SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન..૯૨ કારતક સુદ ૬ને રવિવાર તા. ૨૦-૧૦-૭૧ નાથે સિદ્ધાંત દ્વારા સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ. અત્યારે ૭૨ સૂત્રે મોજુદ છે. તેમાં બારમા ઉપાંગમાં વન્ડિદશાને અધિકાર ચાલે છે. ભગવાન નેમનાથ નિષધકુમારનાં પૂર્વભવની વાત કરે છે. મહાબલ રાજાની રાણી પદ્માવતીને પંછડું ઉછાળતે, ફાળ નાખત, અને બધાને ગભરાવતે એક સિંહ સ્વપ્નામાં આવે છે અને બગાસું ખાતા પેટમાં ઉતરી જાય છે. આનું સ્વપ્નફળ જાણવા માટે રાજા સ્વરૂખ પાઠકોને બેલાવે છે. તેઓ કહે છે કે કુળમાં કેતુસમાન, ધ્વજાસમાન, દિપકસમાન, કુળનું ક્ષણ કરનાર, કુળની વૃદ્ધિ કરનાર, અને અંતે અણગાર થનાર એવા પ્રતાપી પુત્રને રાણી જન્મ આપશે. આ સાંભળી સૌ આનંદિત થયાં. અને સ્વપ્ન પાઠકેને જીવે ત્યાં સુધી ચાલે તેટલું ધન આપ્યું. - તે પછી રાણી ગર્ભનું યથાવિધિ પાલન કરે છે, અને ૯ માસ તથા સાડા સાત રાત્રી પસાર થતાં પુત્રને જન્મ થયે. ત્રીજે દિવસે ચંદ્ર સૂર્યનાં દર્શન કરાવ્યા. છઠ્ઠીને દિવસે જાગરણ કર્યું. દશમે દિવસે અશુચિ ટાળી અને પુત્રનું નામ વીરંગત રાખ્યું. સાતમે વર્ષે ગુરૂકુળમાં કર્યો. પહેલાના જમાનામાં ગુરૂકુળ જંગલમાં હતાં. ગામથી ઘણે દૂર રહેવાથી ત્યાં માણસની અવરજવર ખૂબ ઓછી રહેતી. તેથી વિદ્યાર્થીએ એકાગ્રચિત્ત ખૂબ શાંતિથી ભણી શકે. આજે તે એજ્યુકેશનથી અનેક અનર્થો થાય છે. દરેક બાબતમાં ભારતવાસીઓએ પરદેશનું અનુકરણ કરવા માંડયું છે. જેથી ભારતની મૂળભૂત સંરકૃતિને હાસ થતો જાય છે. વિદેશમાં ૧૫ વર્ષની પુત્રી રાતના બાર વાગે આવે તે માતાપિતા તેને કાંઈ ન કહી શકે. પુત્ર અને પુત્રી પરણે એટલે માતાપિતા સાથે સંબંધ કપાઈ જાય. શીલધર્મનાં સંસ્કાર કેઈનામાં નહીં. એકની સાથે બરાબર ન ફાવે તે છૂટાછેડા કરી બીજે લગ્ન કરી લે, માંસાહાર કરે, દારૂ પીવે, ભૌતિક સાધનેને ખૂબ ઠઠા હોવા છતાં તેઓ ખૂબ ઉદ્વેગ અનુભવે છે. ખૂબ ખાવાથી જેમ અજિર્ણ થાય છે તેમ ભૌતિક સાધનને ખુબ ઉપભોગ કરવાથી અજિર્ણ થાય છે. અને તેને દૂર કરવા એલ એસ. ડી. ગોળીઓ લે છે. એક, બે અને ત્રણ ગોળીઓ લે એટલે તેને એ અનુભવ થાય કે મારાથી કે શ્રેષ્ઠ જ નથી. બીજા બધાને સામાન્ય લેખે. અઢારમેં મળે તે ઉભે હોય અને માને કે હું પંખી જે થઈ ગયો છું. બે હાથ પહોળા કરી ઉપરથી ઉડવા પ્રયત્ન કરે અને નીચે પડતાં મૃત્યુને શરણ થઈ જાય. આવા અનેક મૃત્યુ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy