________________
છેકરાની દાનત ફરે છે. વિષય વાસના જાગે છે. તેથી તારામતીને પજવે છે. બ્રાહ્મણને પુત્ર વિચારે છે. આ બાઈને મારે કેવી રીતે વશ કરવી? એને કેવી રીતે સપડાવવી? તારામતીને કહે છે, તમને આ દિવસ કામ રહે છે. સુંવાળી કાયા થાકી જતી હશે તે મારી પાસે કલાક કલાક સારા પુસ્તકે સાંભળે. બાઈ કહે છે, મારે ઘણું કામ છે. મને એવી ફુરસદ નથી, તમે ધર્મકથા તમારી સ્ત્રીને તથા ઘરનાને સંભળાવો. મને સદાચારથી કેમ જીવવું તે બધી ખબર છે. બાઈ સમજી ગઈ કે આની આંખમાં વિકાર છે. બ્રહ્મચારી જગતમાં બધાથી ઊંચે છે. બ્રહ્મચારીને ચક્રવર્તીએ, ઈન્દ્રો, દેવે અને દાન અને માને નમસ્કાર કરે છે. બ્રહ્મચર્ય એ જ તાકાત છે, એ જ સાચું ખમીર છે. બ્રહ્મચર્ય એ જ તેજ છે. પણ પેલે તો ગમે તેમ કરીને તારામતીને વશ કરવા ખૂબ પ્રભને આપે છે. ખૂબ ધમકાવે છે. ખૂબ દુઃખી કરે છે. અને વધારે કષ્ટ થાય તેવું કરે છે. તારામતીને પુત્ર રહીત કહે છે બા, હું મારો રાક મેળવી લઈશ. જંગલમાં ફળવાળાં ઝાડ ઘણું હોય છે. તેનાથી ફળ મેળવી ગુજરાન ચલાવે છે.
એકવાર કુમાર વૃક્ષ ઉપર ફળ લેવા જાય છે, અને સર્પ કરડે છે. છોકરાઓ સંદેશે લાવે છે. હિતને સર્પદંશ થયેલ છે. તારામતી તે સાંભળી મૂછવશ થઈ જાય છે. ઘરનાને કહે છે કેઈ મારી સાથે ચાલે, પણ કેઈ ઘરેથી સાથે આવતું નથી, કઈ મદદ કરવા પણ તૈયાર નથી. તારામતી રોતી કકળતી ત્યાં આવે છે. છોકરાને મરેલો જુએ છે, એટલે છોકરાનું મડદું લઈને સ્મશાને આવે છે. સ્મશાન પણ કેવું ભેંકાર છે. ચોમાસાની મેઘલી રાત છે, અંધારું ઘર છે. ત્યાં સ્મશાન ઉપર હરિશ્ચંદ્ર પિતે પહેરે ભરે છે. બાઈ મૃતદેહને બાળવા માટે આજુબાજુ લાકડાના ટુકડા વીણે ભેગા કરે છે. ત્યાં એને રાજા કહે છે, પહેલાં કર ભર પછી મૃતદેહ બાળ. ત્યાં વીજળી ઝબકારો થાય છે. અને રાજા રાણીને ઓળખી જાય છે. તારામતી પણ રાજાને ઓળખી જાય છે અને કહે છે. રાજન ! આપને જ આ પુત્ર છે. આપને જ આ કાર્ય કરવાની ફરજ છે. એકના એક પુત્રનું મૃત્યુ જાણી રાજા રડે છે. હું તમારી અર્ધાગના છું, છતાં મારી પાસે કર માગે છે? હરિશ્ચંદ્ર કહે છે કે “હા” પહેલાં કર્તવ્ય પછી લાગણીને સ્થાન આપું છું. અત્યારે હું જે નોકરી પર છું તે મને આમ કરવા ફરજ પાડે છે. માટે પહેલાં કર લાવ પછી બાળવા દઉં. પણ જે અહીં મારે માલિક આવી ચડે ને તે રજા આપે તે એમ ને એમ બાળવા દઉં. તારામતી રડતાં રડતાં કહે છે, મારી પાસે કશું નથી. હું શું આપું! અંતે સાડી ફાડી કર ભરવા તૈયાર થાય છે. કહેવાય છે કે સતિયાનું સત્ રાખવા ઉપરથી દેએ વૃષ્ટિ કરી. છોકરો પણ બેઠે થઈ ગયો. સત્યની કસોટી કયાં સુધી થાય છે? રાજા સ્વયં વિચારે છે : સત્ય માટે રાજ્ય આપી દીધું અને શું કર માટે સત્યને છોડવું? કેટલી અડગતા! અને કેલે આત્મવિશ્વાસ! કેવી પ્રમાણિકતા અને કેવી નીતિ! કેવા પુરુષે ભારતવર્ષમાં