SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવ નામના રાજા છે. બળદેવ તેમના મોટાભાઈ છે. જ્યારે કંસને કોરડા ફરતે હતું ત્યારે કૃષ્ણ મથુરામાં હતાં. કંસને બરાબર ખબર ન પડે એ માટે બળદેવ ભણાવવા માટે સાથે ત્યાં રહે છે. વાસુદેવનું બરાબર રક્ષણ કરે છે. બળદેવે કૃષ્ણ માટે ઘણું કર્યું છે. બળદેવની પત્નીનું નામ રેવતી હતું. જે સર્વાગ સુંદર હતી. દાડમની કળી જેવા દાંત, હરણ જેવી આંખ, નાગની ફેણ જેવો એટલે, સૂડાની ચાંચ જેવું નાક છે. સ્ત્રીના બધા શુભ લક્ષણેથી યુક્ત છે. બંને સંસારના સુખ ભોગવતા હતા. તેમાં રાતદિવસ ક્યાં પસાર થતાં એ ખબર પણ પડતી નહિ. ગમે તેવા પ્રસંગે પતિ તરફથી ઠપકો મળે તે તેનું મોઢું ચીમળાય નહિ. “અપરાધ હોય તે મને નિસંકેચ કહેવું.” એમ કહે છે. પતિના સુખે સુખી, અને પતિના દુઃખે દુઃખી. એવી એ સ્ત્રી હતી. સ્ત્રીને અર્ધાગના કહેવાય છે. પતિનું અરધું અંગ છે. દુઃખ આવે ત્યારે પિયરમાં જાય અને સુખમાં સાથ આપે. આવા સંબંધે સ્વાથી છે. કેટલીક સ્ત્રીએ દેખાદેખી અને ઘરેણાં કપડાં વિગેરેનું બીજાનું અનુકરણ કર્યા કરે છે. ઘરની સ્થિતિ પણ જોતી નથી. પરંતુ સુલક્ષણ નારી તે પતિના પગલે ચાલનારી હોય છે. હરિશ્ચંદ્રના પ્રસંગમાં તારામતી પણ હરિશ્ચંદ્ર સાથે વેચાય છે. એ કેવું આશ દંપતીનું ઉદાહરણ છે! તારામતી કહે છે, હું તમારું અરધું અંગ છું. પરની દયા પર ગુજરવાનું, વીર કદી ચાહતા નથી, આવી પડે તે સહન કરતાં, ગરીબપણું ગાતા નથી.” વીર માણસો બીજાની દયા ઉપર જીવતા નથી. રાજા નોકરી શોધવા જાય છે, ત્યારે રાણી પણ પાછળથી નોકરી શોધવા જાય છે. અને એક ઘેર કામ કરવા રહે છે. જુઓ, રાજા અને રાણી છતાં કમ કેવાં કાર્યો કરાવે છે. વાસણ માંજવા જેવું કામ પણ સારું અને ચેખું કરે છે. આ બાજુ હરિશ્ચંદ્ર સજા પણ મજૂર સાથે રહીને કામ કરે છે. મજૂર પણ જોઈ રહે છે. શી એના ભાલની કાતિ છે! ક્ષાત્ર તેજ ઝળકી રહ્યું છે. રાજાને પૂછે છે, આપ કેણ છો? તેણે કહ્યું કે હું મજૂર છું. રાજા કામ કરીને ઘેર આવે છે. અને જુએ છે તે રસોઈ તૈયાર છે. અરે, આ રસેઈ કેવી રીતે કરી? અણહક્કને પૈસે કયાંથી લાવ્યા? ત્યારે રાણું કહે છે હું પણ તમારી જેમ કામ કરીને પૈસે લાવી છું. તમે જ્યારે રાજા હતા ત્યારે હું રાણી હતી. અત્યારે તમે મજૂર છે તે હું મજૂરણ છું. રૂમનું પણ ભાડું આપે છે. ધર્મશાળામાં સદાવ્રત અપાય છે. પણ ધમદાનું ભેજન તેઓ જમતા નથી. નીતિથી પૈસા કમાવા એમાં સાચું સુખ છે. બ્રાહ્મણને ત્યાં તારામતી વેચાય છે. બ્રાહ્મણ કહે છે. અરે અમારે આ તમારા છોકરા માટે પણ ભાણું આપવું ? તે કહે છે. ન આપતાં. કાંઈ નહી. હું અડધી ભૂખી રહીશ. અને મારા ભાણામાંથી અડધું એને ખવડાવીશ. બાઈ બાળકને અડધું ખવડાવે છે ને અડધું પિતે ખાય છે. બ્રાહ્મણના ૧૧
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy