રહ્યા છે. જાણે સર્વત્ર કરુણરસ છલકાઈ રહ્યો હોય તેવું સચેટ ભાન થાય છે.
બાહ્ય સુવર્ણસિદ્ધિની જેમ જીવરૂપી તામ્રને સિદ્ધિસુવર્ણ બનાવનાર અત્યંતર સુવર્ણસિદ્ધિ આબુના બાહા વનમાં નહિ, પણ દેલવાડાના પવિત્ર અને વિશાળ દહેરાસરમાં રહેલી છે, તે પુણ્યવંત સાધક અને શોધકને પુણ્યને ઉદય જાગે તે મળી આવે છે, એ પણ નિઃસંશય છે. વસ્તુપાળ, વીર ભામાશા, અનુપમાદેવી વગેરેને તે પ્રાપ્ત થઈ હતી, આજે પણ પુણ્યશાળી જીવેને તે અવશ્ય પ્રાપ્ત થાય છે.