SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ આત્મ–ઉત્થાનને પાયો એ કરુણરસ પ્રગટ કરવા માટે આલંબન પિતાને આત્મા છે. પોતાનું કેવળ દુઃખ નથી, પણ સર્વ જગતના જંતુઓ અને તેમનું અસંખ્ય અનંત-પ્રકારનું દુઃખ છે. તેથી જ શાકાર ભગવતે ચારગતિ, પાંચજાતિ, ચેયસીલક્ષનિ અને જીવને જન્મવા અને મરવાના અસંખ્ય સ્થાનેરૂપ ભવસ્વરુપનું ચિંતન કરવાનું ફરમાવે છે. એના કારણરૂપ કર્મ સ્વરુપનું ધ્યાન કરવાનું કહે છે. એ ધ્યાન આત્મામાં રહેવા કરુણરસને જગાડે છે. સર્વ રસમાં કરુણરસનું ઉત્કૃષ્ટ સ્થાન છે, એમ બતાવવા માટે કરુણારસથી પૂર્ણ શ્રી તીર્થંકરદેવને પ્રથમ પરમેષ્ટિ અને તેમના દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારના તીર્થોને ભવસાગર તારનારા અને ધર્મધામ માનવામાં આવ્યા છે. પ્રભુના દ્રવ્ય-તીર્થો પણ ઊંચામાં ઊંચા ગિરિશગો પર સ્થાપન કરવામાં આવ્યા છે. તેનું કારણ પણ કરુણારસ-એ સર્વ સેમાં શ્રેષ્ઠ છે, એવી પ્રતીતિ કરાવવા માટે છે. ભવ્ય અને ઉત્તમ જિનાલયે ઊભા કરવામાં આવે છે, તેની પાછળ પણ કરુણરસની ભવ્યતાનું સચોટ પ્રતિપાદન છે. પ્રભુની આજ્ઞા એ જ ક્ષ! અહીં જેમ, કારણમાં કાર્યને ઉપચાર છે, તેમ પ્રભુની કરુણા એ આશા ! એમાં કારણમાં કાર્યને ઉપચાર છે. લાખે એજનને સ્વયંભૂરમણ સમુદ્ર પણ જેની હરિફાઈ નથી કરી શકતે, એ દેવાધિદેવની કરુણા સાચે જ કલ્યાણકારિણી છે. ભવજલતારિણી છે. ભીષણ ભવનમાં ભટકતા જીવોને જોઈને જીવત્વ જાતિની તુલ્યતાના નાતે આપણા દિલમાં કરુણા જાગવી જોઈએ. જે ન જાગે તે સ્વીકારવું પડે કે, હજુ આપણે સ્વાર્થી ધ છીએ, મોહાંધ છીએ. આ સ્વાર્થ અને મેહ તે જીવના જોતિસ્વરુપના કટ્ટર શત્રુ છે. એવું કહેનારા શ્રી જિનરાજના દર્શનમાં હૃદય પરેવીને આપણે કરુણાભીના હદયવાળા જરૂર બની શકીશું. જ્યાં જિનરાજને વાસ હોય છે, ત્યાં દયાની સુવાસ અને કરુણાને વાસ અવય હોય છે, પાણી, પત્થરને કેરી નાખે છે. તેમ કરુણારુપી જળ હૃદયની નિષ્ફરતાને પગાળીને દયામય બનાવી શકે છે. તે માટે આપણે કરુણરસના સાગર શ્રી જિનેશ્વરદેવની ભક્તિમાં ઓતપ્રેત બનીએ.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy